આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું: રાઘવ ચઢ્ઢા સહિત સાંસદ અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પણ પાર્ટી છોડી
પાર્ટી લક્ષ્યથી ભટકી ગઈ: રાઘવ ચઢ્ઢા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રાઘવ ચઢ્ઢાએ અઅઙ છોડ્યા બાદ હવે ભાજપમાં જોડાઈ રહ્યાનું જાહેર કર્યું છે. તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.
તેમણે કહ્યું કે જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સિંચી હતી. તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે. આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે.
સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અઅઙ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, અમે આ નિર્ણય કર્યો છે કે અમે, એટલે કે રાજ્યસભામાં અઅઙના બે-તૃતીયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને ઇઉંઙમાં ભેળવી દઈશું.



