By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    2 days ago
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    2 days ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    2 weeks ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    2 weeks ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ શમાની બન્યા વિશ્વના નંબર-1 પોડકાસ્ટર : 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ
    2 hours ago
    10 વિઘામાં વોટરપ્રૂફ પંડાલ, 30 ફૂટ ઊંચું સ્ટેજ : 4 લાખ મહેમાન માટે 150થી વધુ વાનગી
    2 days ago
    જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા
    2 days ago
    દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!
    2 days ago
    ‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 hours ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 week ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભૂતનો આતંક : વેપારીને ગળામાં છરી ઝીકી દીધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભૂતનો આતંક : વેપારીને ગળામાં છરી ઝીકી દીધી
CRIME

નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભૂતનો આતંક : વેપારીને ગળામાં છરી ઝીકી દીધી

Khaskhabar Editor
Last updated: 2026/11/16 at 1:51 PM
Khaskhabar Editor 9 minutes ago
Share
20 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

જલારામ જયંતિની તૈયારી વચ્ચે વાહન હટાવવા મામલે માથાકૂટ : મારી નાખવાની ધમકી પણ આપી

- Advertisement -

ગાંધીગ્રામ પોલીસે ઈજાગ્રસ્ત વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસેની વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિની પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં જ શાકભાજીનું વાહન આડાશ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા કાળા રંગની સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે પોલીસની 112 ઇમરજન્સી વેન આવી જતાં આરોપી કાર સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો ગાંધીગ્રામ પોલીસે વેપારીની ફરિયાદ આધારે ગુનો નોંધી નાસી છૂટેલા ઉમંગ ભૂતની શોધખોળ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટની વીતરાગ સોસાયટીમાં રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરતા અંકિત ગુણવંતરાય શેઠ ઉ.41એ ઉમંગ ભૂત સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રિના સોસાયટીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં અન્ય યુવકો સાથે મળીને જલારામ જયંતિની તૈયારીઓ કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિર પાસે તેમનું શાકભાજી ભરેલો ‘છોટાહાથી’ વાહન પાર્ક કરેલુ હતું. આ સમયે શાકભાજી ખાલી કરવા માટે વાહન અંદર લઈ જવા બાબતે સોસાયટીની જ એક ભાડે રહેતી મહિલાના સંબંધી અને સ્કોર્પિયો કારના ચાલક ઉમંગ ભુત સાથે વાહન સામસામે આવી ગયું હતું.ગાડી હટાવવા અને રસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કારમાંથી છરી કાઢીને અંકિત શેઠ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ અંકિત શેઠને ઢીકાપાટુનો માર મારી, ડાબી બાજુ કાનની નીચે તથા ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે બચાવ કરવા લાગ્યા હતા.તે જ વખતે ત્યાં પોલીસની 112 ઇમરજન્સી વેન આવી જતાં તેની લાઈટ જોઈને સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત પોતાની કાર સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. જતાં-જતાં આરોપીએ વેપારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં અંકિતને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગળાના ભાગે ગંભીર ઈજા હોવાથી ટાંકા લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી ઇજાગ્રસ્ત વેપારી અંકિતભાઈ શેઠની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સ્કોર્પિયો કારને કબજામાં લઈને ચાલક ઉમંગ ભુત વિરુદ્ધ BNSની 115(2), 118(1), 352, 351(2) તથા જી.પી.એકટ.કલમ.135(1) મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે.

કૂવામાં મોટર કાઢવા ઉતરેલા પ્રૌઢનું પડી જવાથી મોત : ત્રીજા માળેર્થો પટકાતાં 80 વર્ષના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું

- Advertisement -

રાજકોટમાં બે અલગ-અલગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. કાલાવડ રોડ ૫૨ વૃક્ષ મંદિરના કૂવામાં મોટર કાઢવા ગયેલા પ્રૌઢનું પડી જવાથી મોત થયું હતું. જ્યારે સાગર ચોક આવાસ યોજનામાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ પોતાના ઘરમાં ત્રણ માળ જેટલી ઊંચાઈએથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓને કારણે મોતને ભેટ્યા હતા. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ સામે અવસર એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઈ અવચરભાઈ છત્રોલા ઉ.55નું કાલાવડ રોડ પર વૃક્ષ મંદિરના કૂવામાં બંધ પડેલી ઇલેક્ટ્રિક મોટર કાઢવા જતા નીચે પટકાવાથી મોત નીપજ્યું હતું બનાવ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યાનુસાર તેઓ સ્વાધ્યાયની સેવા માટે કાલાવડ રોડ પર આદિત્ય-01 કોમ્પ્લેક્સ સામે આવેલા વૃક્ષ મંદિરે ગયા હતા. ત્યાં કામ કરતી વખતે આશરે 10થી 12 ફૂટ પાણી ભરેલા કૂવામાં તેઓ ઊંધા માથે પટકાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. પોતે ઈલેક્ટ્રિક કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા અને રૈયા રોડ પર ગીતા ઇલેક્ટ્રિક નામે દુકાન ધરાવતા હતા બીજા બનાવમાં સાગર ચોક આવાસ યોજના ક્વાર્ટર, ધોળકિયા સ્કૂલ પાસે રહેતા શામજીભાઈ રૂખડભાઈ જાદવ ઉ.80 તા.14ના રોજ બપોરે પોતાના ઘરે ત્રણ માળ જેટલી ઊંચાઈએથી કોઈ કારણોસર નીચે પટકાયા હતા. માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સર્જરી વોર્ડ નં.6માં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે બપોરે તેમને મૃત જાહેર કર્યા હતા. બંને બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સોખડા ગામે જમીનમાં ભાગ નહિ મળતા યુવકનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટના સોખડા ગામમાં રહેતા 40 વર્ષીય વલ્લભાઈ ગોરિયાએ તા. 14 નવેમ્બરના રોજ બપોરના આશરે 2:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ અને સારવાર દરમિયાન સાંજે 6:30 વાગ્યે વલ્લભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોત અંગેની નોંધ કરવામાં આવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ યુવાનને માતા-પિતા તરફથી સાયપરની 20 વીઘા જમીનમાં ભાગ આપવામાં આવ્યો ન હતો અને એક પણ જગ્યાએ જમીનમાં ભાગ આપતા ન હતા. જેને કારણે આ યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું અને આ યુવાને જ્યારે દવા પીધી અને તેને શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ તેના પત્ની અને બાળકો સિવાય કોઈપણ ત્યાં ઉપસ્થિત ન હતું. જોકે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ધમલપર ચોકડી પાસે જૂની અદાવતમાં મામા-ભાણેજ પર તલવાર-પાઇપથી હુમલો : કારમાં તોડફોડ કરી નાસી છૂટેલા વાંકાનેરના 4 હુમલાખોરો સામે કુવાડવામાં ફરિયાદ

રાજકોટના કુવાડવા ગામની સીમમાં રાણપુર નવાગામમાં ધમલપર ચોકડી પાસે જૂની અદાવતના કારણે ચાર શખ્સોએ એક યુવક અને તેના ભાણેજ પર તલવાર તથા લોખંડના પાઇપ વડે ઘાતક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.33 વર્ષીય ચંદનસિંગ સંતોકસિંગ દુદાણીના જણાવ્યા મુજબ, કુવાડવા રોડ ઉપર શક્તિ સોસાયટી ખાતે રહે છે. ગત તા.15 નવેમ્બરના રોજ બપોરના ધમલપર ચોકડી પાસે હતા ત્યારે વાંકાનેર રહેતા જગજીતસિંગ બગ્ગા, ઓમકારસિંગ બગ્ગા, દીપસિંગ બગ્ગા અને મલીનદરસિંગ મહેન્દરસિંગ બગ્ગા ત્યાં ધસી આવ્યા હતા. અગાઉના ધંધાકીય કે જૂના અદાવત બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈને ગાળો આપી હતી. જેમાં દીપસિંગે શરીરે અને વાસામાં પાઇપ મારી ઇજા કરી હતી. જ્યારે ઓમકારસિંગે ડાબા કાનના પાછળના ભાગે તલવારનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે મલીનદરસિંગે યુવાનના ભાણેજ જોગેન્દરસિંગને પાઇપથી અને ઓમકારસિંગ તથા જગદીશસિંગે તલવાર વડે માર મારી જમણા હાથ તથા ડાબા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ કરી હતી.આરોપીઓએ બોલેરો ગાડી (નં. GJ-36-T-2324) માં પણ પાઇપ અને તલવારથી તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જેથી પોલીસે બી.એન.એસ. કલમ 115(2), 118, 117(2), 324(5), 351(2), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના માલીયાસણમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો : મારી નાખવાની ધમકી આપતા મહિલા સહીત 3 સામે ગુનો

રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા માલીયાસણમાં યુવક અને તેના મામાના દીકરા પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ માલીયાસણ ગામના શિવશક્તિ પ્લોટ પાછળ રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 23 વર્ષીય અંકિતભાઈ કાન્તિલાલ મકવાણા તેમના મામાના દીકરા તન્મયભાઈ સાથે ગામમાં દિનેશભાઈ પરમારના ઘરે હાજર હતા ત્યારે હરેશ સોલંકી, જીતેન્દ્રભાઈ ચૌહાણ અને ઈલાબેન ચૌહાણે ભેગા મળી અંકિતભાઈને પકડી રાખી ગાળાગાળી કરી હતી. આ દરમિયાન હર્ષભાઈએ હાથમાં પહેરેલા કડાથી અંકિતભાઈના માથા, કાન, ખભા અને છાતીના ભાગે માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ તન્મયભાઈને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે અંકિતભાઈની ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સફાઈ વખતે ભૂલથી એસિડવાળું પાણી પી જતાં મહિલાનું મોત

રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલા પાટીદાર ચોક પાસે સાઈદર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં 52 વર્ષીય પૂજાબેન ભરતભાઈ ભીમાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘરમાં સફાઈ કરતી વખતે ભૂલથી એસિડવાળું પાણી પી જતાં તેમની તબિયત લથડી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 14 નવેમ્બરના રોજ સવારે આશરે 8:30 વાગ્યાના અરસામાં પૂજાબેન પોતાના ઘરે સફાઈ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ભૂલથી એસિડવાળું પાણી પી જતાં તેમને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને વાહન મારફતે સિદ્ધાર્થ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.હોસ્પિટલમાં ફરજ પરના તબીબે આ બનાવ અંગે ગાંધીગ્રામ-2 પોલીસને જાણ કરી હતી જોકે, સારવાર દરમિયાન તા. 14 નવેમ્બરના રોજ રાત્રિના આશરે 10:25 વાગ્યે તેમનું મોત નીપજ્યું હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.આ બનાવ અંગે ગાંધીગ્રામ-2 પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

“તારા પુત્રને જેલમાં પુરાવી દીધો, હવે તને પુરાવવો છે’ કહી માર માર્યો : પાંચ દિવસ પૂર્વે થયેલી માથાકુટનો ખાર રાખી સરપંચને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

રાજકોટ જિલ્લાના લોધીકાના પારડી ગામમાં આવેલી પુનમ સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા સરપંચ અજયભાઈ બાબુભાઈ પરમાર ઉ.45 મિત્ર સાથે ગૌશાળાએ જતાં હતા ત્યારે જૂના ઝઘડાનો ખાર રાખી આરોપી ગોપાલ ગુપ્તા, રવિ ગુપ્તા અને તેના માસિયાઈ ભાઈએ આવીને ગાળો ભાંડી, ઝઘડો કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી કોઈ હથિયાર વડે હુમલો કર્યાની શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં અજયભાઈએ જણાવ્યુ છે કે, ગઈકાલે તે તેના મિત્ર સુખદેવભાઈ રાઠોડ સાથે ગૌશાળામાં ગાયોને નિરણ નાખવા માટે કારમાં જતાં હતાં ત્યારે મારૂતીપાર્ક સોસાયટી પાસે પહોંચતા આરોપીઓએ આડે ઊભા રહી ગાડી ઊભી રખાવી હતી. બાદમાં બંન્ને ગાડીમાંથી ઉતરતા આરોપી ગોપાલે તેના મિત્રને તમે ગાડીમાં બેસી જાવ, અજયને કહો બહાર આવે, તેમ કહેતા તે ગાડીમાંથી ઉતર્યા ત્યારે આરોપી ગોપાલે ‘તારા દિકરાને જેલમાં પુરાવી દીધો છે, તને પણ જેલમાં પુરાવવો છે’ તેમ કહી ઝપાઝપી કરતા તે નીચે પડી ગયા હતા.આરોપીએ કોઈ ધારદાર હથિયારથી હુમલો કરી ડાબા હાથમાં તપાસ હાથ ધરી છે. ઈજા પહોંચાડી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ‘તું સરપંચ છો તો શું કરી લીધુ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે શાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના મારુતિનંદનનગરમાં ઘર પાસે બેસવાની ના પાડતાં મહિલાના ઘર પર પથ્થરમારો : ઘર ખાલી નહીં કરો તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી રિક્ષામાં પણ તોડફોડ કરી : સફાઈ કામ કરતી પત્ની સાથે ઝઘડો કરતા પ્રિતેશએ અટકાવતા પિતાને ધમકી આપી : બે ગુના

રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં મારુતિનંદનનગરમાં ઘર પાસે બેસવાની ના પાડવાની જૂની અદાવતમાં યુવકે મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, મહિલાના ઘર બહાર પાર્ક કરેલી રિક્ષા પર પથ્થરમારો કરી કાચ અને હેડલાઇટ તોડી નાખી હતી. આ બનાવમાં રિક્ષાને નુકસાન થયું હતું જયારે પત્ની સાથે ઝઘડો કાંટા પ્રિતેશને પિતાએ અટકાવવા પિતાને પણ ધમકી આપતા પિતાએ કુખ્યાત શખ્સ સામે બીજી ફરિયાદ નોંધાવી હતી. રાજકોટના મારુતિનંદન નગર શેરી નં. 2 અને 4ના ખૂણે રહેતાં રૂપલબેન દિલીપભાઈ ડાભી ઉ.38એ કુખ્યાત શખ્સ પ્રિતેશ ઉર્ફે દિકુડો અલ્પેશભાઈ ગોટેચા સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે દસ દિવસ પહેલાં પ્રિતેશ અને તેના મિત્રો મહિલાના ઘર પાસે બેસીને ગાળો બોલતા હોવાથી રૂપલબેનના માતાએ તેમને ત્યાં બેસવાની ના પાડી હતી. આ વાતનો ખાર રાખીને 14 નવેમ્બરની રાત્રે આશરે 10 વાગ્યે પ્રિતેશ મહિલાના ઘર પાસે આવ્યો હતો અને તેમને જોઈ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી રૂપલબેને ડરીને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.
ત્યાર બાદ અગાશી પરથી જોતાં પ્રિતેશ રિક્ષા ૫૨ પથ્થરમારો કરતો જોવા મળ્યો હતો. તેણે રિક્ષાનો આગળનો કાચ અને હેડલાઈટ તોડી નાખ્યાં હતાં તેમજ ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન તેણે ઘર ખાલી કરીને જતા રહેવા અને નહીં તો પરિવારને પતાવી દેવાની તથા રિક્ષા સળગાવી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો ભેગા થતાં શખસ ભાગી ગયો હતો. મહિલાએ રિક્ષાને આશરે રૂ.1.10 લાખનું નુકસાન થયાની ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જયારે બીજી ફરિયાદ પ્રિતેશના પિતા અલ્પેશભાઈ ઉ.53એ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગઇકાલે સાંજે ઘરે હતા ત્યારે આરોપીની પત્ની સાફસફાઈ કરતી હતી. તે વખતે આરોપીએ આપી તેની પત્ની નર્મદા સાથે ઝઘડો કર્યો હતો. તેણે ના પાડતા ગાળો ભાંડી છરી કાઢી કહ્યું કે તમે અમારા પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે નહીં પડતાં, તમે ઘરની બહાર નીકળી જાવ, નહીંતર હું તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ધમકીથી ડર લાગતા સીધા માલિવયાનગર પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી.

નવાગામમાં 7 મહિના પૂર્વે પરણેલી નવોઢાનો ફાંસો ખાઈ આપઘાત : પતિના અન્ય યુવતી સાથેના અફેરને લીધે થતા હતા વારંવાર ઝઘડા : સાસરિયા લાશ મૂકીને જતા રહેતા માવતરે કર્યો હત્યાનો આક્ષેપ

રાજકોટના નવાગામમાં નવોઢાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે માવતર પક્ષ દ્વારા ગળાટુંપો આપી હત્યા કર્યાંનો આરોપ સાસરિયા સામે લગાવવામાં આવ્યો છે ચોટીલાના લાખચોકીયા ગામની 24 વર્ષીય સંગીતાના 7 મહિના પહેલા જ લગ્ન થયા હતા. ગઈકાલ રાત્રે બનેવીએ સાળાને ફોન કરી કહ્યું હતું કે, તમારી બહેનને તેડી જાવ છો કે હું મુકી જાવ. આ પછી આ બનાવ બન્યો હતો પતિ અન્ય યુવતી સાથે ફોનમાં વાતચીત કરતો હોય અવાન નવાર ઝઘડા થતા હતા આ આક્ષેપો અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા સંગીતાબેન ચતુરભાઈ મેર ઉ. 24એ ગઈકાલ રાત્રે પોતાના ઘરે રૂમમાં લાકડાની આડીમાં સાળી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા અંગે પતિ ચતુરભાઈએ સાળા મહેશભાઈને ફોન કરી જાણ કરી હતી સ્થળ ઉપર પહોંચેલ 108ની ટીમના ઇએમટી ભાવેશભાઈ વાઢેરે સંગીતાબેનને જોઈ તપાસી સ્થળ ઉપર જ મૃત જાહેર કર્યા હતા મૃતકના ભાઈ મહેશભાઈ સુરાભાઈ બાવળીયાએ જણાવ્યું કે, હું ચોટીલા તાલુકાના લાખચોકીયા ગામે રહું છું અને ખેતીકામ કરું છું. અમે 2 ભાઈ અને 1 બહેનમાં સંગીતાબેન સૌથી નાના હતા 7 મહિના પહેલા તેમના લગ્ન રાજકોટના નવાગામ રંગીલા મેઈન રોડ સોમનાથ સોસાયટીમાં રહેતા ચતુર ગોરધનભાઈ મેર સાથે રીત રિવાજ મુજબ થયા હતા મારાં બનેવી વેક્સ ઇમિટેશનનું કામ કરતા હતા લગ્નના એક મહિના પછી મારી બહેનને જાણ થઈ હતી કે, બનેવી ચતુર અન્ય યુવતી સાથે ફોનમાં વાતચીત કરે છે. આ બાબતે મારા બહેન અને બનેવીને ઝઘડો થતો હતો. ગઈકાલે રાત્રે મને મારા બનેવી ચતુરનો ફોન આવ્યો હતો. ફોનમાં મારા બનેવીએ મને કહ્યું કે, તમે તમારી બહેનને તેડી જાવ છો કે પછી હું મૂકી જાવ. તમારી બેન ખોટી શંકા કરીને મારી સાથે ઝઘડો કરે છે. આ દરમ્યાન મને મારાં બહેનનો અવાજ પણ સંભળાતો હતો મને સાંભળાતું હતું મારી બહેન કહેતી હતી કે, તમે ઓલીનો નંબર બ્લોક કર્યો હતો છતાં કેમ પાછા મેસેજમાં વાત કરો છો. ચતુર ગુસ્સે થઈ બોલ્યો કે, એ મને મેસેજ કરશે અને રાત્રે ત્રણ વાગ્યે મને બોલાવશે તો પણ હું જઈશ. મારે તેની સાથે શું સંબંધ છે એ મેં તને પહેલા પણ કહ્યું હતું. આ વાતચીત પછી મેં મારાં ઘરે બધા સભ્યોને વાત કરી, એટલી વારમાં રાત્રે નવેક વાગ્યે મને ફરી મારાં બનેવી ચતુરનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, તમારી બહેને ગળાફાંસો ખાઈ લીધો છે આ ફોન આવતા અમે બધા રાજકોટ મારી બહેનના ઘરે પહોંચ્યા હતા ત્યારે ઘરે મારા બનેવી કે, મારાં બહેનના સાસુ – સસરા કોઈ હાજર નહોતું. પોલીસ અને 108ની ટીમ આવી ગઈ હતી. મારી બહેન શેટી ઉપર બેભાન હાલતમાં પડી હતી. 108ના ડોક્ટરે મારી બહેનને મૃત્યુ જાહેર કરી હતી. જેથી અમને શંકા છે. કે મારા બનેવી સહિતનાએ ગળા ટુંપો આપીને મારી બહેનની હત્યા કરીને આ કૃત્યને આપઘાતમાં ખપાવી દેવા ખોટે ખોટે લાકડાની આડીમાં સાળી બાંધી હશે. મારા બનેવી અને તેમના ઘરના સભ્યો હાલ ક્યાં છે એની અમને જાણ નથી. તેઓ ઘરે હાજર નહોતા. જેથી તેઓ ફરાર થઈ ગયા હોવાની અમને શંકા છે. આક્ષેપ અંગે પોલીસે નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક સંગીતાબેન 2 ભાઈના એકના એક બહેન હતા.

તરઘડીમાં સિજેન્ટા કંપનીની નકલી દવાનું ઉત્પાદન કરતા કારખાનેદાર સામે કોપી રાઈટ ભંગનો ગુનો : હરિ શ્રીક્રોપ સાયન્સ નામના કારાખાનામાં ખેતીવાડીની ડુપ્લીકેટ દવાઓનું ઉત્પાદન કરવાના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ જિલ્લાના પડધરીના તરઘડી ગામની સીમમાં આવેલા હરિ શ્રીક્રોપ સાયન્સ નામના કારાખાનામાં ખેતીવાડીને લગતી ડુપ્લીકેટ દવાઓનું ઉત્પાદન કરવાના કારસ્તાનનો પર્દાફાશ પોલીસે કર્યો છે કંપીનના અધિકારીએ આપેલી માહિતી આધારે રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી ખેતીવાડીને લગતી ડુપ્લીકેટ દવાઓનો જથ્થો અને સ્ટીકર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો કંપનીના લીગલ એડવાઇઝરની ફરિયાદ પરથી કારખાનેદાર સામે કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીમાં રહેતા અને ઉત્તરપ્રદેશમાં નોઈડામાં ટ્રુ બડી ક્ધસલ્ટિંગ કંપનીમાં લીગલ એડવાઈઝર આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા પ્રેમ દયારામ શર્મા ઉ.51એ તરઘડી ગામની સીમમાં હરસિધ્ધિ પાર્ક-1માં આવેલ હરિ શ્રીક્રોપ સાયન્સ નામના કારખાનાના સંચાલક વિશાલ રમેશ ડોબરીયા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે તેમને ક્રોપ સાયન્સ લી તથા યુનાઇટેડ ફોસ્ફરસ, સીજન્ટા કંપની સહિતની કંપનીઓનું બનતી ખેતીવાડીની દવાઓનું દેશમાં કોઈ જગ્યાએ ડુપ્લીકેટ ઉત્પાદન કરાતું હોય તો તેની સામે કાર્યવાહી કરવાનું છે દરમિયાન ફરિયાદીને માહિતી મળી હતી કે, તરઘડી ગામની સીમમાં આવેલ હરસિધ્ધિ પાર્ક-1 માં આવેલ શ્રી હરિક્રોપ સાયન્સ નામના કારખાનામાં યુનાઇટેડ ફોસ્ફરસ તથા સીજેન્ટા કંપનીમાં બનતી દવાઓની ડુપ્લીકેટ દવાઓ બનાવવામાં આવી રહી છે. જેથી ફરિયાદી તથા કંપનીના સહાયક ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુલદીપસિંહ કુસ્વાહએ રાજકોટ રૂલર એસઓજીનો સંપર્ક સાધ્યો હતો બાદમાં રૂલર એસોજીના પીએસઆઇ જી.જે. ઝાલા તથા ટીમે દરોડો પાડતા બાતમી સ્થળેથી ખેતીવાડીને લગતી ડુપ્લીકેટ દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. કારખાનાના સંચાલક વિશાલ ડોબરીયા દ્વારા સિજેન્ટા કંપનીમાં બનતી દવાઓની બ્રાન્ડ તથા સિમ્બોલની કોપી કરી દવાઓ બનાવી પોતાના કબજામાં વેચાણ અર્થે રાખી 11,310ની દવાઓ, સ્ટીકર સહિતનો મુદ્દામાલ કબજે કરી કંપની તથા ખેડૂતો સાથે છેતરપિંડી કરવા બદલ કંપનીના અધિકારીની ફરિયાદ પરથી પડધરી પોલીસે કારખાનાના સંચાલક વિશાલ ડોબરીયા વિરુદ્ધ કોપી રાઇટ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

રાજકોટ-ગોંડલ હાઈવે પર રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયોને રોકતા માથાકૂટ : 7 સામે એટ્રોસિટી સહિતનો ગુનો

હોટલમાંથી જમીને નીકળેલા બે મિત્રોને ગાળો ભાંડી લુખ્ખાઓનો ધોકાથી હુમલો

રાજકોટના રૈયા ગામમાં ફટાકડા ફોડવાના ડખ્ખામાં પાડોશીએ શ્વાનથી હુમલો

જેતપુરમાં ભત્રીજા સાથે અનૈતિક સંબંધ ધરાવતી ફઈને સોડામાં ઝેરી દવા પાઈ, ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી

કુવાડવા રોડની પર આવેલી સ્કંદ હોસ્પિટલની રિસેપ્શનિસ્ટએ કરી 5.20 લાખની ઉચાપત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજી નદી કાંઠે આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પી શ્રદ્ધાળુઓએ કરી છઠ્ઠ મૈયાની આરાધના
Next Article રંગોળી સ્પર્ધામાં ‘લાલો’ અને ‘કેપ્ટન મચ્છર’ની કલાત્મક કૃતિ કંડારનારા કલાકારો વિજેતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 53 seconds ago
રંગોળી સ્પર્ધામાં ‘લાલો’ અને ‘કેપ્ટન મચ્છર’ની કલાત્મક કૃતિ કંડારનારા કલાકારો વિજેતા
આજી નદી કાંઠે આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પી શ્રદ્ધાળુઓએ કરી છઠ્ઠ મૈયાની આરાધના
જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
રાજ શમાની બન્યા વિશ્વના નંબર-1 પોડકાસ્ટર : 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ
રાજકોટ-ગોંડલ હાઈવે પર રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયોને રોકતા માથાકૂટ : 7 સામે એટ્રોસિટી સહિતનો ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટ-ગોંડલ હાઈવે પર રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયોને રોકતા માથાકૂટ : 7 સામે એટ્રોસિટી સહિતનો ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CRIME

હોટલમાંથી જમીને નીકળેલા બે મિત્રોને ગાળો ભાંડી લુખ્ખાઓનો ધોકાથી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રાજકોટના રૈયા ગામમાં ફટાકડા ફોડવાના ડખ્ખામાં પાડોશીએ શ્વાનથી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?