બોનેટ પર સોનાનો મેસ્કોટ : ભારતની સૌથી મોંઘી રોલ્સ-રોયસ ફેન્ટમ કાર બની આકર્ષણનું કેન્દ્ર
ઈવી હોમ્સ પરિવારના પુત્ર એરોન વિકી થોમસે 1 ફેન્ટમ લિમોઝીન અને 2 કલિનન SUV વસાવી સૌને ચોંકાવ્યા
- Advertisement -
લક્ઝરી અને અલ્ટ્રા-પ્રીમિયમ કારના શોખીનો વચ્ચે હાલમાં એક અનોખી ખરીદી ચર્ચાનું કેન્દ્ર બની છે. ઈવી હોમ્સ રિયલ એસ્ટેટ કંપનીના પરિવારના પુત્ર એરોન વિકી થોમસે એક જ દિવસમાં ત્રણ બ્રાન્ડ ન્યૂ રોલ્સ-રોયસ કારની ડિલિવરી લઈને સૌને ચોંકાવી દીધા છે. તેમના આ અત્યંત વૈભવી અને ખાસ કલેક્શનમાં બે રંગોવાળી શાનદાર રોલ્સ-રોયસ ફેન્ટમ લિમોઝીન અને બે કલિનન એસયુવીનો સમાવેશ થાય છે. આ ત્રણેય લક્ઝરી ગાડીઓની કુલ કિંમત ૫૦ કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું કહેવાય છે, જેને ભારતમાં એક જ દિવસમાં થયેલી સૌથી મોંઘી કાર ડિલિવરી માનવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ કારોની તસવીરો અને વીડિયોએ લોકોનું ભારે ધ્યાન ખેંચ્યું છે. આ સમગ્ર કલેક્શનની સૌથી ખાસ અને આકર્ષણનું કેન્દ્ર બનેલી કાર બે રંગોવાળી રોલ્સ-રોયસ ફેન્ટમ છે.
મળતી માહિતી મુજબ, આ કારના બોનેટ પર સોનાથી બનેલો ‘સ્પિરિટ ઓફ એક્સ્ટસી’ મેસ્કોટ લગાવવામાં આવ્યો છે. આ ખાસિયતને કારણે તેને ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફેન્ટમ કાર ગણાવવામાં આવી રહી છે. જોકે, આ કારમાં કરવામાં આવેલા વિશેષ કસ્ટમાઇઝેશન અને તેની અંતિમ કિંમત અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ ફ્લેગશિપ લક્ઝરી લિમોઝીનને કંપનીના ‘આર્કિટેક્ચર ઓફ લક્ઝરી’ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં ૬.૭૫-લિટરનું ટ્વિન-ટર્બોચાર્જ્ડ ટ૧૨ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે સ્ટાન્ડર્ડ વર્ઝનમાં અંદાજે ૫૭૦ બવાનો પાવર જનરેટ કરે છે અને તેની સાથે ૮-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ જોડાયેલું છે. રોલ્સ-રોયસના બિસ્પોક ડિવિઝન હેઠળ ગ્રાહકો પેઇન્ટથી લઈને ઇન્ટિરિયર મટિરિયલ, સીટની અપહોલ્ટ્રી અને લાકડાની ફિનિશિંગ સુધીની દરેક નાની વિગત પોતાની પસંદ મુજબ તૈયાર કરાવી શકે છે.
પેઇન્ટથી લઈ લાકડાની ફિનિશિંગ સુધી દરેક બારીકાઈમાં શાહી અંદાજ
કલેક્શનમાં સામેલ અન્ય બે ગાડીઓ રોલ્સ-રોયસ કલિનન એસયુવી છે, જે બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા કંપનીની પ્રથમ એસયુવી છે અને ભારતમાં વેચાતી સૌથી મોંઘી એસયુવીમાં ગણાય છે. તેના લેટેસ્ટ સિરીઝ-૨ મોડલમાં ૬.૭૫-લિટરનું ટિન-ટર્બોચાર્જ્ડ V12 પેટ્રોલ એન્જિન મળે છે, જે ૫૭૧ બવાનો પાવર અને ૮૫૦ ગળનો ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં ૮-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. નવા અપડેટ સાથે કલિનનની ડિઝાઇનમાં પણ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. કેબિનની અંદર કંપનીની લેટેસ્ટ સ્પિરિટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ‘ગેલેરી’ નામની વિશાળ ગ્લાસ ડિસ્પ્લે પેનલ આપવામાં આવી છે. ભારતમાં એક રોલ્સ-રોયસ કલિનનની શરૂઆતી કિંમત જ ૧૦ કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં કસ્ટમાઇઝેશન અને વધારાના ફીચર્સનો ખર્ચ સામેલ નથી. આ સંજોગોમાં, પસંદગીના ફેરફારો સાથેની બે કલિનન એસયુવી અને એક ગોલ્ડન મેસ્કોટવાળી ફેન્ટમની કુલ કિંમત ૫૦ કરોડ રૂપિયાને પાર પહોંચી હોવાનું સ્પષ્ટ જણાય છે.



