રણબીર કપુરની ફિલ્મ ‘એનિમલ’ અને તેમાં તૃપ્તિ ડીમરીના બોલ્ડ દ્દશ્યો ચર્ચામાં છવાયેલા છે. ફિલ્મમાં ઘરેલુ હિંસા અને મહિલા અત્યાચારને પ્રોત્સાહન મળતું હોવાથી ઘણાં લોકો તેને વખોડી રહ્યા છે. પરંતુ તેની અસર બોકસઓફિસ કલેકશન પર પડી નથી.
એડલ્ટ સર્ટિફિકેટ હોવા છતાં ફિલ્મે પહેલા વીકમાં જ રૂા.500 કરોડથી વધુનું કલેકશન મેળવી લીધું છે. ફિલ્મની આ સફળતાની સાથે તૃપ્તિ ડીમરીની લોકપ્રિયતામાં પણ ઓચિંતો ઉછાળો આવ્યો છે.
- Advertisement -
એનિમલમાં રણવીર સાથે અંતરંગ દ્દશ્યો ઉપરાંત ‘લિક માય શુ’ સીનના કારણે પણ તૃપ્તિ ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાની સાથે તૃપ્તિના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા પણ વધી છે. પાછલા ચાર અઠવાડિયામાં તૃપ્તિ ડીમરીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 320 ટકા વધી છે.
તૃપ્તિ પાસે હાલ 27 લાખ ફોલોઅર્સ છે. જયારે ગયા મહિને માત્ર 6 લાખ લોકો તૃપ્તિને ફોલો કરતા હતા. તૃપ્તિએ કોમેડી ફિલ્મ પોસ્ટર બોયથી 2017માં એકટીંગ કેરિયર શરૂ કરી હતી.
2018ના રોમેન્ટીક ડ્રામા લૈલા મજનૂમાં પહેલી વારલીડ રોલ મળ્યો હતો. 2020માં અન્વિતા દત્તની બુલબુલ અને 2022માં કલા ફિલ્મે તૃપ્તિને ઓળખ અપાવી હતી. જો કે એનિમલમાં સપોર્ટીંગ રોલ હોવા છતાં તૃપ્તિએ ઓડીયન્સનું ધ્યાન ખેંચ્યું છે.