વનવિભાગે રેસ્ક્યુ કર્યું: પાંચ દીકરીઓ પછીનો એકનો એક લાડકવાયો છીનવાતા પરિવાર પર આભ ફાટ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.22
- Advertisement -
ગીર ગઢડા તાલુકાના હરમડીયા અને એભલવડ ગામ વચ્ચેથી પસાર થતી સાંગાવાડી નદી માં મંગળવારે સાંજે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે. કોડીનાર તાલુકાના નાની ફાફણી ગામના દેવીપૂજક પરિવારના 10 વર્ષીય વિવાન દિનેશભાઈ સોલંકીને નદી કિનારે હાથ-પગ ધોતી વખતે મગર તેના જડબામાં પકડી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, દિનેશભાઈ સોલંકી પત્ની અને પુત્ર વિવાન સાથે હરમડીયા પાસે આવેલા આંબાના બગીચામાં કેરીનું કામ પતાવી પરત ફરી રહ્યાહતા.સોંજ ના સમયે ત્રણેય સાંગાવાડી નદી કિનારે હાથ-પગ ધોવા રોકાયા હતા. એ સમયે અચાનક પાણીમાંથી બહાર આવેલા વિશાળ મગરે વિવાનને પકડી લીધો હતો. નજર સામે પુત્રને મગરના જડબામાં જોતા પિતા દિનેશભાઈએ બચાવવા ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ મગર વિવાનને લઈને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ જામવાળા વન વિભાગ ની ટીમ, ગીરગઢડા મામલતદાર સહિતનો કાફલોતાત્કાલિક નદી કિનારે દોડી ગયો હતો. મગર વિવાનને મોંમાંદબાવી ને લગભગ પાંચક્લાક્સુધીનદીમાંઆંટામારતોરહ્યોહતો. આખરે રાત્રીના સમયે વન વિભાગની ટીમે નદીના સામે ના કાંઠેથી વિવાનનો નિષ્પ્રાણ દેહ શોધી કાઢી રેસ્ક્યુ કરીને બહાર લાવ્યો હતો.
વિવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેગીરગઢડાહોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. બુધવારે સવારે પોસ્ટ મોર્ટમ બાદ જ્યારે મૃતદેહ વતન નાની ફાફણી પહોંચ્યો ત્યારે આખું ગામ હિબકે ચઢયું હતું. દિનેશભાઈને પાંચ પુત્રીઓ બાદ વર્ષોની માનતા-બાધા પછી જન્મેલો એકનો એક પુત્ર હતો. લાડકવાયા વિવાનના અકાળે મોતથી સોલંકી પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે.
માતા-પિતા સહિત પાંચેય બહેનોની આંખોના આંસુ સુકાતા નથી. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંગાવાડી નદીમા આશરે 15 જેટલી મગરોનો વસવાટ છે. ઉનાળામાં પાણીનું સ્તર ઘટતા અને ગરમી વધતા મગરો ખોરાકની શોધમાં કિનારા નજીક આવી જાય છે, જેના કારણે આવા હુમલા બને છે. નદીનો પટ વિશાળ અને ઊંડો હોવાથી તમામ મગરોને રેસ્ક્યુ કરવા અત્યંત મુશ્ર્કેલ કાર્ય છે. જોકે, આ ઘટનાને પગલે આજે નદી કિનારે મોટું પાંજરું મૂકી મગરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વન વિભાગ અને સ્થાનિક તંત્રએ ગ્રામજનોને ખાસ તાકીદ કરી છે કે ઉનાળા દરમિયાન નદી, તળાવ કે જળાશયોના કિનારે જવાનું ટાળે. બાળકોને એકલા ક્યારેય પાર્ણી નજીક ન જવા દેવા, મગર દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.આ કરુણ ઘટનાએ સમગ્ર ગીર પંથકમાં શોક ની લાગણી ફેલાવી છે.



