મ્યાનમારના રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી બે બોટ બંગાળની ખાડીમાં પલટી ગઈ
મ્યાનમારના રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી બે બોટ બંગાળની ખાડીમાં પલટી ગઈ. યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સી (UNHCR) અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM) અનુસાર, બંને બોટમાં લગભગ 530 લોકો સવાર હતા. ઘટનાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી, પરંતુ 500 થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. UNHCR અને IOM અનુસાર, બંને બોટ જૂનના અંતમાં મ્યાનમારના રખાઈન પ્રાંતથી રવાના થઈ હતી. તેમાં મોટાભાગના મુસાફરો રોહિંગ્યા સમુદાયના હતા, જ્યારે કેટલાક લોકો બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાંથી પણ આવ્યા હતા. પ્રથમ બોટનો સંપર્ક રવાના થયાના થોડા સમય પછી જ તૂટી ગયો હતો. તેમાં લગભગ 250 લોકો સવાર હતા. બીજી બોટમાં લગભગ 280 લોકો હતા અને તે 8 જુલાઈએ મ્યાનમારના આયેયારવાડી કિનારે ડૂબી ગઈ હોવાની આશંકા છે.
- Advertisement -
હાલમાં લગભગ 12 લાખ રોહિંગ્યા બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં રહી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોમાં દરિયાઈ માર્ગે સ્થળાંતર દરમિયાન હજારો રોહિંગ્યાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રોહિંગ્યા સમુદાયના લોકો ઘણા વર્ષોથી હિંસા, અસુરક્ષા અને ખરાબ પરિસ્થિતિઓને કારણે પોતાનું ઘર છોડવા મજબૂર છે. મ્યાનમારમાં સતત સંઘર્ષ અને બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં મુશ્કેલ પરિસ્થિતિઓને કારણે હજારો લોકો સારા ભવિષ્યની આશામાં દરિયાઈ માર્ગે અન્ય દેશો તરફ જવાનું જોખમ ઉઠાવે છે. તેમનો મુખ્ય ધ્યેય સામાન્ય રીતે મલેશિયા, ઇન્ડોનેશિયા અથવા થાઇલેન્ડ જેવા દેશો સુધી પહોંચવાનો હોય છે, જ્યાં તેમને સુરક્ષિત જીવન અને રોજગાર મળવાની આશા હોય છે.
યુએન એજન્સી અનુસાર પ્રથમ બોટમાં લગભગ 250 લોકો સવાર હતા. સમુદ્રમાં રવાના થયાના થોડા સમય પછી જ આ બોટનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો. જ્યારે બીજી બોટમાં લગભગ 280 લોકો સવાર હતા. એવું માનવામાં આવે છે કે આ બોટ 8 જુલાઈએ મ્યાનમારના અયેયારવાડી તટ પાસે સમુદ્રમાં ડૂબી ગઈ હતી. અત્યાર સુધી બંને બોટમાં સવાર મોટાભાગના લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. આ જ કારણોસર 500થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.




