અગાઉના 8 સાથે મળી વિસ્ફોટકનું પરીક્ષણ કરી રહ્યાં હતાં
ATSને મોબાઇલમાંથી બોમ્બ બનાવવાની PDF મળી
- Advertisement -
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી છે. પાંચેય ગુજરાતના જ અલગ-અલગ જિલ્લામાંથી ઝડપાયા છે. પાંચેય પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ પાંચની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે જ સંકળાયેલા હતા. આ તમામ વિસ્ફોટકોનું પરીક્ષણ પણ કરી રહ્યા હતા. હાલ તમામને ATS લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.
આતંકીઓને અગાઉ બનાસકાંઠા પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પૂછપરછમાં આતંકી હોવાનું સામે આવ્યું હતું. આતંકીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની PDF મળી હતી. આતંકીઓ જે બોમ્બ બનાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ PDF મળી હતી. કેવા બોમ્બ બનાવવા તેનું સાહિત્ય પણ મળ્યું હતું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું. આતંકીઓ પ્રો-જેહાદી હોવાનું સામે આવ્યું છે. પ્રો-જેહાદી હોવાથી આ આરોપીઓ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. 5 આતંકીઓ પાસેથી મળેલ સાહિત્ય જૈશ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની વિચારધારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ATS ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા પાંચ શંકાસ્પદ આતંકીની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી છે. કડી કોર્ટે આ પાંચેય આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.




