ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિતે જનકપુરી સોસાયટીમાં કેમ્પનું આયોજન
સ્વ.વિમલભાઇ પરમારના 33માં જન્મદિવસે પેડક રોડ પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભાશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનનાં સહયોગથી ડો.શ્ર્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિતે રાજકોટ મહાનગર યુવા મોરચા આયોજિત વોર્ડ નં. 9 દ્વારા 29 જૂનને રવિવારના રોજ સવારે 9થી 1 વાગ્યા સુધી ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સ્વ.વિમલભાઇ રમેશભાઇ પરમારના 33માં જન્મદિવસ નિમિતે આર્યનગર મેઇન રોડ પેડક રોડ પાસે આવેલા આર્યનગર કોમ્યુનિટી હોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોક્ટરની ટીમ માનદ સેવા આપશે ત્યારે રક્તદાતાઓને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.



