ગુજરાતમાં ભારતનેટ ફેઝ-3 અમલીકરણ માટે ઐતિહાસિક કરાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી અને દૂરસંચાર વિભાગના સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભારતનેટ ફેઝ-3 (એમેન્ડેડ) માટે મહત્વપૂર્ણ રાજ્યકરાર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લી., ડિજિટલ ભારત નિધિ અને ભારત સંચાર નિગમ લી. (ઇજગક) એમ ચાર સહભાગી સંસ્થાઓ વચ્ચે કરાર થયા.
- Advertisement -
ગુજરાત સરકાર તરફથી અગ્રસચિવ શ્રીમતી મોના ખંધાર અને કેન્દ્ર તરફથી ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટર નીરજ વર્માએ હસ્તાક્ષર કર્યા. રાજ્ય આધારિત મોડલ હેઠળ ભારતમાં ભારતનેટ ફેઝ-3 અમલ માટે કરાર કરનાર ગુજરાત દેશના 8 રાજ્યોમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
ભારત સરકારે રાજ્યને કુલ રૂ. 5,631 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે – જેમાં એક વખતનો મૂડી ખર્ચ અને 10 વર્ષના નિભાવ ખર્ચનો સમાવેશ થાય છે.
ગુજરાતે અગાઉ ભારતનેટ ફેઝ-2નો સફળ અમલ કરતાં 22 જિલ્લાની 8,000થી વધુ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ માળખા ઉભા કર્યા હતા. હવે ફેઝ-3 અંતર્ગત 14,287 ગ્રામ પંચાયતો અને 3,895 ગામોને 98% સર્વિસ અપટાઇમ સાથે કનેક્ટ કરવાની યોજના છે.
આ ડિજિટલ કનેક્ટિવિટી માધ્યમથી ગ્રામ્ય નાગરિકોને ઉચ્ચ ગતિના ઈન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક સેવાઓ અને મૂલ્યવર્ધિત ડિજિટલ પ્લેટફોર્મ મળશે. જે ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વંચિત સમુદાયને સીધો લાભ આપશે.
મુખ્ય મુદ્દાઓ
- Advertisement -
કરાર હસ્તાક્ષર: ગુજરાત, ઇજગક, ૠઋૠગક, ડિજિટલ ભારત નિધિ
મંજુરિત રકમ: ₹5,631 કરોડ (મૂડી + 10 વર્ષ નિભાવ ખર્ચ)
લક્ષ્ય: 14,287 ગ્રામ પંચાયતો અને 3,895 ગામો
સર્વિસ અપટાઇમ: 98%થી વધુ
લાભાર્થી વર્ગ: ખેડૂત, વિદ્યાર્થી, મહિલા, સરકારી વિભાગો, ગ્રામ્ય નાગરિકો
માઘ્યમ: હાઈ સ્પીડ ઈન્ટરનેટ, ઇ-સર્વિસ, ડિજિટલ પ્લેટફોર્મ



