NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે (૩ ઓગસ્ટ) રસ્તા પર ઉતરી 5 છે. સરકારના વિરોધમાં અમદાવાદના નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી અને ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત સરદારબાગ ખાત ધરણા કરાયા. અમદાવાદ પોલીસ દ્વારા પહેલેથી જ બે ઉઈક, ત્રણ પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પતંગ હોટેલ પાસે ખડકી દેવામાં આવ્યો હતો. નહેરુબ્રિજથી રેલીની શરૂઆત થઈ ગઈ છે. ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા રેલી આગળ વધી રહી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. અમિત શાહ રાજીનામું આપો’ના નારા પણ લાગી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, શિક્ષાનું જે રીતે વ્યાપારીકરણ થયું તેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને આખો દેશ વિરોધ દર્શાવી રહ્યો છે. વારંવાર પેપર લિક થતું હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. આખા દેશના વિદ્યાર્થીઓ જંતરમંતર પર આવીને શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર સરકાર સામે અવાજ ઉઠાવે ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા અથવા સંવાદ કરવાના બદલે દેશના વડાપ્રધાન અને ગૃહ મંત્રીના આદેશથી વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો. ટીયર ગેસ છોડીને બહેન-દીકરીઓ પર ખૂબ જ બર્બરતા પૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો. બિહારમાં અસ ૪૭થી ગોળીબાર કરવામાં આવ્યો છે, છતાં પણ હજુ સુધી લાઠીચાર્જ કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બહેન-દીકરીઓ પર અત્યાચાર અને લાઠીચાર્જ કરનારને આદેશ આપનાર જનરલ ડાયર સામે જ્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે રસ્તા પર ઉતરીને લડીશું. નવા અંગ્રેજોના શાસનને હવે દેશના યુવાનો નહીં ચલાવી લે.
NEET પેપર લીક મામલે કોંગ્રેસનું પ્રદર્શન અર્થહિન
NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે આજરોજ કરવામાં આવેલું કોંગ્રેસ વિરોધ પ્રદર્શન અર્થહીન તેમજ સમયથી ખૂબ મોડું જણાય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની ગેરરીતિઓ રોકવા અત્યંત કડક કાયદો પહેલેથી જ પસાર કરી દેવામાં આવ્યો છે, જેમાં ભારે દંડ અને બિનજામીનપાત્ર જેલની સજા જેવી સખત જોગવાઈઓ સામેલ છે. જ્યારે કેન્દ્ર સરકારે કાનૂની માળખું પહેલેથી જ મજબૂત બનાવી દીધું હોય અને તંત્ર દ્વારા સંબંધિત વિષયો પર કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે આ પ્રકારે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવું એ સમયની દ્રષ્ટિએ ખૂબ જ મોડું અને પ્રાસંગિકતા વિનાનું મનાઈ રહ્યું છે. રાજકીય વિવેચકોના મતે કાયદો બન્યા પછી પણ કરવામાં આવતા આવા આંદોલનો વિદ્યાર્થીઓના હિત કરતાં રાજકીય રીતે માત્ર વિપક્ષી હાજરી નોંધાવવાનો અને પેપરલીકના મુદ્દાનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ વધુ લાગે છે.




