- સૌરાષ્ટ્રના 4 ઉત્તર ગુજરાતના 2 MLA કેબિનેટ મંત્રી
- મધ્ય અને દક્ષિણ ગુજરાતના 1-1એ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
- હર્ષ સંધવીને અને જગદીશ વિશ્વકર્માએ રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર હવાલો
- શપથ લેતા સમયે મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ ભગવદ ગીતા સાથે રાખી
- ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા.
- Advertisement -
Live: ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ https://t.co/wRNXsp8F5H
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2022
- Advertisement -
કોણે કોણે લીધા શપથ
રાજ્યકક્ષાના મંત્રી
હર્ષ સંઘવી રાજ્યકક્ષા મંત્રી
જગદીશ પંચાલ રાજ્યકક્ષા મંત્રી
પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષા મંત્રી
બચુ ખાબડ રાજ્યકક્ષા મંત્રી
મુકેશ પટેલ રાજ્યકક્ષા મંત્રી
કેબિનેટ મંત્રી
બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી
કનુ દેસાઈ કેબિનેટ મંત્રી
રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી
કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી
ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી
કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી
મૂળુભાઈ બેરા કેબિનેટ મંત્રી