તારીખ ૨૮ જૂનના સોમવારે રાજકોટ જિલ્લાના કુવાડવા ગામમાં ૧૮ લાખના ખર્ચે નવા “પંચાયત ઘર”નુ ભૂમિ પૂજન જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરના હસ્તે કરવામાં આવ્યું.
જેમાં દરેક આધુનિક સુવિધાઓ (ડિજિટલ ઇન્ડિયા ને ધ્યાનમાં રાખીને) તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને બાંધકામ કરવામાં આવનાર છે. આ નવા બિલ્ડિગથી ગ્રામ પંચાયત લોકોને વધુ સારી માળખાકીય સુવિધાઓ આપી શકશે . આ ઉપરાંત પાંચ (૫) લાખના ખર્ચે નવા બનેલ “પ્રાર્થના હોલ”નું લોકાર્પણ પ્રમુખ ભુપતભાઈ બોદરના હસ્તે કરવામાં આવ્યું.
આ સુંદર પ્રાર્થના હોલ માનનીય સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાની અનુસૂચિત જાતિ વિસ્તારની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમોમાં રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળવિકાસ વિભાગના ચેરમેન મતી સુમીતાબેન રાજેશભાઈ ચાવડા, સભ્ય મતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી(કુવાડવા), રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રકાશભાઈ કાકડિયા, કુવાડવા ગામ સરપંચ સંજયભાઈ પીપળીયા, ઉપસરપંચ સુરેશભાઈ ઢોલરીયા, ગઢકા ગામના સરપંચ કેયુરભાઈ ઢોલરીયા, મંડળી પ્રમુખ ભરતભાઈ કાકડિયા, પૂર્વ સરપંચ રમેશભાઈ ઢોલરીયા, ચનાભાઈ રામાણી, રમેશભાઈ સોઢા, કરશનભાઇ વાઘેલા, રફીકભાઇ ઘોણીયા, કેશુભાઈ રીબડીયા, ભરતભાઈ ગોહેલ, નટુભાઈ વ્યાસ, બાબુભાઇ ગોહેલ, મુકેશભાઈ કાકડિયા, આશિષ સોમમાણેક, દિગુભા ડોડીયા, રમેશભાઈ કાકડિયા, રમેશભાઈ ઢોલરીયા તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


