By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 day ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જલ્પાબેન પટેલને ફેસબૂક લાઈવનાં માધ્યમથી પીડિતોની પર્સનલ લાઈફ જાહેર ન કરવા પ્રાર્થના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જલ્પાબેન પટેલને ફેસબૂક લાઈવનાં માધ્યમથી પીડિતોની પર્સનલ લાઈફ જાહેર ન કરવા પ્રાર્થના
ગુજરાતરાજકોટ

જલ્પાબેન પટેલને ફેસબૂક લાઈવનાં માધ્યમથી પીડિતોની પર્સનલ લાઈફ જાહેર ન કરવા પ્રાર્થના

Khaskhabar Editor
Last updated: 2021/01/06 at 2:53 PM
Khaskhabar Editor 6 years ago
Share
11 Min Read
SHARE

ફેસબૂક લાઈવ દ્વારા નાના માણસની લાઈફ, લિબર્ટી અને ડિગ્નીટી જોખમમાં તો નથી મૂકાઈ રહી ને?

– ભવ્ય રાવલ

શ્રીમતિ જલ્પાબેન પટેલ..
તમારી સેવાકીય પ્રવૃત્તિને મારા જાજેરા સલામ.. સાથે ખાસ ખબરનાં માઘ્યમથી એક નાનકડી પ્રાર્થના..
દાન, પ્રાર્થના અને ઉપવાસ ઉત્તમ ધર્મકાર્યો છે. આધ્યાત્મિક પ્રગતિનાં સાધનો છે. છેલ્લા કેટલાંક મહિના અથવા તો કદાચ છેલ્લા કેટલાંક વર્ષોથી આપ પણ દાન, પ્રાર્થના અને ઉપવાસનાં ઉત્તમ ધર્મકાર્યો કરી રહ્યા છો અને આધ્યાતિમ પ્રગતિનાં સાધનો દ્વારા ઈશ્વરની નજીક છો એવું તમારું ફેસબૂક એકાઉન્ટ જોતા જણાય રહ્યું છે. તમે 8 વર્ષમાં 500 લોકોને જરૂરિયાત મુજબ સેવા અને મદદ કરી છે. એટલું જ નહીં, પોતાની આવકના 10 ટકા રકમ આ સેવામાં ખર્ચી નાખો છો જે જાણી ખૂબ જ આનંદ થયો. આપણે ત્યાં તમારા જેવા ગાંઠનું ગોપીચંદન ઘસી સેવાની સુવાસ પ્રસરાવતા સેવાભાવી લોકો ગણ્યાગાંઠ્યા જ છે એવું મારી જાણમાં આવી રહ્યું છે! તમારી સેવાકીય પ્રવૃત્તિને સત..સત.. વંદન..નમન..

- Advertisement -

હાલમાં જ તમે બે ભાઈ – એક બહેન મળી કુલ ત્રણ લોકોને તેમના જ ઘરમાંથી કાઢી નવડાવ્યા-ધોવડાવ્યા, બાલ-દાઢી કરાવ્યા, કપડા પહેરાવ્યા, જમાડ્યા. ઉત્તમ સારવારની વ્યવસ્થા સાથે ભેટ-સૌગાદ દીધી. વગેરે વગેરે.. આ પ્રશંસનીય કાર્યોની બધી જ જાણ તમારા ફેસબૂક એકાઉન્ટ પરથી ઘણાને થઈ છે. આ અકલ્પનિય કાર્ય કરવા બદલ તમે પ્રશંસાનાં ખરા હક્કદાર પણ છો જ. તમે ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. અલબત્ત માત્ર આ ત્રણ ભાઈઓ-બહેનો જ નહીં આપશ્રી તો ઘણા બધા દિનદુઃખિયાઓ.. જેઓ રસ્તે રખડે-ભટકે છે તેમને ભોજન, વસ્ત્ર સહિતની ઘણીબધી સુવિધાઓ પૂરી પાડી અનેકવિધ સેવામય પ્રવૃત્તિઓમાં મગ્ન છો એ પણ આપશ્રીનાં ફેસબૂક એકાઉન્ટ પરથી જાણવા મળ્યું. હમણાંથી તો એવી પરિસ્થિતિ છે કે, આજકાલ તમારી સેવાકીય પ્રવૃત્તિઓનાં ફેસબૂક લાઈવથી ઘણા લોકો વિચલિત છે. જાતભાતની ચર્ચાઓ થઈ રહી છે કે, ભારત તો ગરીબ દેશ છે જ એ ગરીબ દેશનું સૌથી ગરીબ શહેર રાજકોટ છે. અને રાજકોટનાં ગરીબો, દુ:ખિયાઓનાં બેલી આપ એકમાત્ર છો. આપશ્રીની પ્રવૃત્તિ જોતા રાજકીય પક્ષો તમને આગામી ચૂંટણીમાં ટિકિટ પણ આપી શકે છે એવી લીકચર્ચા છે. તમને લોકો તો રાજકોટનાં મધર ટેરેસા કહી જ રહ્યા છે. સૌનાં મત અનુસાર, મારા મત મુજબ પણ, આપ મધર ટેરેસા બનવાની પૂર્ણ લાયકાત ધરાવો છો પરંતુ મધર ટેરેસા બનવામાં કેટલીક ખામીઓ જણાય રહી છે. મધર ટેરેસાએ ક્યારેય અપ્રત્યક્ષ રીતે પણ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ જગજાહેર કરી ન હતી કે થવા દીધી ન હતી. બંધ મુઠ્ઠી જ લાખની હોય છે, ખુલી જાય તો રાખની થઈ જાય છે. આપ સામાજિક સેવિકા છો અને વ્યવસાયિક પણ.. સમાજસેવા અને વ્યવસાય બંને અલગ-અલગ પ્રવૃતિઓ છે. સમજસેવાનાં પુણ્યશાળી કાર્યોમાં ફેસબૂક લાઈવનો પ્રચાર ઘણાબધાને અયોગ્ય લાગી રહ્યો છે.

આપણે ત્યાં કહેવાય છે કે, જમણા હાથે કરેલા દાનની જાણ ડાબા હાથને પણ થવા ન દેશો. બીજાઓ તો શું તમારા ડાબા હાથને પણ ખબર પડવા ન દ્યો કે જમણા હાથમાં દાન છે. સામે કોઈ પીડિત, નિરાધાર કે નિર્ધન માણા હોય.. એની ભીડ ભાંગવા, એનું પેટ ભરવા કે મદદ કરવા હાથથી હાથ મળે.. જમણા હાથથી કરેલું એકનું દાન બીજાનાં હાથમાં આવે અને ડાબા હાથને જાણ સુદ્ધા ન થાય. એ જરૂરિયાતવાળો માણસ પણ એટલું જ જાણે કે કોઈ સજ્જને મારો હાથ ઝીલ્યો છે, મારા હાથમાં કઈ મૂક્યું છે. એ લેનાર માણસ દેનાર માણસનો આભાર માનવા જાય અને ત્યાં તો એ દેનાર ત્યાંથી નીકળી જાય. કોઈ ફેસબૂક લાઈવ નહીં, કોઈ પ્રેસનોટ કે મીડિયા કવરેજ નહીં. કોઈ ફોટોશૂટ નહીં. આપણે ત્યાં રામ ભરોસે અમથું નથી કહેવાયું. અને આપણા સેવાકીય કાર્યોની જાણ હરકોઈ કરતા માત્ર હરિને જ હરે તેનો હરખ જુદો છે. એ જ સાચી સેવા, એ જ ખરું દાન છે. કદાચ તમારા ફેસબૂક લાઈવ પાછળ આ સેવા અને દાન ઢંકાઈ માત્ર તમારી જ વાહવાહ થઈ રહી છે એવું મારા સહિત ઘણાને લાગી રહ્યું છે. તમારા ફેસબૂક લાઈવ પાછળનો હેતુ પરોપકાર કરતા-કરતા ‘પ્રસિદ્ધિ’ કરી લેવાનો હોય એવું ઘણા બધા કહી રહ્યાં છે! જે કેટલાંક અંશે ખરું પણ લાગી રહ્યું છે. રાજકોટમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ આ પ્રકારની પ્રવૃત્તિ દાયકાઓથી કરે છે પણ ફેસબૂક લાઈવનો પ્રચાર મેં જોયો કે મારા ધ્યાનમાં આવ્યો નથી. હાલ તો તમારા ફેસબૂક લાઈવનાં માધ્યમથી લોકો  બસ એટલું જ જોઈ-સમજી રહ્યાં છે કે, રાજકોટમાં સોસાયટીમાં નથી એટલા રસ્તામાં અને રસ્તામાં નથી એટલા શેરીએ શેરીએ ભૂખ્યા, તરસ્યા, લાચાર, બેઘર, નિરાધાર લોકો રખડી-જીવી-મરી રહ્યા છે. અને તમારું ગ્રુપ એકમાત્ર સાચી સેવા કરી આ બધાનું ‘સાથી’ છે.


મને તમારો કોઈ વ્યક્તિગત પરિચય નથી, તમારી સાથે કોઈ રાગ, દ્રેષ નથી. હા, તમારા વિશે થોડુંઘણું જાણી, તમારી પ્રવૃતિઓ ફેસબૂક લાઈવમાં સગી આખી જોઈ તમારા માટે માન-સન્માન અને આદર ધરાવું છું. તમારી સેવાકીય પ્રવૃત્તિઓથી મને કોઈ વાંધો નથી. મને તો શું કોઈને પણ વાંધો હોવો ન જોઈએ. તમારી સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ સારી અને જરૂરી છે. બેશક કરો. હું પણ મદદરૂપ થવા, તમારા ગ્રુપમાં જોડાવવા ઈચ્છુ છું. પરંતુ આ ફેસબૂક લાઈવ પર તમારી સેવાકીય પ્રવૃત્તિઓ દર્શાવવાનું બંધ કરો તો તમારી સેવાકીય પ્રવૃત્તિઓની સુગંધમાં સોનું ભળશે એવું મારા સહિત ઘણા લોકોનો મંતવ્ય છે. જમાનો સોશિયલ મીડિયાનો છે, જાહેર જીવનમાં સોશિયલ મીડિયા ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે આમ છતાં તમારી રોજેરોજની સેવાકીય પ્રવૃત્તિઓનાં ફેસબૂક લાઈવનું અંતે પારવાર નુકસાન ન માત્ર તમને જ પણ એ સહાય લેનાર – પીડિત વ્યક્તિને પણ થઈ શકે છે એવું સ્પષ્ટપણે મારું માનવું છે. શું તમારી સેવાકીય પ્રવૃત્તિઓનું ફેસબૂક લાઈવ થવું જરૂરી છે? જો સ્વતંત્રતા અને બંધારણનાં અધિકારની વાત કરવામાં આવે તો તમે ક્યાંક તમારી સેવાકીય પ્રવૃતિઓને ફેસબૂક લાઈવનાં માધ્યમથી જગજાહેર કરી કોઈ નાના માણસની લાઈફ, લિબર્ટી અને ડિગ્નીટીને જોખમમાં તો નથી મૂકી રહ્યા ને? અર્ધનગ્નવસ્થામાં રહેલા લોકોનાં દ્રશ્યો, તેમનો ભાષાકીય અવિવેક, તેમને તમાકુ ખાવાની સલાહ વગેરે.. વગેરે.. હજારો લોકો જોઈ રહ્યા છે. ભવિષ્યમાં તેઓ પણ કે તેમના લાગતા-વળગતા પણ જોઈ શકે. તમારા પ્રયાસોથી આજનો ભાવેશ, અમરીશ કે મેઘના જ્યારે ભવિષ્યમાં સંપૂર્ણ સ્વસ્થ-મસ્ત થઈ જશે, ફરીથી સામાન્ય જીવન જીવવા લાગશે ત્યારે તમારા જ ફેસબૂકનાં વીડિયો તેને કોઈ બતાવી ફરી એ જ દશામાં સાંપડી તો નહીં દે ને? તેમના પાડોશીથી લઈ પરિવારને નીચું જોવા જેવું તો નથી થઈ રહ્યું ને? આ અને આવા તો કેટલાય પ્રશ્નો અને લોકો છે.. એક માજીનાં તમે વાળ કાપ્યા. માજીની ઊંચાઈ કરતા વાળની લંબાઈ વધુ હતી. એ વાળ કાપવા જરૂરી હતા, સહેમત.. પણ એનું ફેસબૂક લાઈવ કેટલું જરૂરી હતું? એમાં થતી કોમેન્ટ્સ કેટલી વ્યાજબી હતી? મારા અને મારા જેવા ઘણા લોકોને આ બધામાં કશું ખૂંચી અને ખૂટી રહ્યું છે.

- Advertisement -

હું એક લેખક-પત્રકાર છું. જેમ આપ સ્વૈચ્છિક રીતે સમાજની સેવા કરો છો તેમ સમાજની સેવા કરવાનું કર્તવ્ય મારું પણ છે. વધીને વાત કરું તો સમાજને આયનો દર્શાવવાનો મને પરવાનો મળેલો છે, મારો અધિકાર છે. અમારા લેખક-પત્રકારોની નૈતિક ફરજ છે કે, કોઈ વ્યક્તિ સારું કરે તો તેમને બિરદાવવા, કોઈ વ્યક્તિ ફરજચૂક થાય કે અજાણતા ભૂલ કરે તો તેમને સવિનય રજૂઆત કરવી. આપ ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યાં છો એ માટે ખૂબ ખૂબ અભિનંદન પરંતુ આપ ફેસબૂક લાઈવમાં કોઈ રસ્તે રખડતી-ભટકતી કે લાચાર-પીડિત વ્યક્તિને ન દર્શાવશો તો તમારો આભાર.. આપ અને આપ સાથે જોડાયેલા તમામ લોકોનાં સેવાયજ્ઞને વધુને વધુ પવિત્ર-પુણ્યશાળી બનાવવા મારી ઉપરોક્ત પ્રાર્થના ધ્યાનમાં લેશો અને એનો અમલ કરશો એ માટે આગોતરો આભાર.. સાથોસાથ મારી આ પ્રાર્થનાથી દુઃખ પહોચે તો ક્ષમાયાચના.. જે કોઈ જોઈ શકતું કે સમજી શકતું નથી એ સમાજની વરવી વાસ્તવિકતાથી રૂબરૂ થઈ તમે જે ઉમદા કાર્ય કરી રહ્યા છો એ બદલ શુભેચ્છાઓ.. જય સંત દેવીદાસ.. અમર દેવીદાસ..

મૂકસેવક બની રહેવામાં મજા છે

રાજકોટમાં અઢળક એવી સેવાભાવી સંસ્થાઓ છે અને શહેરમાં એવા અસંખ્ય સમાજસેવકો છે જે દિવસ-રાત સેવાકીય કાર્યો કરે છે. કોઈ માનવજાત માટે તો કોઈ પશુ-પ્રાણીજગત માટે જાતભાતની નિ:સ્વાર્થ પ્રવૃત્તિઓ કરે છે. ના કોઈ પબ્લિસિટી સ્ટંટ કે ન કોઈ પુણ્ય કમાઈ લેવાની આશા-અપેક્ષા. કોઈ ભૂખ્યાને અન્ન, કોઈ નગ્નને વસ્ત્રો, કોઈ બેઘરને આશરો, કોઈ મેલઘેલાને નવડાવે, કોઈ બાલ-દાઢી કરી આપે, કોઈ દવા તો કોઈ સારવારની કે આર્થિક સહાય કરે તો કોઈ મૂંગા અબોલ પશુઓને ઘાસચારો, ગાય-કૂતરાને દૂધ-રોટલી, પક્ષીઓને ચણ નાખે છે. ક્યારેય કોઈ જાતનાં પ્રચાર વિના, પ્રસિદ્ધિ વિના નિરંતર સમાજસેવા કરતા આ સમાજસેવકોને પૂછીએ કે તમે આટલું સારું કાર્યો કરો છો તો તમારી સ્ટોરી કરીએ? ખબર છાપીએ? ત્યા રે તમામ લોકો એક જ વાત કરે છે – મૂકસેવક બની રહેવામાં મજા છે. મનગમતી અને બીજાને ઉપયોગી થતી પ્રવૃત્તિ કરીએ છીએ એ ઘણું છે. અમારું છપાઈ કે વાહવાહ થાય તેમા નહીં, કોઈનું ભલું થાય એમા જ અમને રસ મળે છે. અમારે કશું જોઈતું નથી, બસ.. બીજાને આપવું છે અને અમો એમા જ રાજી છીએ.

કોઈનું સારું કરવા જતાં ક્યાંક ખાટું ન થઈ જાય એનું વિશેષ ધ્યાન રાખવું પડે

સમયનો માર, સંજોગનો શિકાર, સમાજની માન્યતા, ધાર્મિક અંધશ્રદ્ધા અને સામાજિક અન્યાયનો ભોગ બનેલા બેબસ લોકોની અંગત પળો, વ્યક્તિગત દિનચર્યાને ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં એમની ગરિમા કે આત્મસન્માનને ઠેસ પહુચે કે તેમની લાગતી-વળગતી વ્યક્તિઓને દુઃખ થાય એવું હરગિજ ન કરવું જોઈએ. દેશનો કાયદો અને બંધારણમાં કહેલી બાબતો તો ઠીક છે પરંતુ સામાન્ય જ્ઞાનની વાત છે કે, કોઈપણ વ્યક્તિની કપરી પરિસ્થિતિ કે પીડિતની વ્યક્તિગત જિંદગીને જાહેર માધ્યમોમાં સીધેસીધી પ્રદર્શિત ન કરવી. કોઈનું ભલું કરવું ખૂબ સારી બાબત છે પરંતુ કોઈનું સારું કરવામાં ક્યાંક ખાટું ન થઈ જાય એ પણ જોવું પડે. આજે જે ભાઈઓ-બહેનનો કિસ્સો ટોલ્ક ઓફ ધી ટાઉન બન્યો છે, માતબર મીડિયાઓ જેની નોંધ લઈ રહ્યા છે એમાં એક પરિવાર અને પીડિત વ્યક્તિઓનાં વ્યક્તિગત જીવનનાં જાહેરમાં ધજાગરા ઉડી ગયા છે.

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ લાલ રંગ પ્રેમનો નહિ બલ્કે પ્રેમના નામે પ્રતાડનાનો છે…લવ જેહાદ એક સળગતી સમસ્યા…
Next Article Торговля по биржевому стакану неужели Форекс-трейдеры что-то упустили? FXSSI Платформа для анализа настроений на рынке Форекс

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?