૯૨૦ કવીન્ટલ ચણા અને ૫૦૦ કવીન્ટલ ઘઉં ટુકડાની આવક
રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે. આંશીક લોકાડાઉન આંશીક મૂક્તિ મળતાં માર્કેટીંગ યાર્ડ પુનઃ ધમધમતા થયા છે.
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૯૨૦ કવીન્ટલ ચણા અને ઘઉં ટુકડા ૫૦૦ કવીન્ટલ સહિત કુલ ૧૨૦૪ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક સાથે રૂા. ૪૪ લાખથી વધુનું ટર્ન ઓવર થયું છે. થયું છે.
- Advertisement -
જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૧૫૦થી મહત્તમ રૂા.૨૪૫૫ ઉપજયા હોવાનું જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.


