અભય ચુડાસમા મહાનિરીક્ષક ગાંધીનગર અરવલ્લી એસ.પી.સંજય ખરાત તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી .બી બસિયા સુચના મુજબ 31 ડીસેમ્બર સઘન વાહનચેકિંગ દરમિયાન સુચના આધારે એન.એમ .સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેઘરજ માર્ગદર્શન મળતા પોલીસ સ્ટાફ સાથે મેઘરજ પંચાલ રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ૨ મહિન્દ્રા પિકઅપ ડાલા જે ગાડી નંબર (૧)GJ. 31.T.2363 (૨) GJ. 31.T.1777 બંને પિકઅપ ડાલા માં અબોલ પશુઓ ભેંસો ભરી હતી. બિન અધિકૃત પરમીટ વગર ભેંસો નંગ 12 ગળાના ભાગે, પગે રસી વડે મરણતોલ હાલતમાં ખીચોખીચ બોધી ઘાસચારો પાણી વિના સગવડ વગર કતલખાને લઈ જઈ રહ્યા હતા. અબોલ જીવ કુલ ૧૨ ભેંસોની કિંમત ૨,૪૦,૦૦૦/- મોબાઇલ નંગ (૪) ૧૧.૦૦૦/- રોકડ રકમ રૂપિયા ૧૩૮૬૦/- બંને પિકઅપ ડાલા ની કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- જપ્ત કરી ગુનો કરનાર આરોપીઓ (૧) હુસેન મુલતાની (૨) સાહિલ શેરખા મુલતાની (૩) સોકત કાદરભાઈ મુલતાની (૪) સ ફિલ બફ આતી ભાઈ મુલતાની જેમાં આરોપી ૧,૨ ,૪ રહેવાસી રાણા સૈયદ તાલુકો મોડાસા જીલ્લો અરવલ્લી. ૨ અને ૩ રહેવાસી ચાંદ ટેકરી તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૭ કલમ ૫, ૮ (૨) (૪), ૬ તેમજ પશુ ઘાતકી કલમ ૧૧ પી ઈ એલ એમ વી એક્ટ કલમ ૧૭૭ , ૧૮૪ ,૧૯૨ જી.પી. એક્ટ ૧૧૯ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


