By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    2 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    2 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    3 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઠારીયા રોડ પરથી 4 લાખના 40 કિલો ગાંજા સાથે ત્રિપુટીની ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોઠારીયા રોડ પરથી 4 લાખના 40 કિલો ગાંજા સાથે ત્રિપુટીની ધરપકડ
રાજકોટ

કોઠારીયા રોડ પરથી 4 લાખના 40 કિલો ગાંજા સાથે ત્રિપુટીની ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2024/06/28 at 4:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

PI જે. એમ. કૈલાની ટીમ દ્વારા માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ

રાજસ્થાનથી રણુંજા વિસ્તારમાં આવેલા ગાંજો SOGએ ઝડપી પાડ્યો

- Advertisement -

અગાઉ પણ ખેપ મારી ગયો હોવાની શંકાએ રિમાન્ડ મેળવવા તજવીજ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28

રાજકોટ એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી પાછળ જય સોમનાથ સોસાયટી-1માં રાજસ્થાનથી એક શખ્સ ગાંજાનો મોટો જથ્થો લઇને આવ્યો છે અને કટીંગ થઇ રહ્યું છે તેવી બાતમી પરથી દરોડો પાડી અહિ રહેતાં એક શખ્સ,રાજસ્થાન સાંચોરથી ગાંજો લઇને આવેલા શખ્સ અને નાના મવા રોડ ક્વાર્ટરમાં રહેતાં લોકલ સપ્લાયરને કટીંગ વખતે જ ઝડપી લઇ રૂા. 3,98,400નો 39.540 કિલોગ્રામ ગાંજો કબ્જે લેવાયો છે. પોલીસે ગાંજો,મોબાઇલ ફોન,રોકડા મળી કુલ રૂા. 4,17,900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આજીડેમ પોલીસમાં ગુનો દાખલ કરાવાતાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જાણવા મળ્યા મુજબ શહેરમાં માદક પદાર્થની હેરાફેરી થતી અટકાવવા અને સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશને વેગવંતી રાખવા સુચના મળી હોઇ તે અંતર્ગત એસઓજીની ટીમ આવા કેસ શોધવા પ્રયત્નશીલ હતી. એ દરમિયાન હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા,કોન્સ. વિરદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ જય સોમનાથ સોસાયટી-1માં જય મુરલીધર આદેશ નામના મકાનમાં રહેતાં વજેનાથ ભગવાનદાસ ગોસ્વામી નામના શખ્સના ઘરે રાજસ્થાનથી એક શખ્સ ગાંજો લઇને આવ્યો છે,તેમજ લોકલ સપ્લાયર પણ હાજર છે. આ ત્રણેય ગાંજાનું કટીંગ કરી રહ્યા છે.

આ બાતમી મળતાં જ પીઆઇ જે. એમ. કૈલા,પીએસઆઇ એમ. જે. આહિર,એએસઆઇ ડી. બી. ખેર,હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ,કોન્સ. વિરદેવસિંહ,કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ,ડ્રાઇવર હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દરોડો પાડયો હતો. પોલીસે ઘરમાં હાજર ત્રણેયને ઓળખ આપી નામ સરનામા પુછતાં ત્રણ શખ્સોએ પોતાના નામ વજેનાથ ભગવાનનાથ ગોસ્વામી (ઉ.વ.24) હોવાનું અને પોતે આ જય મુરલીધર આદેશ મકાનમાં જ ભાડેથી રહેતો હોવાનું કબુલ્યું હતું. બીજા શખ્સે પોતાનું નામ બાબુલાલ ભારમલજી બિશ્નોઇ (ઉ.વ.44-રહે. ઢાકે કી ઢાણી,જૈરાલ ગામ ખારા,તા. સાંચોર જાલોર રાજસ્થાન) જણાવ્યું હતું. ત્રીજા શખ્સે પોતાનું નામ આશુ શ્રીનારાયણ કુશવાહા (ઉ.વ.35-રહે. બ્લોક નં. 10/1649,આરએમસી ક્વાર્ટર,નાના મવા સર્કલ) કહ્યું હતુ.

ગાંજાની બાતમી હોઇ પોલીસે રૂમમાં તપાસ કરતાં પાંચેક બાચકા જોવા મળ્યા હતાં. જેના મોઢા ખુલ્લા હતાં. તેની અંદર વનસ્પતીજન્ય બીજ સહિતના ડાળખા,લીલા પાંદડાનો પદાર્થ હોઇ પીઆઇ કૈલાએ સુંઘી જોતાં અને પંચના માણસો પાસે ખરાઇ કરાવી એફએસએલ અધિકારી એફ.આઇ. કાદરી પાસે પરિક્ષણ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો. આથી ઝડપાયેલા ત્રણેય વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એમ. જે. આહિરે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ ગાંજાના જથ્થાનું વજન કરાવતાં તેનું વજન 39 કિલો 540 ગ્રામ થયો હતો. જેની કિમત રૂા. 3,94,500 ગણી કબ્જે કરાયો હતો. તેમજ મોબાઇલ ફોન ત્રણ,રોકડા 7500 મળી રૂા. 4,17,900નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જેના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો તે વજેનાથ ગોસ્વામી કોઠારીયામાં ભાગીદારમાં મોબાઇલ પાર્ટસ,રિચાર્જની દૂકાન ધરાવે છે. તેનો એક ભાઇ માદક પદાર્થના ગુનામાં જેલમાં છે. જ્યારે બાબુલાલ બિશ્નોઇ રાજસ્થાથની વજેનાથને આ ગાંજો આપવા આવ્યો હતો. ત્રીજો આરોપી આશુ કુશવાહા એક દોઢ વર્ષ પહેલા પણ એસઓજીના હાથે માદક પદાર્થના કેસમાં પકડાયો હતો. તે વજેનાથ પાસેથી ગાંજો લઇ છુટક પડીકીઓ બનાવી સપ્લાય-વેંચાણ કરવાનું કામ કરે છે. આ ત્રણેયની વિશેષ તપાસ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવશે. અગાઉ પણ રાજસ્થાની બાબુલાલ આ રીતે ગાંજાની ખેપ મારી ગયાની શક્યતા અંગે તપાસ કરવામાં આવશે.

You Might Also Like

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

TAGGED: Arrest of trio, Kotharia Road, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RTO અધિકારી કેતન ખપેડની ઉપસ્થિતિમાં મોટા ઉમવાડા પ્રા. શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
Next Article રાજુલાના અંબાજી મંદિરના રોડ પર પાણીના વેડફાટને લઇ શહેરીજનો ત્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?