સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ચૌધરી હાઈસ્કુલ કેમ્પસ સ્થિત રાજકોટની સદગુરુ મહિલા કોલેજમાં અંદાજે 500 જેટલી દિકરીઓ માટે વેકસીનેશન ડ્રાઈવનું આયોજન કરાયું
આ વેકસીનેશન ડ્રાઈવની શરુઆત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણીએ દીપપ્રાગટય કરી કરાવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન
પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતા શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રુપાણી, સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર ડો.નેહલ શુકલ, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.અર્જુનસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, સુરેન્દ્રસિંહ વાળા તથા મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગુજરાતના લોકોના આરોગ્યની સુખાકારી માટે સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્યે કોરોના વેકસીનેશન આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે અને હાલ સમગ્ર રાજયમાં અંદાજીત 1200 થી વધુ કેન્દ્રો પર વેકસીનેશનનું કાર્ય થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ યુનિવર્સિટીનો કોઈપણ વિદ્યાર્થી વેકસીન લેવામાં બાકી ન રહે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ વેકસીન પ્રાપ્ત કરે એ માટે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ વેકસીનેશન ડ્રાઈવ કાર્યરત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ચૌધરી હાઈસ્કુલ કેમ્પસ સ્થિત રાજકોટની સદગુરુ મહિલા કોલેજમાં અંદાજે 500 જેટલી દિકરીઓ માટે કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન ડ્રાઈવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ યોજાઈ હતી.
- Advertisement -
આ વેકસીનેશન ડ્રાઈવમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતા શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રુપાણી, સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર ડો.નેહલ શુકલ, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.અર્જુનસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, સુરેન્દ્રસિંહ વાળા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


