વેરાવળ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળો યોજાયો
આંગણવાડીના નાના ભૂલકાઓ અને બેસ્ટ કૃતિ રજૂ કરનાર આંગણવાડી બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો યોજાયો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારે જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રોમાં આવતા 3 થી 6 વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળક શાળામાં પ્રવેશ મેળવે તે પહેલા શૈક્ષણિક રીતે તૈયાર થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા પા-પા પગલી યોજના શરૂ કરવામાં આવી છે. આ પા-પા પગલી યોજના અંતર્ગત આજે “જિલ્લા કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર દ્વારા કેન્દ્રોમાં આવતાં બાળકોને દૈનિક થીમ આધારિત અલગ-અલગ પ્રવૃત્તિઓ કરાવી બાળકોને “પૂર્વ પ્રાથમિક શિક્ષણ” આપવામાં આવે છે. આ પ્રવૃત્તિઓને આધારે આંગણવાડી કાર્યકર બાળકોનું અવલોકન કરી “મારી વિકાસ યાત્રા એપ્લિકેશનમાં બાળકના સર્વાંગી વિકાસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. જેના આધારે બાળકના સર્વાંગી વિકાસની દિશા નિર્ધારિત થાય છે. જે બાળકનાં શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન મળી રહે તે માટે યોગ્ય માર્ગદર્શનપૂરુંપાડેછે.



