આંધ્રપ્રદેશના નેલ્લોરમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ મચતાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે.
આંધ્રના નેલ્લોર જિલ્લાના કંડુક્કુરમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુના રોડ શો દરમિયાન થયેલી ભાગદોડમાં સાતથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
- Advertisement -
Over half a dozen reportedly dead after a stampede during the road show of #TDP chief #ChandrababuNaidu in Kandukur of Nellore Dist. Several injured taken to local hospitals for treatment. #AndhraPradesh pic.twitter.com/uQma24SkmW
— Ashish (@KP_Aashish) December 28, 2022
- Advertisement -
પાર્ટીના અભિયાનના ભાગરુપે કર્યો રોડ શો
નાયડુ તેમની પાર્ટીના અભિયાનના ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને તેમના સ્વાગત માટે કંડુકુરમાં હજારો સમર્થકો એકઠા થયા હતા.
Andhra Pradesh | Seven TDP workers lost their lives after a scuffle broke out between party workers during a public meeting being held by TDP leader N Chandrababu Naidu in Kandukuru of Nellore district today.
7 people have lost their lives, injured admitted to hospital: Police pic.twitter.com/uqU1j8K66X
— ANI (@ANI) December 28, 2022
નાયડૂએ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા
આ ઘટના બાદ નાયડૂએ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા હતા, જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.