PI ભાર્ગવસિંહ ઝણકાટ તથા નારી સંરક્ષણ ગૃહના મેનેજરની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 01થી 07 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 4 ઓગસ્ટના રોજ “મહિલા નેતૃત્વ દિવસ” અંતર્ગત રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરનાં નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલાઓ માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં નારી સંરક્ષણ ગૃહમાં રહેતા બહેનોને જઇંઊ ટીમ, પી.બી.એસ.સી., 181 અભયમ તથા મહિલાઓને લગતા કાયદાઓ જેવા કે પોકસો એક્ટ-2012, કામના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી અધિનિયમ-2013, દહેજ પ્રતિબંધક અધિનિયમ-1961, ડોમેસ્ટીક વાયોલન્સ એકટ-2005, ભરણપોષણને લગતી જોગવાઈ, આઈ.પી.સી.ના અન્ય ગુનાઓ વિશે તથા સેલ્ફ ડીફેન્સ વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. સાઇબર ક્રાઇમ અવેરનેસ, વ્યસનમુક્તિ અને ટ્રાફિક અવેરનેસ વિશે પણ બહેનોને સમજ આપવામાં આવી હતી. બહેનોને કેરીયર કાઉન્સેલિંગ અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે નારી સંરક્ષણ ગૃહ ખાતે રહેતા બહેનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આશ્રિત બહેનો માટે આયોજિત મહેંદી સ્પર્ધામાં બહેનોએ હોંશભેર ભાગ લઈ નેતૃત્વ દિવસની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ તથા નારી સંરક્ષણ ગૃહના મેનેજર ગીતાબેન ચાવડા તથા 181 અભયમના કાઉન્સેલર જીનલબેન તથા ડબલ્યુ.પી.સી. સુધાબેન ઉપસ્થિત રહ્યા હતા.