ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં 74માં વન મહોત્સવની ઉજવણી એન.બી.કાંબલીયા ક્ધયા વિદ્યાલય ખાતે મેયરની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. જેમાં 74માં વન મહોત્સવની ઉજવણીમાં મેયર ગિતાબેન પરમાર અને નાયબ વન સરક્ષક ડો.મોહન રામ અને સ્ટેન્ડીંગ ચેરમને હરેશ પરસાણા તથા ક્ધયા વિદ્યાલયના આચાર્ય કે.એલ.બારીયા સહિતના મહાનુભાવોઓનું વૃક્ષના કુંડા આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને આગેવાનો દ્વારા ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીઓને વન અને પર્યાવરણનું જતન કઇ રીતે થાય તે વિશેની સમજણ અપાઇ હતી.
હાલના સમયમાં ગ્લોબલ વોર્મીંગની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. ત્યારે આજના સમયમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જનત કરવુ જરૂરી છે અને તેની સાથે હરિત ક્રાંતી થકી પર્યાવરણની જાણવણી થશે.