– 73 વર્ષના ઓલિવિયા બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતા
’70ના દાયકાની લોકપ્રિય પોપ સ્ટાર અને ચાર-ચાર ગ્રેમી એવોર્ડ વિજેતા એકટ્રેસ અને સિંગર ઓલિવિયા ન્યુટન જોનનું લાંબી બીમારી બાદ 73 વર્ષની વયે નિધન થયું છે. તેમના પતિ જોન ઇસ્ટરલિગ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી નિધનને પુષ્ટિ આપી હતી. સિંગરનું નિધન દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત તેના નિવાસે થયું હતું.
- Advertisement -
પતિ જોને વધુમાં જણાવ્યું હતું કે ઓલિવિયા છેલ્લા 30 વર્ષથી બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતા. 90ના દાયકાની શરુઆતમાં અને 2017માં કેન્સરનો સામનો કર્યા બાદ આ તેમનું ત્રીજુ કેન્સર ડાયગ્નોસીસ હતું. કેન્સરના કારણે ઓલિવિયાએ તેના શો કેન્સલ કરવા પડ્યા હતા. ઓલિવિયાએ બાળ કલાકાર તરીકે જ પર્ફોમન્સ આપવાનું શરુ કર્યું હતું. 1971માં તેને પહેલીવાર મોટી સફળતા ‘ઇફ નોટ ફોર યુ’ ગીતથી મળી હતી. 1973માં તેને ‘લેટ મી બી ધેર’ ગીત માટે પહેલો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.