વર્લ્ડની નંબર વન અમેરિકી ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ટેનિસમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. જોકે તેઓ તેમની છેલ્લી મેચ યુએસ ઓપનમાં રમશે.
40 વર્ષીય અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ હવે ટેનિસમાંથી વિદાય લેવા માગે છે. ટેનિસની દુનિયામાં સેરેનાનો જોટો જડે તેવો નથી. પરંતુ હવે તેને લાગી રહ્યું છે તેની નિવૃતીનો સમય આવી ગયો છે અને તે પ્રમાણે તેણે જાહેર કરી દીધું છે.
- Advertisement -
ઓગસ્ટના અંતમાં યુએસ ઓપનમાં છેલ્લી મેચ રમશે
ટેનિસ લેજન્ડ સેરેના વિલિયમ્સે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સેરેનાએ મંગળવારે કહ્યું કે, તે ટેનિસથી દૂર જઈ રહી છે અને આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલી યુએસ ઓપન બાદ ટેનિસ કરિયરને અલવિદા કહેવાની યોજના ધરાવે છે. એક વર્ષ સુધી ટેનિસ કોર્ટમાં ગેરહાજર રહ્યા બાદ જૂનમાં રમાયેલી વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ મારફતે તેણે સિંગલ્સ ઈવેન્ટમાં પુનરાગમન કર્યું હતુ. સેરેનાએ પુનરાગમન કર્યા બાદ સોમવારે તેની માત્ર બીજી સિંગલ્સ મેચ રમી હતી. તે મેચ ટોરન્ટો ઓપનની હતી જ્યાં સેરેનાએ સ્પેનની નુરિયા પારીજાસ ડિયાઝને હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું.
Tennis legend Serena Williams announces retirement
Read @ANI Story | https://t.co/LxbYktDMbK#SerenaWilliams #Tennis #AmericanTennisLegend pic.twitter.com/tPaLw2jUMZ
- Advertisement -
— ANI Digital (@ani_digital) August 9, 2022
સોશિયલ મીડિયા પર નિવૃતીના સમાચાર આપ્યાં
40 વર્ષીય સેરેનાએ સોશિયલ મીડિયા પર નિવૃતીના સમાચાર આપતા લખ્યું કે તે હવે ટેનિસ કારકિર્દીના આખરી તબક્કે ઉભી છે. સેરેનાએ કહ્યું, “મને નિવૃત્તિ શબ્દ ક્યારેય ગમ્યો નહીં. તે મને આધુનિક શબ્દ જેવું લાગતું નથી. હું તેને સંક્રમણ તરીકે જોઉં છું, પરંતુ હું તે શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે સંવેદનશીલ બનવા માંગું છું. હું શું કરવા જઈ રહી છું તેનું વર્ણન કરવા માટે કદાચ શ્રેષ્ઠ શબ્દ વિકાસ છે.
હવે ટેનિસથી દૂર જવા માગું છું- સેરેનાએ લખ્યું
સેરેનાએ આગળ લખ્યું કે હું તમને એ કહેવા માટે અહીં છું કે હું ટેનિસથી દૂર અન્ય બાબતો તરફ આગળ વધી રહી છું જે મારા માટે મહત્વની છે.” થોડાં વર્ષો પહેલાં મેં ચૂપચાપ સેરેના વેન્ચર્સ ફર્મ શરૂ કરી હતી. તે પછી તરત જ, મેં મારા કુટુંબને સ્થાયી કર્યું. હું એ વેન્ચરનો વિકાસ કરવા માગું છું.
Serena Williams said that she is "evolving away from tennis" as she detailed her upcoming retirement from the sport: Reuters
(file pic) pic.twitter.com/fLdpkh6nZ8
— ANI (@ANI) August 9, 2022
સેરેનાના નામે 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ
સેરેના વિલિયમ્સે તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ 2017માં જીત્યું હતુ. સેરેના અત્યાર સુધીમાં 23 સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકી છે અને તે માર્ગારેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરવાથી એક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ દૂર છે. વર્ષ 2017માં પુત્રી ઓલિમ્પિયાને જન્મ આપ્યા બાદ તે ચાર વખત ફાઈનલમાં પ્રવેશવા છતાં આ સિદ્ધિ હાંસલ કરવાનું ચૂકી ગઈ હતી.