By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    5 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    4 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    4 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    5 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્રની લોક્સંસ્કૃતિનું કેન્દ્ર આકાશવાણી: આકાશવાણી રાજકોટનો 70માં મંગલ વર્ષમાં પ્રવેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્રની લોક્સંસ્કૃતિનું કેન્દ્ર આકાશવાણી: આકાશવાણી રાજકોટનો 70માં મંગલ વર્ષમાં પ્રવેશ
રાજકોટ

સૌરાષ્ટ્રની લોક્સંસ્કૃતિનું કેન્દ્ર આકાશવાણી: આકાશવાણી રાજકોટનો 70માં મંગલ વર્ષમાં પ્રવેશ

Khaskhabar Editor
Last updated: 2024/01/03 at 4:31 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

રાજકોટ અનેક માધ્યમોની વચ્ચે પણ અડીખમ પ્રસારણ સારથી આકાશવાણી રાજકોટ

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે: લાખો શ્રોતાઓનું પ્રેમનું હુંફાળુ કેન્દ્ર તા.4થી જાન્યુઆરી 2024ના રોજ 70માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે

- Advertisement -

આકાશવાણી રાજકોટ સ્ટેશન મીડીયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કી.હર્ટઝ પરથી 800 રેડીયલ માઈલ સુધીના પ્રસારણ વડે 4 કરોડથી વધુ વસતીને કવર કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ, શ્રી જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. આજે 69 વર્ષના લાંબા સમયગાળા બાદ પણ લાખો શ્રોતાઓના હૃદયમાં પ્રેમથી મનભાવન રાજકોટ આકાશવાણી કેન્દ્ર અનેક ઉતાર-ચડાવ પછી પણ અડીખમ છે.
ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જયારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.આજે રાજકોટ આકાશવાણી કેન્દ્રનો 70મો સ્થાપના દિવસ છે અને તેના ભાગરૂપે વિવિધતાસભર અનેક કાર્યક્રમો દ્વારા રાજકોટ આકાશવાણી કેન્દ્ર ઉત્સાહભેર ઉજવણી કરવા જઇ રહ્યું છે. રાજકોટના રેડિયો સ્ટેશનની સ્થાપનાનો એક રોચક ઇતિહાસ છે.
રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે 1 કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. રાજકોટ સ્ટેશનથી સૌપ્રથમ પ્રસારિત થનાર કાર્યક્રમ ગામનો ચોરો હતો. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને 13 જુલાઇ 1987માં 300 કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ, જેના દ્વારા ખેતીવિષયક, શૈક્ષણિક અને મનોરંજક પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે. હાલ રાજકોટથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ કરવામાં આવે છે. અને રાજકોટ આકાશવાણીનું પ્રસારણ હાલ અત્યાધુનિક ઉછખ ટ્રાન્સમીટર પરથી પણ થઈ રહ્યું છે.
પ્રવર્તમાન સમયમાં પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર 69 વર્ષ બાદ પહેલા જેવી જ લોકપ્રિયતા ધરાવે છે, ઉપરાંત સૌનિકો, ખેડૂતો, મહિલાઓ,બાળકો અને યુવાનોમાં પણ આકાશવાણી રાજકોટ વર્ષોથી જાણીતું ને માનીતું રહ્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર ટેક્નોલોજી અને સોશીયલ મિડીયામાં કદમથી કદમ મેળવીને અગ્રેસર છે, આકાશવાણી રાજકોટનું ફેસબુક પેઇજ 3500થી વધુ લાઇક્સ ધરાવે છે, આ ઉપરાંત શ્રોતાઓ ડિજીટલ પ્લેટફોર્મ પર ગયૂતઘક્ષઅશિ નામની એપ પર આંગળીના ટેરવે હવે રાજકોટ આકાશવાણી કેન્દ્ર તેમજ વિવિધભારતી અને દેશભરના અન્ય સ્ટેશનો પર પ્રસારીત થતા કાર્યક્રમો માણી શકે છે.તો બીજી બાજુ અઊંઅજઇંટઅગઈં છઅઉંઊંઘઝ નામની આકાશવાણી રાજકોટની યુ-ટ્યુબ ચેનલ પણ કાર્યરત છે જેના 20,000થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. જ્યાં દરરોજ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા તમામ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવી રહ્યા છે, સાથે શ્રોતાઓને આકાશવાણી રાજકોટના જૂના અને લોકપ્રિય કાર્યક્રમો ત્યાં સાંભળવા મળી રહ્યા છે. આ તમામ કાર્યક્રમો ડિજીટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આકાશવાણી રાજકોટના તકનીકી ,વહીવટી, અને કાર્યક્રમની ટીમનો સિંહફાળો છે.
આકાશવાણી રાજકોટ ના કેન્દ્ર અધ્ય્ક્ષ મમલ (યક્ષલ) શ્રી રમેશચંદ્ર અહિરવાર , ઉપ નિદેશક તકનીકી શ્રી પ્રવીણ ભંખોડિયા કાર્યક્રમ અધ્યક્ષ શ્રી હિતેષ માવાણી , પ્રશાસનિક અધિકારી ભાવેશ ચૌહાણ અને સહયોગી ટીમ આ મંગલમય દિવસે, સ્ટાફ, કર્મચારી મિત્રો અને શ્રોતાઓને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવે છે.
આકાશવાણી રાજકોટ કેન્દ્રને અત્યાર સુધી 30થી વધુ રાષ્ટ્રિય એવોર્ડ મળેલ છે 3 વર્ષ પહેલાતો એક જ વર્ષમાં પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળતા રાજકોટનું નામ સમગ્ર દેશમાં રોશન કરેલ છે. 2019ના વર્ષે સંત શ્રી મોરારીબાપુના વરદ્ હસ્તે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ એવોર્ડ પણ મળેલ હતો.
આકાશવાણી રાજકોટ કેન્દ્રનાં કેટલાક મહત્વનાં કાર્યક્રમો જૂની પેઢી-નવી પેઢીને સાંકળે છે ત્યારે અર્ચના-રત્નકણીકા, સહિયર , સંતવાણી, સોનાવાટકડી, ગામનો ચોરો, જયભારતી, યુવવાણી, બાલસભા જેવા વિવિધ કાર્યક્રમો શ્રોતાઓને આજેય મનોરંજન પૂરું પાડી રહ્યા છે. સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિ ને રાસ-ગરબા-ભજનોને આજે પણ આકાશવાણી-રાજકોટ કેન્દ્રએ જીવંત રાખ્યા છે
આકાશવાણી રાજકોટનાં 3 પાયાના પથ્થર એટલે તંત્ર, મંત્ર અને યંત્ર . તંત્ર એટલે કે વહીવટી પાંખના મિત્રો કે જેમાં વરિષ્ઠ પ્રશાસન અધિકારી ભાવેશ ચૌહાણ અને પ્રશાસન અધિકારીઓ શ્રી વિજયસિંહ પરમાર અને શ્રી જયેશ બેનાણી ના નેતૃત્વ માં સ્ટાફની ,શ્રોતાઓની,વકતાઓની અને કલાકારોની આર્થીક,વહીવટી અને અન્ય વ્યવસ્થાઓ જોવાઈ રહી છે. મંત્ર એટલે આકાશવાણી રાજકોટનો કાર્યક્રમ વિભાગ કે જે અવનવા કાર્યક્રમોના નિર્માણ દ્વારા શ્રોતાઓ માટે માહિતી અને મનોરંજન પુરા પાડે છે. વર્તમાન કાર્યક્રમ અધ્યક્ષ શ્રી હિતેષ માવાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ અધિકારીઓ પ્રેરક વૈદ્ય ( ગુજરાતી સાહિત્ય ), ઓજસ મંકોડી (વિજ્ઞાપન પ્રસારણ)સુધીર દત્તા
(સંકલનને ગ્રામ્ય પ્રસારણ તથા આરોગ્ય વિભાગ) અટલ શર્મા (સંગીત કાર્યક્રમો) અને ભરત કરમટા
( યુવવાણી વિભાગ ) તથા મ્યુઝિક કમ્પોઝર ડો. ભરત પટેલ (સંગીત નિયોજન) સમગ્ર કાર્યક્રમોની ને પ્રસારણની ધુરા સંભાળી રહ્યા છે.જયારે શ્રોતાઓ સુધીના માઈક્રોફોન યાત્રીઓ તરીકે શ્રી રાજુ યાજ્ઞિક અને શ્રી ઉદય મેઘાણી જવાબદારી સંભાળી રહ્યા છે. જયારે યંત્ર પાંખ માં ઉઉૠ શ્રી અહિરવાર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપ નિદેશક તકનીકી શ્રી પ્રવીણ ભંખોડિયા , આસિસ્ટન્ટ એન્જીનીયરો સુ.શ્રી આશા ત્રિવેદી , શ્રી દીપક ચોરસિયા અને શ્રી નિગમ ઉપાધ્યાય સમગ્ર પ્રસારણનું યાંત્રિક માળખું જોઈ રહ્યા છે.
આકાશવાણી રાજકોટ ના 68માં સ્થાપના દિવસને અનુલક્ષી ને અનેક વિધ રસપ્રચુર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.4 થી જાન્યુ.ને ગુરુવાર ના રોજ સવારે 10 વાગ્યે બાલસભા ના સંભારણા તથા બપોરે 12.30 વાગ્યે સહિયર કાર્યક્રમમાં નારીજગત ના સંભારણા રજુ થઇ રહ્યા છે. જયારે અન્ય સમયે બીજા વિશેષ કાર્યક્રમો પણ પ્રસારિત થશે જેમાં રાત્રે 10 વાગ્યે સંગીત નિયોજક ડો.ભરત પટેલ પ્રસ્તુત વિશેષ સાંગીતિક કાર્યક્રમ રજુ થશે.

You Might Also Like

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

TAGGED: Akashvani, folkculture, Rajkot, saurashtra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરના કાલાવડ રોડ પર દેખાયો દીપડો, જડ્ડુસ ઓવરબ્રિજ પાસેથી પસાર થતો CCTVમાં કેદ
Next Article ચાર વર્ષ પછી CAA લાગુ કરવાની જોરશોરથી તૈયારી, ચૂંટણીની જાહેરાત પહેલા કાયદો અમલમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?