By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    15 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    13 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    13 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    13 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    13 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    13 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    16 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    14 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    14 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    14 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આંદોલનોમાંથી નિપજે છે હળાહળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > આંદોલનોમાંથી નિપજે છે હળાહળ
Kinnar Acharya

આંદોલનોમાંથી નિપજે છે હળાહળ

Khaskhabar Editor
Last updated: 2024/04/11 at 6:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

આંદોલનોથી ક્રાન્તિ ભાગ્યે જ સર્જાય છે, ઝાઝાં ભાગે તો બટકણા નેતાઓ
જ જન્મે છે…

ગુજરાતીમાં કહેવત છે: કાચાં કાનનું તે નહીં સાનનું. આંદોલનો થાય છે, યુવાઓ અને મંદમત્તિ લોકોને એક પ્રવૃત્તિ મળે છે. માસ હિસ્ટિરિયા જેવું વાતાવરણ સર્જાઈ જાય છે. આંદોલનનાં સૌથી નીચેનાં સ્તરનાં જે લોકો હોય- એ જ માનતા હોય છે કે, તેઓ કોઈ ક્રાન્તિ કરી રહ્યાં છે. બાકીનાં બધાં દાઢી-મૂંછમાં ખડખડાટ હસતાં હોય છે- એ અટ્ટહાસ્ય બાઘાભાઈઓને જ દેખાતું નથી- આપણને સૌને દેખાય છે.

- Advertisement -

જન લોકપાલ આંદોલન થયું ત્યારે ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનનાં કાર્યકરો માથે ધોળી ટોપી પહેરીને હિલોળે ચડ્યાં હતાં. ટોપીની માથે લખ્યું હતું : મૈં ભી અન્ના. લાખો અન્ના પોઢી ગયા. ઓરિજનલ અન્ના પણ ઓઝલ થઈ ગયા. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન હવે ઈન્ડિયા વિથ કરપ્શન થઈ ગયું. અન્ના ગયા, એંઠવાડ વધ્યો. અન્નાનાં માસ્ક પહેરીને ફરતા લોકોનાં અસલી મુખારવિંદ ભારે ભૂંડા હતાં, શીળીવાળા, કદરૂપા, કોઢિયા હતાં. અન્ના આંદોલનમાંથી શું જન્મ્યું? નકરું ઝેર. બધા સમુદ્રમંથનમાંથી અમૃત નીકળતું નથી. દેશ આખો વલોવી નાંખ્યો અને છેવટે નિષ્પન્ન થયાં બે’ક ડઝન ભ્રષ્ટ રાજકારણીઓ, ડાબેરી નેતાઓ, ખાલિસ્તાન સમર્થક સત્તાધિશો અને ઈસ્લામિક અંતિમવાદને પ્રોત્સાહન આપતું ટોળું – એક એવો સમૂહ- જેને અરાજકતા પ્રાણ કરતાં વધુ પ્યારી છે.

આ જગતની માલીપા જેટલાં મોટાં આંદોલનો થયાં તેનો અંજામ આવો જ આવ્યો છે. બહુ છેટે જવાની જરૂર નથી: પાટીદાર અનામત આંદોલન યાદ કરો. સમજુ લોકો સમજાવી-સમજાવી ને લંઘાઈ ગયા કે, રસ્તા પર ઉતર્યા છે એ બધાં ગામનો ઉતાર છે. કોણ સમજે? ડઝને’ક પાટીદારોની લાશને હાર્દિક પટેલે પોતાનાં રથ સાથે જોડી અને એ ધારાસભ્ય પણ બની ગયો. ગુજરાતનું કિસ્મત ખરાબ હશે તો કાલે કદાચ મંત્રી પણ બની જશે. અલ્પેશ ઠાકોરનું શું થયું? એણે પણ કરિઅર બનાવી લીધી. જીજ્ઞેશ મેવાણી? આંદોલનનો ભરપૂર, મેક્સિમમ લાભ લીધો. પાટીદારો, ઠાકોર, દલિતો તડકે મૂકાઈ ગયા, આંદોલનકારીઓ સૂકાઈ-મૂરઝાઈ ગયા. અને આ ત્રિપૂટી બાગબાગ થઈ ગઈ. જેને 50 રૂપિયાવાળા છોટા રિચાર્જનાં પણ ફાંફાં હતા તેની પાસે ફોર્ચ્યુનર આવી ગઈ, બંગલાઓ બની ગયા અને ટેસડાં જ ટેસડાં. લાઈફ આખી રીટાયર્ડ કલેકટર જેવી બની ગઈ. કશું જ કરવાનું નહીં, ભેગું કર્યું હોય એમાંથી ખાવાનું.

લેટેસ્ટ ઉદાહરણ છે કરણી સેનાનાં રાજ શેખાવત. પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય આંદોલનમાં આ ભાઈએ બહુ કકળાટ કર્યો છે. ગઈકાલે વાત બહાર આવી છે કે, રૂપાલા મુદ્દે ભાજપમાંથી એમણે રાજીનામું આપ્યું એ પહેલાં જ રાજસ્થાનની ઝુનઝુનુ બેઠક પરથી તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતાં. અને આ ઉમેદવારી કોનાં ટેકાથી કરી? બહુજન મુક્તિ પાર્ટીનાં અને બામસેફના સપોર્ટથી! આ એ જ બામસેફ છે જેનું સનાતનવિરોધી સ્ટેન્ડ દેશજાહેર છે. તેનાં અધ્યક્ષ સનાતન-હિંદુ ધર્મ વિરૂદ્ધ ટિપ્પણી હજાર વખત કરી ચૂક્યાં છે. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો દિન તેમણે કાળો દિવસ ગણાવ્યો હતો. શેખાવતે બામસેફના અધ્યક્ષ વામન મેશ્રામને વંદન કરતો ફોટો પણ ખેંચાવ્યો. શું આ ક્ષાત્રધર્મ છે?

- Advertisement -

ક્ષાત્રધર્મ શું છે? સનાતન ધર્મનાં રક્ષણ કાજે ક્ષત્રિયોએ શત્રુઓના માથા વધેર્યા છે અને પોતાનાં શિર પણ આપ્યા છે. સત્તાનો જઠરાગ્નિ શું એટલો પ્રબળ બની ગયો કે, પોતાનો ક્ષાત્રધર્મ પણ સળગાવી નાંખ્યો? આંદોલનોમાંથી આવું બધું જ નિપજતું હોય છે. એક વિચાર નાનાં સમૂહ પૂરતો હોય ત્યાં સુધી ઠીક છે, ટોળાંઓ હંમેશા સત્યાનાશ અને અરાજકતા નોતરે છે. નાને ભડકે દિવાળી હોય અને મોટે ભડકે હોળી. શેખાવતે બામસેફ સાથે મોવાળે ગાંઠ્યું બાંધી એ ઘટના જ પુરાવો છે કે, તેઓ ક્ષાત્રવટ માટે નહીં, સ્વયં માટે ઉપાડો લઈ રહ્યાં છે. કોઈએ સત્ય જ કહ્યું છે: કર્મ છૂપે નહીં ભભૂત લગાયે.

You Might Also Like

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

TAGGED: agitation, agitations
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં 2500 વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ
Next Article ‘APP છે ભ્રષ્ટ અને ઘોર દલિતવિરોધી’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Kinnar Acharya

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?