By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    2 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    2 days ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    2 days ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    14 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    2 days ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    2 days ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    2 days ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    14 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
Author

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

Khaskhabar Editor
Last updated: 2026/03/14 at 5:06 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

ઈરાન અમેરિકા યુદ્ધને લીધે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ નામનો જળમાર્ગ પ્રભાવિત થયો છે અને આખા જગતમાં પેટ્રોલ અને ગેસની સપ્લાયમાં રૂકાવટ આવી છે

પેટ્રોલ અને ગેસ જ નહિ પણ આપણે વાપરીએ છીએ એમાંથી મોટાભાગની વસ્તુઓ(અથવા એને બનાવવાનો કાચો માલ) કોઈ ને કોઈ માલવાહક જહાજના ક્ધટેનરમાં ભરાઈને આપણા સુધી પહોંચી હોય છે!!

- Advertisement -

બીજિંગ (ચાઇના)માં બનેલું એક ટીશર્ટ અમેરિકાના મોલમાં પહોચાડવાનો ખર્ચ કેટલો થાય ?
પચાસ રૂપિયા? સો રૂપિયા? દસ રૃપિયા??

ના…. માત્ર નેવું પૈસા. (પૂરો એક રૂપિયો પણ નહિ) !!!

આ શક્ય બન્યું છે ક્ધટેનર ક્રાંતિને લીધે! જગત આખાનો જે વેપાર થાય છે એમાં એંસી ટકા આસપાસ વેપાર આજેપણ જળમાર્ગ દ્વારા થાય છે . ક્રૂડ, ગેસ, કોલસો વગેરે સ્પેશિયલ પ્રકારના ટેન્કર દ્વારા પહોંચે છે જ્યારે અન્ય માલસામાન ટી ઇ યુ (ટ્વેન્ટી ફૂટ ઇકવિવેલેન્ટ યુનિટ) તરીકે ઓળખાતા સ્ટાન્ડર્ડ માપના ક્ધટેનર દ્વારા મોકલવામાં આવે છે.

- Advertisement -

આજે પણ ગ્લોબલ વેપાર જળમાર્ગ ઉપર નભે છે. પરંતુ હમણાં લગભગ 1956 સુધી આવું નહોતું. ત્યા સુધી આંતરરાષ્ટ્રીય વેપાર જળમાર્ગ થી થતો ખરો પણ એ માંદા માણસના જીવન જેવો સુસ્ત હતો.

આ માંદલા વેપારમાં પ્રાણ પૂર્યા માલ્કમ મેકલીન નામનાં એક અમેરિકન સંશોધક કમ વેપારી કમ ઉદ્યોગપતિ એ.. થયું એમ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં ફૂલગુલાબી તેજી આવી. યુરોપ સહિત આખા જગતને માલ બનાવીને પહોંચાડવાની સુવર્ણ તક અમેરિકાને મળી. જે એણે ઝડપી લીધી અને આખા જગતની સંપતિ અમેરિકામાં જમાં થવા લાગી , સમય જતાં આ એકચક્રી રાજને લીધે અમેરિકા મહાસત્તા અને ડોલર આંતરરાષ્ટ્રીય કરન્સી બનવાનું હતું.

પણ માલની માંગ સામે જે લોજિસ્ટિક વ્યવસ્થા હતી તે સાવ જુનવાણી અને થકવી દેનારી હતી. માલવાહક જહાજોમાં માલ (કપડાં, શસ્ત્રો, દારૂ, ચાય વગેરે કાંઇપણ) મજૂરો દ્વારા ભરવામાં આવતો. વળી જ્યા તે પહોંચે ત્યાં પણ અનેક મજૂરો દિવસો સુધી એને ઉતારે. વળી બીજા વાહનમાં લોડ કરે.. આ બધું સાવ બિન કાર્યક્ષમ અને સમય નાણાં બેયનો બગાડ કરનારું હતું.

માલ્કમ મેકલીનને થયું કે માલવાહક જહાજોમાં વસ્તુઓ ભલે અનેક જાય પણ એની માટે જે ક્ધટેનર હોય તે એવા હોવા જોઈએ કે તે સીધા ટ્રકની ઉપર ગોઠવાઈ શકે. એણે એવા ક્ધટેનર બનાવ્યા.

ધીમે ધીમે જહાજોમાં ક્ધટેનર ની સંખ્યા વધતી ચાલી. સમય જતાં આ ક્ધટેનર ની સાઈઝ ને એક કોમન માપ આપી દેવાયું જેથી બધા પોર્ટ ઉપર બધી કંપનીઓના ક્ધટેનર સરળતાથી લોડ કે અનલોડ થઈ શકે.

આ આઈડિયા ભલે સાધારણ હતો પણ એણે આખા જગતની દશા દિશા બદલી નાખ્યાં!!
સ્ટાન્ડર્ડ માપ વાળા ક્ધટેનર બનવાને લીધે હવે એની માટે વિશાળ ક્રેન બનવા લાગી. હવે મોટાભાગના પોર્ટ ઉપર માણસો ની જરૂર સાવ નહિવત હોય છે. પોર્ટ ઉપર મજૂરોનો તો કોઈ ખપ નથી રહ્યો.

આ નાનકડા વિચારે કેવું પરિવર્તન કર્યું એનો એક દાખલો આપીએ તો અમેરિકન કપાસને ચીન મોકલીને ત્યાં ટીશર્ટ બનાવીને અમેરિકા પાછું મોકલવાનો ખર્ચ એટલો ઓછો પડવા લાગ્યો કે અમેરિકન કાપડ મિલો બંધ પડવા લાગી.

અમેરિકાનું મોટાભાગનું પ્રોડક્શન હવે ચીન મલેશિયા બાંગ્લાદેશ જેવા દેશો કરવા લાગ્યા. વિશાળ ને વિશાળ માલવાહક જહાજો નિર્માણ થવા લાગ્યા.

એક હોંગકોંગ એકસપ્રેસ નામનાં જર્મન વહાણનો દાખલો લઈએ. આ બારસો ફૂટ લાંબુ માલવાહક જહાજ ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે સતત બે મહિના યાત્રા કરે છે, અગિયાર પોર્ટસ ની મુલાકાત કરે છે .. જર્મનીથી ઇંગ્લેન્ડ અને ત્યાંથી છેક સિંગાપોર. સિંગાપોરથી કોરિયા અને ત્યાંથી ચીન અને ત્યાંથી માલ લઈને ફરી સિંગાપોર અને ત્યાંથી યુરોપ પરત.. આવડી મોટી , લગભગ વીસ હજાર કીમિથી વધુની યાત્રા બે મહિનામાં પૂર્ણ કરે છે.

બોઇંગના જેટ પ્લેનના પાર્ટ્સ આખા જગતમાંથી બનીને આવા વિશાળ માલવાહક જહાજોમાં એની ફેકટરી પર પહોંચે છે. આખી પ્રોસેસ એટલી ફાસ્ટ અને કાર્યક્ષમ છે કે પરિવહન ખર્ચ સાવ નગણ્ય થઈ ગયો છે. હવે પ્રોડક્શન ક્યા થાય છે એનું કોઈ ખાસ મહત્વ નથી કેમકે માલવાહક જહાજોની ક્ધટેનર ક્રાંતિને લીધે કચો કે તૈયાર માલ ફટાફટ જગતને બીજે છેડે પહોંચી જાય છે.

ઘણાંને લાગે છે કે આજના યુગની ઝડપ સંદેશાવ્યવહાર , કમ્પ્યુટર વગેરેને આભારી છે પરંતુ એ સાવ સત્ય નથી. એક સામાન્ય માણસને આવેલા વિચારે ક્ધટેનર ની સાઈઝ અને ડીઝાઈન એવી રીતે બદલી કે ગ્લોબલાઈઝેશનના દરવાજા ખુલી ગયા અને વેપાર અનેક ગણો વધી ગયો.

આ આઇડિયાને કારણે અમેરિકન વેપાર ઉધોગોને જોકે ખાસ્સુ નુકસાન થયું સામે ચીન જેવા દેશો સમૃદ્ધ બનવા લાગ્યા.

આજે અમેરિકા ફરી પોતાના દેશમાં ઉદ્યોગગૃહો શરૂ કરવા માંગે છે, ચીન અમેરિકા સામે આંખો કાઢે છે.. આ બધી ઘટનાઓ પાછળ એક સામાન્ય સ્ટીલના વિશાળ ડબ્બાનો આઈડિયા કારણભૂત છે એવી કોઈને પણ શંકા જાય ??

You Might Also Like

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
Next Article વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?