ફાયર સેફટી, વીજ સુરક્ષા અને પ્રદૂષણ નિયમોના ધજાગરા
મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વગર વહીવટી તંત્ર દ્વારા સંકલિત તપાસ અનિવાર્ય
- Advertisement -
દેવભૂમિ દ્વારકા તાલુકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગનો વ્યાપ ઉત્તરોત્તર ખૂબ જ ફલ્યોફાલ્યો છે. માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા આ ક્ષેત્રમાં પકડાયેલી માછલીઓને તાજી રાખવા અને સંગ્રહ કરવા માટે
બરફની આવશ્યકતા સૌથી અનિવાર્ય અંગ છે. માછીમારીની સીઝન દરમિયાન બરફની સતત રહેતી ભારે માંગને કારણે દ્વારકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડઝનબંધ બરફના કારખાનાઓ (આઈસ પ્લાન્ટ્સ) ધમધમી રહ્યા છે.
કોઈપણ ઔદ્યોગિક એકમ કે કારખાનું જ્યારે સ્થપાય છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ફાયર વિભાગ, શ્રમ વિભાગ અને ઔદ્યોગિક સલામતી તેમજ સ્વાસ્થ્ય કચેરીમાંથી વિવિધ પ્રકારની મંજૂરીઓ અને એનઓસી મેળવવાની હોય
છે તથા તેના સંચાલન દરમિયાન કાયદાકીય નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું ફરજિયાત હોય છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે અનેક આઈસ પ્લાન્ટ્સમાં સરકારી નિયમો અને સલામતીના માપદંડોનો ખુલ્લેઆમ ઉલાળિયો
કરવામાં આવી રહ્યો છે, જે કારખાનામાં કામ કરતા અસંખ્ય શ્રમિકો અને આસપાસ વસવાટ કરતા નાગરિકો માટે ગંભીર જોખમ નોતરી રહ્યો છે. આઈસ પ્લાન્ટ્સમાં મોટા પાયે એમોનિયા આધારિત રેફ્રિજરેશન સિસ્ટમનો ઉપયોગ
કરવામાં આવે છે. એમોનિયા એક અત્યંત જવલનશીલ અને ઝેરી ગેસ છે. જો આવા પ્લાન્ટ્સમાં ટેકનિકલ ખામી સર્જાય અથવા યોગ્ય જાળવણીના અભાવે ગેસ લીકેજ થાય, તો તેની ઘાતક અસરો માત્ર પ્લાન્ટની અંદર કામ
કરતા કામદારો પર જ નહીં, પરંતુ આસપાસની રહેણાંક સોસાયટીઓ અને વસાહતો સુધી ફેલાઈ શકે છે. ગેસ ગળતરના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણ અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ સર્જાવાની પૂરી સંભાવના રહે છે.
તેમ છતાં, મોટાભાગના આઈસ પ્લાન્ટ્સમાં ગેસ સંગ્રહની ક્ષમતા, લિકેજ ડિટેક્શન સિસ્ટમ, વેન્ટિલેશન અને કટોકટી વ્યવસ્થાપન (એમર્જન્સી રિસ્પોન્સ) અંગેના સુરક્ષા ધોરણોની કાગળ પર પણ યોગ્ય ચકાસણી થતી નથી.
સ્થાનિક અને જિલ્લા કક્ષાના સંબંધિત તંત્ર દ્વારા આવી જોખમી સિસ્ટમોની નિયમિત મોનિટરિંગ અને સેફ્ટી ઓડિટ ન થવું એ તંત્રની મોટી લાપરવાહી દર્શાવે છે. ઔદ્યોગિક એકમોમાં આગ કે અન્ય આકસ્મિક દુર્ઘટનાઓથી બચવા
માટે ફાયર સેફટીના નિયમોનું પાલન સર્વોપરી છે. પરંતુ આઈસ પ્લાન્ટ્સમાં ફાયર એનઓસી, પૂરતા પ્રમાણમાં અગ્નિશામક યંત્રો (ફાયર એક્સટિગ્વિશર્સ), ઇમરજન્સી એક્ઝિટ અને કામદારો માટે સુરક્ષા તાલીમના સાધનોનો
ભારે અભાવ જોવા મળે છે. અકસ્માત સમયે શ્રમિકોએ કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસવું તેની કોઈ જ પૂર્વ તૈયારી કે મોકડ્રીલ અહીં યોજાતી નથી.
આ ઉપરાંત, આઈસ પ્લાન્ટ્સમાં વીજળીનો વપરાશ અત્યંત વ્યાપક અને જોખમી હોય છે. સરકારી નિયમો અનુસાર દરેક કારખાનામાં સર્ટિફાઇડ વાયરમેન કે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર હોવો અનિવાર્ય છે. પીજીવીસીએલ
(PGVCL) દ્વારા આવા ઔદ્યોગિક એકમોના રોજેરોજના વીજ વપરાશના મીટર રીડિંગ લેવામાં આવે છે કે કેમ અને પાવર ચોરી અટકાવવા માટે કોઈ સઘન ચેકિંગ થાય છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જો યોગ્ય
સુપરવિઝન ન હોય તો શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગવાની અને ભારે જાનહાની થવાની ભીતી રહે છે. શ્રમ કાયદાના અમલીકરણની વાત કરીએ તો, કારખાનાઓમાં કામ કરતા કામદારોની અધિકૃત નોંધણી, હાજરી
પત્રકો, રોજગાર કરાર અને અન્ય શ્રમિક કલ્યાણકારી જોગવાઈઓનું પાલન મોટાભાગે કાગળો પર જ સીમિત રહે છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય કામદારોની પૂરતી પોલીસ તેમજ શ્રમ
વિભાગમાં નોંધણી કરાતી નથી. આ સાથે જ બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધક કાયદાની વિરુદ્ધ જઈને સગીર વયના બાળકો પાસે જોખમી કામો કરાવવામાં આવે છે કે નહીં તેની તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી છે.
પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આઈસ પ્લાન્ટ્સની ભૂમિકા ચિંતાજનક છે. બરફ ઉત્પાદનની પ્રક્રિયામાં ઠંડક જાળવવા માટે સોલ્ટવાળા ખારા પાણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જો આવા પ્લાન્ટ્સ દ્વારા જમીનમાં બોર અથવા
ખુલ્લા પ્લોટમાં છોડવામાં આવે, તો તેનાથી આસપાસની ફળદ્રુપ જમીન અને ભૂગર્ભજળ ગંભીર રીતે પ્રદૂષિત થાય છે. નિયમો વિરુદ્ધ ખારું કે પ્રદૂષિત પાણી સીધું કોઈપણ મોટી હોનારત કે જાનહાની સર્જાયા બાદ જાગૃત થઈને
કાર્યવાહી કરવા કરતા અકસ્માત સર્જાય જ નહીં તેવી આગોતરી વ્યવસ્થાઓ ગોઠવવી વધુ બુદ્ધિમત્તાપૂર્ણ છે. દ્વારકા તાલુકામાં ધમધમતા આઈસ પ્લાન્ટ્સમાં એમોનિયા ગેસ સુરક્ષા, ફાયર સેફટી, વીજ માળખું, શ્રમ કાયદા અને
પર્યાવરણીય ધોરણોની ચકાસણી માટે જિલ્લા વહીવટીતંત્ર, ફાયર વિભાગ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, શ્રમ કાયદા અધિકારી તથા GPCB દ્વારા એક સંયુક્ત ટીમ બનાવી સઘન અને નિષ્પક્ષ તપાસ અભિયાન
હાથ ધરવું જોઈએ.




