વરસાદી સીઝન પૂરી થતાં ખેડૂતોને પૂરતા વીજ દબાણ સાથે વીજળી મળી રહે તે માટે આયોજન કરવા સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે પીજીવીસીએલ વિભાગ મોરબીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પીજીવીસીએલ વિભાગની કામગીરી તથા પ્રગતિ અહેવાલ અને આગામી આયોજન અંગેની સમીક્ષા બેઠક રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલ કચેરી ખાતે યોજાઈ હતી.
- Advertisement -
આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલ વિભાગની કામગીરીનો ચિતાર મેળવી જણાવ્યું હતું કે, મોરબી પીજીવીસીએલની કામગીરી ખૂબ સારી છે. વધુમાં શનાળા તથા વાવડી ડિવિઝન હેઠળ વાડી વિસ્તારમાં વીજળી જોડાણો, મોટી બરાર સબ સ્ટેશન, નારણકા, ઘાંટીલા, ચકમપર વગેરે અંગેની વિવિધ રજૂઆતો અન્વયે ઝડપી યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી. વધુમાં વરસાદી સીઝન પૂરી થતાં ખેડૂતોને વીજળીની મુખ્ય જરૂર પડશે ત્યારે તેમને પૂરતા વીજ દબાણ સાથે વીજળી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવા પણ મંત્રીએ સૂચના આપી હતી.
આ ઉપરાંત નવરાત્રીના પર્વ અન્વયે પણ સુચારૂ વીજ માળખું જળવાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં પીજીવીસીએલના અધિકારીઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.