મહારાષ્ટ્ર પારસિંગના ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ હેરફેર થતો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં કોઈને કોઈ તરકીબો વડે રાજ્યમાં દરરોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે જેમાંથી માત્ર થોડા અંશે જ દારૂ પોલીસના હાથે ચડે છે. ત્યારે અવનવી મોડસ ઓપરેન્ડી થકી દારૂ ઘુસાડવાના વધુ એક કીમિયાનો સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉઘાડો પડ્યો હતો. જેમાં સાયલા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક નીકળવાનો હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના મળતા એલ.સી.બી ટીમ દ્વારા નેશનલ હાઈવે પર વોચ રાખી ઊભા હોય તેવા સમયે ગોસળ ગામના પાટિયા નજીકથી એક ટ્રક એમ.એચ 46 એ એફ 6307 નંબર વાળી નીકળતા તેને ઊભી રાખવી ટ્રકમાં તપાસ કરતા એક ચોરખાનું નજરે પડ્યું હતું આ ચોરખાનને કતારની મદદથી તોડી પડતાં અંદરથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ 1620 કિંમત 12,40,920/- રૂપિયાની મળી આવતા ટ્રક ચાલક રૂપરામ હેમરામ જાટ રહે: બાડમેર વાળાને ઝડપી લઇ તેની પાસેથી એક મોબાઇલ પાંચ હજાર, રોકડ 7950/- રૂપિયા તથા ટ્રક દશ લાખ રૂપિયા એમ કુલ મળી 22,57,870/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી રમેશકુમાર માંગરામ જાટ, ટ્રક માલિક તથા વિદેશી દારૂ મોકલનાર ઇશમ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.