By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    11 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    11 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    11 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    12 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    12 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા વૃદ્ધની હત્યાનો એક માસ પૂર્વે પ્લાન ઘડ્યો હતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા વૃદ્ધની હત્યાનો એક માસ પૂર્વે પ્લાન ઘડ્યો હતો
રાજકોટ

રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા વૃદ્ધની હત્યાનો એક માસ પૂર્વે પ્લાન ઘડ્યો હતો

Khaskhabar Editor
Last updated: 2025/06/09 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરીનું કામ કરતાં યુવક-યુવતી દાગીના જોઈ મોહી ગયા હતા

હત્યાને અંજામ આપી, વૃદ્ધના જ ઘરમાં સ્નાન કરી, કપડાં બદલાવી નીકળી ગયા
ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી આધારે લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલી નાખી તમામ મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં 70 વર્ષીય વૃદ્ધની લૂંટ વિથ મર્ડરની મિસ્ટ્રી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી છે. એક વર્ષ પહેલા ગોલ્ડલોનના નામે સંપર્કમાં આવેલી યુવતીએ જ તેના પ્રેમી સાથે મળીને વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા. પહેલા દાદાને વાતોમાં ફસાવ્યા ને જ્યારે તે ઊભા થઈને બીજી તરફ જવા ગયા ને પ્રેમીએ દાદા પર પાછળથી છરીનો ઘા ઝિંક્યો. જોકે, દાદાએ બચવા ઝપાઝપી કરીને છરી હાથમાં લઈ લીધી તો યુવતીએ પેટમાં છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટ વિથ મર્ડરના ડિટેકશન અંગે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે વૃદ્ધ બરકતભાઇ લાખાણીને લૂંટી લેવાનું કાવતરું યુવતીએ ઘડ્યું હતું. સ્નેહલબા બે બહેનમાં મોટી છે તેના પિતા પ્રતાપસિંહ બે શિફ્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે છતાં બંને પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનું માનતા હતા અને પુત્રી સ્નેહલબાને સિવિલ એન્જિનિયર બનાવવી હતી. નાની પુત્રીએ પણ તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષામાં 90થી વધુ ટકા મેળવ્યા હતા પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે સ્નેહલબાએ અગાઉ એક ખાનગી બેંકમાં નોકરી શરૂ કરી હતી અને તેમાં ગોલ્ડ પર લોન વિભાગમાં નોકરી કરતી હતી ત્યારે તેનો પરિચય એકલા રહેતા બરકતભાઇ સાથે થયો હતો છ મહિના પહેલાં તે ઇ-કોમર્સ કંપનીમાં નોકરી પર રહી હતી ત્યાં નોકરી કરતાં કિશન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો એક મહિના પહેલાં બંનેની નોકરી છૂટી ગઇ હતી પૈસાની જરૂરિયાત ઊભી થતાં સ્નેહલબા દ્વારા કાવતરું ઘડાયું હતું, તેણે બરકતભાઇ લાખાણી અંગે પ્રેમી કિશનને વાત કરી હતી અને તેને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો. બરકતભાઇ અને સ્નેહલબા એક વર્ષથી પરિચયમાં હતા. બંને એકબીજા સાથે મોબાઇલમાં ચેટિંગ કરતા હતા. હત્યાના ત્રણ દિવસ પહેલાં પણ સ્નેહલબા અને કિશન કાવતરાના ભાગરૂપે બરકતભાઇના ઘરે ગયા હતા અને થોડો સમય બેસી રવાના થઇ ગયા હતા. તા.6ના કાવતરાને અંજામ આપવા ફરીથી બરકતભાઇના ઘરે ગયા અને ઠંડા કલેજે વૃદ્ધની હત્યાને અંજામ આપ્યો હતો ક્રાઇમ બ્રાંચની ટીમે શનિવારે રાત્રે ધરમ સિનેમા સામેના કારડિયા રાજપૂત છાત્રાલયમાં રહેતા મૂળ જામજોધપુરના સતાપર ગામના કિશન માનસીંગ વાઢેર (ઉ.વ.22) અને તેની પ્રેમિકા કોઠારિયા સોલવન્ટ પાસેના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતી મૂળ તળાજાના છાત્રા ગામની સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ ઉ.22ની ધરપકડ કરી સોનાના દાગીના સહિત 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

બંનેએ એવી કબૂલાત આપી હતી કે શુક્રવારે સાંજે કિશન અને તેની પ્રેમિકા સ્નેહલબા વૃદ્ધ બરકતભાઇના ઘરે ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ ત્રણેય સાથે બેઠા હતા કિશન અને બરકતભાઇએ સાથે સિગારેટ પીધી હતી. ત્યારબાદ બરકતભાઇ પીવાનું પાણી લેવા માટે રસોડા તરફ ગયા હતા તે સાથે જ કિશન અને સ્નેહલબા પણ તેની પાછળ ચાલતા થયા હતા. નજીક પહોંચતા જ સ્નેહલબાએ કહ્યું હતું, ‘માર આને’ તે સાથે જ કિશને પાછળથી બરકતભાઇના મોઢે હાથ દઇ દીધો હતો અને તેને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. બરકતભાઇએ પણ પ્રતિકાર કર્યો હતો અને છરી પડાવી લીધી હતી, પરંતુ લોહી વહેવા લાગ્યું હતું તે સાથે સ્નેહલબાએ તેમની પાસેથી છરી આંચકી લઇ ફરીથી બરકતભાઇને છરીના ઘા ઝીંકી દીધા હતા ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી.બસિયા, પીઆઇ ડામોર અને પીએસઆઇ એ.એન.પરમાર સહિતની ટીમ મેદાને ઉતરી હતી. પોલીસે ઘટના સ્થળ નજીકથી સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. સીસીટીવીમાં એક્ટિવા પર પ્રેમીયુગલનું આવવું અને તેનું બરકતભાઇના ઘરેથી બહાર નીકળ્યા બાદ કપડાં બદલાઇ ગયાનું ફૂટેજમાં દેખાતા પોલીસ ચોંકી હતી ત્યારબાદ વધુ ફૂટેજ ચેક કર્યા તો આ યુગલ મુખ્ય માર્ગને બદલે શેરી-ગલીમાં જતું દેખાયું એટલું જ નહીં ધરમ સિનેમા નજીક તો યુવતીએ પોતાનો વધુ એક દુપટ્ટો બદલી નાખ્યો હતો આમ બંનેના કપડાં બદલવા અને સ્કૂટરની નંબર પ્લેટ વાળી દેવાની હરકત પોલીસને શંકાસ્પદ લાગી હતી અને બંનેને ઉઠાવી લઇ ભેદ ઉકેલી નાખ્યો હતો પ્રાથમિક પૂછતાછમાં બંને એક એક જોડી કપડાં લઈને ગયા હતા હત્યાને અંજામ આપી બંને તેના જ ઘરમાં નહાયા હતા અને કપડાં બદલીને પછી નીકળ્યા હતા વૃદ્ધની હત્યા અને લૂંટ ચલાવવાના ગુનામાં ઝડપાયેલા કિશન અને તેની પ્રેમિકા સ્નેહલબાએ શાતિર ગુનેગારને પણ પાછળ છોડી દે તેવી કબૂલાત આપી હતી, બંનેએ કહ્યું હતું કે, બરકતભાઇ પાસેથી સોનું લૂંટવા તેને મારી નાખવાનું નિશ્ચિત કર્યું હતું અને તે માટે પૂરી યોજના ઘડી હતી. બરકતભાઇના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ એક્ટિવા ઊભું રાખી તેની નંબર પ્લેટ વાળી નાખી હતી, જેથી સીસીટીવી કેમેરામાં નંબર પ્લેટ ન દેખાઇ, એટલું જ નહીં હત્યા કરતી વખતે લોહીના ડાઘ ઊડે તો કપડાં પરથી કોઇને શંકા ઉપજી શકે તેવી ગણતરી સાથે પ્રેમીયુગલ એક એક જોડી કપડાં સાથે લઇ ગયું હતું અને બરકતભાઇની હત્યા કર્યા બાદ બંનેએ કપડાં બદલાવી નાખ્યા હતા. ત્યારબાદ બરકતભાઇના ઘરેથી નીકળીને મુખ્ય માર્ગ પર સ્કૂટર ચલાવવાને બદલે શેરી-ગલીના માર્ગે ફરતા રહ્યા હતા જેથી સરકારી સીસીટીવી કેમેરામાં પોતે કેદ ન થાય.

- Advertisement -

You Might Also Like

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલાના વણકી ગામ નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
Next Article રાજકોટમાં બાળમજૂરીમાં પકડાયેલાં બંગાળી શખ્સના રિમાન્ડ આજે થશે પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?