ખાસ-ખબર સંવાદદાતા
તારીખ 15-10-21 અને 16-10-21ના બંને દિવસ સરગમ લેડીઝ કલબ, કપલ કલબ, સીનીયર સીટીઝન કલબ, જેન્ટસ કલબ અને આમંત્રિતો માટે હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં મુંબઈનું નાટક વેવાઈ ટ/જ વેવાઈ નાટક યોજાયું. તેના મુખ્ય કલાકારો અરવિંદભાઈ વેકરીયા, હેમંત ઝા, અમિતા રાજડા, હિમાંશુ શાહ, શિલ્પા પટેલ, ઉન્નતિ ગાલા, પાર્થ પટેલ, દેવાંગ કંકાલ વગેરે અભિનયના ઓજસ પાથર્યા હતાં. સમાજને ઘર કેમ ચલાવવું અને બચત કરીને કઈ રીતે વ્યવહાર કરવો તેમજ સાથે કોમેડી મારફત બધાને સારો મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાલા, મૌલેશભાઈ પટેલ, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, મીતેનભાઈ મહેતા, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, અલ્કાબેન ધામેલીયા, વૈશાલીબેન શાહ અને હેતલબેન થડેશ્ર્વરએ જહેમત ઉઠાવી હતી.



