તારીખ 13/7/2021ને મંગળ વારના રોજ રાજકોટ મુકામે જય મુરલીધર ફાર્મ હાઉસે ગુજરાતનું સૌથી વધુ 38000 થી વધુ સભ્યો ધરાવતું આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત ,રાજકોટના યજમાનપદે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતની રાજ્ય બેઠક યોજાઇ.જેમાં રાજ્ય ભર માંથી દરેક જિલ્લાના આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના જિલ્લા કન્વિનર અને જિલ્લા સહ કન્વિનર અને રાજ્ય કોર ટીમ ના રાજ્ય એડમીન પી.આઇ. રામ સાહેબ સુરેન્દ્રનગર, રાજ્ય સહ એડમિન મથુરભાઈ બલદાણિયા સુરત, રાજ્ય સહ એડમિન સંજય ભાઈ છૈયા અમદાવાદ રાજ્ય ટીમ નાં માર્ગદર્શકઓ અને જાણીતા કેળવણીકાર અને બિઝનેસ મેન ઘનશ્યામ ભાઈ હેરભા રાજય માર્ગદર્શક ડૉ.પ્રોફેસર જે.એસ.વાળા ગીર સોમનાથ, જાણીતા ઉદ્યોગપતિ ગાંધીનગર જિલ્લા માર્ગદર્શક નીતિનભાઈ ભાટિયા અમદાવાદ *વજસિભાઈ આંબલીયા ગાંધીનગર રાજ્ય માર્ગદર્શક મિલન ભાઈ કુવાડીયા ભાવનગર સહિત હાજર રહ્યા હતા.

- Advertisement -
આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરેલ કાર્યો ચર્ચા કરવામાં આવેલ તેમજ શ્રેષ્ઠ જિલ્લા કન્વિનર ઓન લાઇન વોટિંગ માં વિજેતા થયેલ કન્વિનરોને દ્વારકાધીશની છબી અને ખેશ પહેરાવી ને કોર ટીમ દ્વારા સન્માન કરવામાં આવેલ.જેમાં ગીર સોમનાથ પ્રથમ ક્રમે મોરબી દ્વિતીય અને દ્વારકા તૃતીય ક્રમે રહેલ સાથે સાથે માર્ગદર્શકઓ દ્વારા યુવાનોને આ ગ્રુપ વૈચારિક ક્રાંતિ છે એટલે શિક્ષિત યુવાનો એ સમાજ ઉત્કર્ષ માટે હકારાત્મક રીતે આગળ આવવું પડશે એવી ટકોર પણ કરી હતી. એડમિન પીઆઇ રામ સાહેબ એ આ કાર્ય માં હું નીમત માત્ર છું બાકી આપ સૌ સફળતાના સાચા હક્કદાર છો અને ટેકનોલોજીના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મ પરથી સૌ વિવેક બુદ્ધિ થી એક તાંતણે જોડાઈ રહીએ એવું આહવાન કર્યુ હતું.આવનારા ભવિષ્યમાં આ ગ્રુપ સમાજને ખૂબ ઉપયોગી સાબિત થશે અને આ ગ્રુપ બિન રાજકીય,સેવા,સહકાર ,સંપ થી હકારાત્મક કાર્યોમાં આગળ વધશે એવું જણાવેલ તેમજ ઘનશ્યામ ભાઈ હેરભા ,નીતિન ભાઈ ભાટિયા ,જે.એસ.વાળા સાહેબ,મથુરભાઈ બલદાણીયા,સંજયભાઈ છૈયા દ્વારા સમાજ ને સાચી વાત અને સાચી દિશા માં સમાજને અને યુવાનોને જે મદદની જરૂરિયાત હસે ત્યાં મદદ કરવા અમે ખડે પગે ઊભા છે.એવી હૈયા ધારણા આપેલ તેમજ સમાજના યુવાનો ભાઈઓ બહેનો બધા ટેકનોલોજીના આ યુગમાં પોતાની આગવી નવી વિચારધારા ને સ્વીકારી પોતે અલગ અલગ ક્ષેત્ર માં વિશેષ રીતે પોતાનું પ્રતિનિધિત્વ કરી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે ,રૂઢિગત રિવાજો માંથી વિચાર મંથન કરી સફળ કેળવણીકાર તરીકે સમાજના યુવાનો ખૂબ આગળ વધે આવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ આગામી સમયમાં આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ ગુજરાત અવનવી પ્રવૃતિઓ દ્વારા સમાજને નવો રાહ ચીંધવા કટિબદ્ધ રહેશે. આ મીટીંગના આયોજન માટે વીરાભાઇ હુંબલ અને રાજકોટ શહેર ટીમ તેમજ સ્ટેટ ટીમ વતી શૈલેષભાઈ ખાંભરા અને જનકભાઈ ડાંગર એ ખૂબ જહેમત ઉઠાવીને સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પરિમલભાઈ પરડવા એ કર્યું. કાર્યક્રમના અંતે જય મુરલીધર ફાર્મ પર ભોજન લઈને સૌ છૂટા પડેલ. જય મુરલીધર


