ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ કમિશનર બ્રજેશ ઝા તથા એડીશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર બી.જે.ચૌધરી દક્ષિણ વિભાગનાની સુચનાથી એ-ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરીકો પોલીસ સ્ટેશન સુધી પહોચી શકતા ન હોય જેથી પોલીસ તેમના પાસે જઇ લોકોના પ્રશ્ર્નો રૂબરૂમાં સાંભળી તેઓના પ્રશ્ર્નોના નિકાલ કરવા માટે લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેરના ભાજપના ધારાસભ્ય દર્શીતાબેન શાહ તથા વોર્ડ નં-7 કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, વોર્ડ નં-7 કોર્પોરેટર નેહલભાઇ શુકલ, વોર્ડ નં-3 કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજીયા હાજર રહ્યા હતા. લોકદરબારમાં વેપારી એસો.ના પ્રમુખ વિપુલભાઇ ઉનડકટ દ્વારા પ્રશ્ર્ન કરવામાં આવેલ કે લાખાજીરાજ રોડ પર ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલ દુકાનોની સામે રોડ ઉપર થ્રી વ્હિલ તેમજ ફોર વ્હિલ ગાડીઓ પાર્ક થવાના લીધે ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે તેમજ દુકાનોની સામે ફેરીયાઓ આવીને બેસી જતા હોય છે અને રવિવારના દિવસે બજારમા ઘણી ભીડ થવાના કારણે ચોરીના બનાવો પણ બને છે જે માટે ટ્રાફીક પોલીસના માણસો દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવા રજુઆત કરવામાં આવી. જેમા ડી.સી.પી. ટ્રાફીકનાઓ સાથે તેમજ આર.એમ.સી. સાથે સંકલન કરી નિરાકરણ લાવવા જણાવેલ હતું.



