કાલાવડ રોડના Rmc ગ્રીનફિલ્ડ ગાર્ડન અને મવડીના Rmc ગેલેકસી ગાર્ડનમાં પ્લે એરિયા, મેડિટેશન ઝોન અને કસરતના સાધનોની ભવ્ય સુવિધા
આસપાસના લોકો માટે ઘરઆંગણે જ હરિયાળી અને આધુનિક સુવિધાઓનું વરદાન
- Advertisement -
વ્યવસાય સાથે સમાજસેવાનો સંકલ્પ : રાજકોટને લાડાણી એસોસિએટ્સની હરિયાળી ભેટ
રંગીલા રાજકોટમાં વિકાસની સાથે નાગરિકોને હરિયાળી અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે દિશામાં પણ વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. શહેરના વિસ્તારોમાં લોકોને ઘરઆંગણે જ હરવા-ફરવા, કસરત કરવા અને પરિવાર સાથે સમય વિતાવવાની સુવિધા મળી રહે તે માટે બાગ-બગીચાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે આપણે વાત કરવી છે એવા વ્યક્તિની જેમને માત્ર લોકોને સ્વપ્નાનું ઘર જ નહીં પરંતુ તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે, તે વ્યક્તિ એટલે રાજકોટના જાણીતા લાડાણી એસોસિએટ્સના ઓનર દિલીપભાઇ લાડાણી.
રાજકોટના વિકાસમાં મહાનગરપાલિકાની કામગીરીની સાથે સાથે સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા લાડાણી એસોસિએટ્સના દિલીપભાઇ લાડાણીનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. લાડાણી એસોસિએટ્સ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સાથે પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ)ના ધોરણે બગીચાઓના વિકાસ માટે ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતા. તેના પરિણામે કાલાવડ રોડ પર Rmc ગ્રીનફિલ્ડ ગાર્ડન અને મવડી વિસ્તારમાં આરએમસીનું ધ ગેલેકસી ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે. આ બંને Rmc ગાર્ડન આસપાસના રહેવાસીઓ માટે માત્ર હરવા-ફરવાનું સ્થળ જ નહીં પરંતુ આરોગ્ય અને મનોરંજનની અનેક સુવિધાઓ ધરાવતા જાહેર સ્થળો તરીકે વિકસ્યા છે. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો અહીં વોકિંગ અને કસરત માટે આવે છે, જ્યારે સાંજના સમયે બાળકો, યુવાનો અને પરિવારજનો પણ ગાર્ડનની મુલાકાત લે છે.
- Advertisement -
Rmc ગાર્ડનમાં નિયમિત રીતે વોકિંગ માટે આવતા લોકોના જણાવ્યા મુજબ હરિયાળું વાતાવરણ અને સ્વચ્છ હવા તેમના સ્વાસ્થ્ય માટે લાભદાયી બની રહી છે. સવારે અહીં વોક કરવા આવતા લોકોને ખુલ્લી અને હરિયાળી જગ્યામાં સમય પસાર કરવાની તક મળે છે, જેના કારણે શરીર સ્ફૂર્તિમય રહેવાની સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે. ગાર્ડનમાં વિવિધ પ્રકારના કસરતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. સિનિયર સિટીઝનો સહિત અનેક લોકો તેનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે. વોકિંગ અને કસરત માટેની સુવિધાઓને કારણે સ્થાનિક રહેવાસીઓ માટે આ ગાર્ડન આરોગ્યપ્રદ જીવનશૈલી તરફનું એક મહત્વનું પગલું સાબિત થઈ રહ્યું છે.
નાના બાળકોને પણ ગાર્ડનમાં રમતગમતની પૂરતી તક મળી રહે તે માટે પ્લે એરિયા અને વિવિધ રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેના કારણે બાળકો પણ પરિવારજનો સાથે Rmc ગાર્ડનની મુલાકાત લઈ આનંદપૂર્વક સમય પસાર કરી રહ્યા છે. આ ઉપરાંત મેડિટેશન એરિયા જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. વ્યસ્ત શહેરી જીવન વચ્ચે શાંતિથી બેસી શકાય અને માનસિક શાંતિ મેળવી શકાય તે માટે આવી સુવિધા લોકો માટે ઉપયોગી બની રહી છે. Rmc ગાર્ડનમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ લાડાણી ગ્રુપ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છ અને સુઘડ વાતાવરણ જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ કરવામાં આવે છે. ગાર્ડનની જાળવણી અને સુવિધાઓ સારી સ્થિતિમાં રહે તે દિશામાં પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે.
દિલીપ લાડાણીએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે લાડાણી એસોસિએટ્સ દ્વારા આરએમસીના ગાર્ડનને પીપીપી અંતર્ગત સ્વખર્ચે વિકસાવવામાં આવ્યા છે. રાજકોટવાસીઓને સુખ-સુવિધાઓ મળી રહે તે માટે લાડાણી એસોસિએટ્સ હંમેશાં અગ્રેસર રહ્યું છે અને ભવિષ્યમાં પણ પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજીને આવા વધુ Rmc ગાર્ડન વિકસાવવાની ઈચ્છા છે.
આ પહેલને કારણે રાજકોટમાં જાહેર સ્થળોના વિકાસમાં સરકારી તંત્ર સાથે ખાનગી ક્ષેત્રના સહયોગનું પણ એક સારું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવા વધુ Rmc ગાર્ડન વિકસે તો નાગરિકોને ઘર નજીક જ હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ મળી શકે. સ્થાનિક રહેવાસીઓ પણ આવા Rmc ગાર્ડનોને આવકાર આપી રહ્યા છે. તેમના મતે દરેક વિસ્તારમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ, જેથી બાળકોને રમવા માટે જગ્યા, યુવાનોને કસરત માટેની સુવિધા અને સિનિયર સિટીઝનોને વોકિંગ તથા શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે. આ રીતે કાલાવડ રોડનું Rmc ગ્રીનફિલ્ડ ગાર્ડન અને મવડીનું Rmc ગેલેકસી ગાર્ડન રાજકોટના શહેરી વિકાસમાં હરિયાળી, આરોગ્ય અને જાહેર સુવિધાના સુમેળનું ઉદાહરણ બની રહ્યા છે.
બંને Rmc ગાર્ડન સવારે ૬થી ૧૦ અને સાંજે ૪થી ૯ સુધી ખુલ્લા રહે છે
આ સમય દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો Rmc ગાર્ડનની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને સવારે સિનિયર સિટીઝનો અને નિયમિત વોકર્સની સંખ્યા નોંધપાત્ર જોવા મળે છે, જ્યારે સાંજે બાળકો અને પરિવારજનોની અવરજવર વધે છે.




