આ ટનલ નેટવર્ક બનાવવામાં 20 વર્ષ લાગ્યા હતાઃ નેતન્યાહુએ કહ્યું-મિશન પૂરું, હેપ્પી ન્યૂ યર
ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૨ કિલોમીટરથી વધુ લાંબી સુરંગને બ્લાસ્ટ કરીને તબાહ કરી દીધી. આ વિસ્ફોટ એટલો તેજ હતો કે વિસ્તારમાં ૪.૧ તીવ્રતાના ભૂકંપ જેવા આંચકા અનુભવાયા. લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર, ધમાકાથી આસપાસના વિસ્તારોમાં જમીન ધ્રૂજવા લાગી. આ હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, ‘મિશન પૂરું થયું. હેપ્પી ન્યૂ યર.’
ઇઝરાયલી સેના અનુસાર, સુરંગમાં ઇરાનમાં બનેલા ઘણા રોકેટ, મિસાઈલ અને ડ્રોન રાખવામાં આવ્યા હતા. અહીં મશીનગન, એન્ટી-ટેન્ક મિસાઈલ અને સેંકડો બારૂદી સુરંગો તથા વિસ્ફોટકો પણ મળ્યા. સેનાએ જણાવ્યું કે આ પરિસરમાં હિઝબુલ્લાહની ‘બદ્ર’ યુનિટનું કમાન્ડ સેન્ટર પણ હતું. નેતન્યાહુના મતે આ ટનલ નેટવર્ક બનાવવામાં લગભગ ૨૦ વર્ષ લાગ્યા હતા. આ માટે ઈરાને ફંડિંગ કર્યું હતું. ઈઝરાયલી રક્ષામંત્રી ઇઝરાયલ કાટ્ઝે તેને આતંકી નેટવર્ક ગણાવ્યું. આ ટનલ લેબનોનની અલી અલ-તાહેર પહાડીના વિસ્તારમાં આવેલી હતી. ઈઝરાયલનું કહેવું છે કે હતા.
આ વિસ્તારમાં જમીનની ઉપર અને નીચે બંને જગ્યાએ તેનું નિયંત્રણ થઈ ગયું છે. ગયા અઠવાડિયે ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે વિસ્તાર પર કબજો કરી લીધો છે. સેનાના એક અધિકારીના મતે હિઝબુલ્લાહના ઘણા ઉગ્રવાદીઓને હવાઈ હુમલામાં મારી નાખવામાં આવ્યા હતા, જયારે કેટલાક ભાગી છૂટ્યા હતા.




