હળવદની જીવાદોરી સમાન શક્તિસાગર ડેમ એટલે કે બ્રાહ્મણી 2 ડેમ નર્મદા નીરથી છલોછલ ભરાઇ ગયો છે જેના પગલે આજે બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કરીને નીંચાણવાળા વિસ્તારના નવ ગામોને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. બ્રાહ્મણી 2 ડેમના હેઠવાસના ગામોમાં સુસવાવ, કેદારિયા, મયુરનગર, ચાડધ્રા, મીંયાણી, ટીકર, માનગઢ, અજીતગઢ અને ખોડ ગામને બ્રાહ્મણી નદીના પટમાં અવર જવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જોકે આ બ્રાહ્મણી ડેમ વરસાદના પાણીથી નહીં પરંતુ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના પાણીથી છલોછલ ભરાઈ જતા આજે ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.
હળવદના શક્તિસાગર ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલાયો, 9 ગામોને એલર્ટ

Follow US
Find US on Social Medias


