By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    56 minutes ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    3 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    3 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    21 minutes ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    52 minutes ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    54 minutes ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    58 minutes ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    60 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા
CRIME

જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા

Khaskhabar Editor
Last updated: 2026/07/20 at 2:40 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

સોમનાથ સોસાયટીમાં મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલથી કાયદો-વ્યવસ્થાની આબરૂનું ધોવાણ

ડબલ મર્ડરને અંજામ આપનાર આરોપીની હાલત ગંભીર : બંને પક્ષે મૃતક સહીત 5 વિરુદ્ધ સામસામે ફરિયાદ

- Advertisement -

સામા પક્ષે મૃતક સહિત ચાર સામે હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો

રાજકોટમાં મોડી રાત્રે બેવડી હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લિરા લીરા ઉડી ગયા છે સોમનાથ સોસાયટીમાં વૈશાલીનગરના શખ્સે નેફામાંથી છરી કાઢી જાહેરમાં હુમલો કરતા રૈયાધારમાં રહેતાં 55 વર્ષીય પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે આ જીવલેણ હુમલામાં ઘવાયેલા મૃતકના ભાઈનું સારવારમાં મોત થયું હતું જયારે પુત્રને પણ જીવલેણ ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતાં જયારે હુમલાખોરને પણ ઇજા પહોંચી હોય હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતાં ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને યુની. પોલીસે હત્યા, હત્યાની કોશિષ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રાજકોટના રૈયાધારમાં આવેલ બંસીધર પાર્કમાં રહેતાં અને કુવાડવા રોડ ખાતે શિવ શક્તિ આટાની ચક્કી ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા લાખાભાઇ સુરેશભાઈ ધોળકીયા ઉ.24એ વૈશાલીનગરમાં રહેતા હાર્દીક ધુળાભાઈ ધોળકિયા સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેના પરિવારમા પિતા સુરેશભાઈ બાલાભાઈ ધોળકીયા ઉ.55 હતાં તેમજ માતા લીલુબેન ધોળકીયા, પત્નિ ભુમીબેન બધા સાથે રહે છે ગત રાત્રે આશરે એકાદ વાગ્યે તે અને તેમના પિતા સુરેશભાઈ ઘરે હતા ત્યારે કાકા રાજેશભાઈ બાલાભાઈનો પિતાને ફોન આવેલ કે, મારો કૌટુંબીક સંબંધી હાર્દીક ધોળકીયા મારા ઘર પાસે આવી ગાળાગાળી કરે છે, જેથી તમે ઝડપથી આવો તેમ વાત કર્યાનું જણાવેલ જેથી યુવક અને તેના પિતા સુરેશભાઇ કારમાં રાજેશભાઇના ઘરે જવા નીકળ્યા હતાં ત્યાર બાદ કાકા રાજેશભાઇનાં સોમનાથ સોસાયટીમાં આવેલ ઘર પાસે પહોંચ્યા ત્યારે ત્યા કાકા રાજેશભાઈ, હનુભાઇ નાજાભાઈ ધોળકીયા, શિવાભાઈ નથુભાઈ ડોંડા હાજર હતા અને હાર્દિક ગાળો બોલતો હતો. જેથી હનુકાકા તેમને સમજાવવા માટે તેની નજીક ગયા તો આ હાર્દિક વધારે ઉશ્કેરાઈ ગાળો બોલતો હોય જેથી યુવકે અને કાકા રાજેશભાઇએ લોખંડના પાઇપ લઇ લિધેલ અને હાર્દિકને ગાળો ન બોલવા અને માથાકુટ ન કરવા સમજાવવા જતા હાર્દિકે કહેલ કે, અમારો ભાગ કેમ આપતા નથી તેમ કહી હાર્દિકે છરી કાઢી યુવકના પિતા સુરેશભાઈના છાતીના ભાગે છરીનો એક જીવલેણ ઘા મારતા તેમના પિતા ત્યા જ પડી ગયા હતાં જેથી કાકા રાજેશભાઇ વચ્ચે પડતા કાકાને પણ છાતીના ભાગે પડખાના ભાગે, પેટથી નીચે જાંઘના ભાગે તથા હાથના તથા શરીરે અલગ અલગ ભાગે છરીના ઘા ઝકી દીધા હતા અને જીવલેણ ઇજા કરતા તેઓ પણ ત્યા પડી ગયા હતા પિતા તથા કાકાને વધુ મારથી છોડાવવા જતા હાર્દિકે યુવકને પણ તેના હાથમા રહેલ છરી વડે પીઠમાં, હાથમાં અને હથેળી પર છરીના ઘા ઝીકી દીધા હતા આ માથાકૂટમાં હાર્દિક ધોળકીયાને પણ ઇજા થઈ હતી યુવકના પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઇને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે કારમા નાખી તાત્કાલીક સારવાર માટે રૈયા રોડ આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પરંતુ ત્યાં તબીબે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતાં તેમજ ફરિયાદી યુવક અને તેના કાકા રાજેશભાઈ ધોળકિયાને જીવલેણ ઈજા થતાં દાખલ કર્યા હતાં આ હુમલા પાછળના કારણ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઇ સાથે આ હાર્દિક ધોળકીયા સાથે કૌટુંબીક ભાગ બાબતનું મનદુખ હોય અને તે બાબતે પિતા અને કાકા રાજેશભાઈને આ હાર્દિક ફોનમાં ગાળાગાળી કરી મારી નાખવાના ઈરાદા સાથે કાકાના ઘર પાસે આવી ઝઘડો કરી ગુનાને અંજામ આપ્યો હતો બનાવની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ ચિંતન દવે અને ટીમે તપાસ શરુ કરી હતી જયારે સારવારમાં રહેલા ફરીયાદીના કાકા રાજેશભાઈએ પણ ટુંકી સારવારમાં દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.

- Advertisement -

બેવડી હત્યાના આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર

રાજકોટની સોમનાથ સોસાયટીમાં ગત મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલમાં પૈસા અને જમીનની માથાકૂટમાં બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર હાર્દિક ધુળાભાઇ ધોળકિયાને પણ સામે વાળા શખ્સોએ છરી તથા લોખંડના પાઇપ વડે માથામા અને શરીરના અલગ અલગ ભાગે જીવલેણ ઘા ઝીંકી દેતાં તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. આ મામલે યુની. પોલીસે મૃતક સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ધોળકીયા તેમજ લાખા સુરેશભાઇ ધોળકીયા, રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા અને શિવા નથુભાઇ ડોંડા સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓએ જુની જમીનના પૈસા બાબતે જુની અદાવતનો ઝઘડો ચાલતો હોય જેનો ફરીયાદી ઉપર ખાર રાખી સમાન ઇરાદે ગુનાને અંજામ આપ્યો હતો.

બંને મૃતકના છ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટના રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતાં સુરેશભાઇ બાલાભાઇ ધોળકીયાને સંતાનમાં બે દિકરા લાખાભાઇ અને વિજયભાઇ છે સુરેશભાઇ અમરેલીના દુધાળા ગામે ખેતીવાડી ધરાવે છે અને રાજકોટમાં દુધ તેમજ પશુ પાલનનો ધંધો કરતાં હતાં. જ્‍યારે તેમની સાથે હત્‍યાનો ભોગ બનેલા તેમના નાના ભાઇ રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા પણ પશુપાલન અને દુધનો ધંધો કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. આમ બંને ભાઇઓની એક સાથે હત્‍યાથી બંનેના છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.

કરોડોની અઢી હજાર વાર જગ્યામાં ભાગ નહીં મળ્યાનો આક્ષેપ

બેવડી હત્યા પાછળ પ્રાપ્ત માહિતી મુજબ અઢી હજાર વારની કરોડોની જગ્‍યાનું સેટલમેન્‍ટ થયું તેમાંથી હાર્દિકના પરિવારને 60 ટકા ભાગ દેવાનો હતો આ ભાગ સુરેશભાઇ, રાજેશભાઇ આપતાં ન હોઇ સાત વર્ષથી માથાકુટ ચાલતી હતી આરોપી હાર્દિકભાઇના સગાએ જણાવ્‍યું હતું કે સાત વર્ષ પહેલા હાર્દિકના દાદા અને અમારા કુટુંબી સુરેશભાઇ, રાજેશભાઇ વચ્‍ચે એક જમીનમાં સહીયારો કબ્‍જો હતો આ જમીનમાં સાત વર્ષ પહેલા સેટલમેન્‍ટ કરવામાં આવ્‍યું હતું. અગાઉથી નક્કી થયા મુજબ સેટલમેન્‍ટ થાય ત્‍યારે હાર્દિકના પરિવારને ભાગ આપવાનો એવુ નક્કી થયું હતું જે તે વખતે આ બંને ભાઇઓએ પોતે ભાગ આપી દેશે પણ હજુ અમુક વહિવટ બાકી છે તેવુ કહી ભાગ આપ્‍યો નહોતો પરંતુ બાદમાં જમીનમાં ફેન્‍સીંગ બંધાવવાનું ચાલુ થઇ જતાં હાર્દિકના પરિવારજનોએ સેટલમેન્‍ટ થઇ ગયું છતાં અમારો ભાગ કેમ આપતાં નથી તેમ કહી માંગણી કરી હતી પરંતુ બંને ભાઈઓ વાયદા પાડતાં હતાં પખવાડીયા પહેલા એક બેઠકમાં બંને પક્ષના લોકો ભેગા થયા હતા ત્‍યારે પણ દસ દિવસની મુદ્દત પાડી હતી આ વાતને પખવાડીયુ વીતી ગયું છતાં ભાગ ન અપાતાં રાત્રે માથાકુટ થઇ હતી અને બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો.

You Might Also Like

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ

કિશાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પામાં ચાલતા કુટણખાના પર એ ડિવિઝન પોલીસનો દરોડો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
Next Article દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?