સરકારી જમીન પર કબજો કરી બાંધકામ કર્યું હોવાથી મામલતદારે ગુનો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
ચોટીલા તાલુકાના પીપળીયા ગામે સરકારી સર્વે નંબર 337માં ગામના જ વલ્લભભાઈ મેરામભાઈ રોજાસરા તથા સુખાભાઈ મેરામભાઈ રોજાસરા એમ બંને ભાઈઓ દ્વારા કાચું તથા પાક્કું બાંધકામ કરેલ હોય જે અંગે દહિસર ગામના રહેવાસી ભાનુબેન સામતભાઇ સાકરીયા અને માવજીભાઈ સવશીભાઈ સાકરિયાને પોતાની વાડી તરફ જવાનો માર્ગ બંધ કરી દીધેલ હોવાથી તેઓ દ્વારા આ બંને ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી કરી હતી જેને લઇ સ્થળ તપાસ માટે ગયેલ ટીમને બંને ભાઈઓ દ્વારા રસ્તો ખુલ્લો કરી આપવા બાહેધરી આઇ હોવા છતાં બાદમાં પોતે કરેલું દબાણ નહીં હટાવતા અને જિલ્લા કલેકટર દ્વારા બંને ભાઈઓ વિરુદ્ધ સરકારી જમીન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ ગુન્હો નોંધવા હુકમ કરતા ચોટીલા મામલતદાર પ્રકાશભાઈ જોશી દ્વારા સરકારી સર્વે નંબર 337માં ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવા હેતુ વલ્લભભાઈ મેરામભાઈ રોજાસરા અને સુખાભાઈ મેરામભાઈ રોજાસરા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઇ છે.



