By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    10 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    8 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    9 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    9 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    10 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
CRIME

તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો

Khaskhabar Editor
Last updated: 2026/07/10 at 3:28 PM
Khaskhabar Editor 1 month ago
Share
16 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટના પ્રનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરવણસિંહ કાબાભા વાળાએ રેલનગરમાં આવેલ શ્રી અંબેપ્રાઈડમાં રહેતા હર્ષ વાસુદેવભાઇ મુથરેંજા સામે ફરજમાં રુકાવટ અંગે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે હું ફરજ પર હતો ત્યારે દરમિયાન અરજી તપાસનાં કામે અરજદારને નિવેદન લખાવવા ફોન કરતા ફોન ઉપાડેલ ન હતો. દરમ્યાન અમોને સદરહુ અરજી બાબતે કૌશીકભાઈએ મને ફોન કરેલ હતો અને મને જણાવેલ કે, વિશ્વ હિન્દુ પરીષદ રાજકોટ જીલ્લા પ્રમુખનો ફોન આવેલ હતો અને મને જણાવેલ કે મહીલાની ફરીયાદ લેવાની હોય તેની સાથે અમારા વિશ્વ હિન્દુ પરીષદનાં મંત્રી સાથે આવશે તો તમો તેની ફરીયાદ લઇ લેજો એ રીતેની મને ફોનમાં વાત કરેલ હતી બાદમાં સાંજે અરજદાર બહેન તથા હર્ષ મુથરેજા આવ્યા હતા અને અરજદાર બહેન સાથે રહેલ હર્ષભાઈએ મને જણાવેલ કે હું બજરંગદળ/ વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહ પ્રમુખ છુ તમો આ બેનની ફરીયાદ કેમ નથી લેતા તેમ વાત કરતા મે તેને જણાવેલ કે આ બેનની ફરીયાદ લેવા માટે જ અહી બોલાવેલ છે અને મે તેમને કહેલ કે તમોને અમારા પી.આઇ.ને જે કાંઇ રજુઆત હોય તે વાત કરજો તેમ કહી પીઆઈની ચેમ્બરમાં લઇ ગયા હતા અરજદાર મહિલા હોય અને મહિલા અત્યાચાર સબંધેનો બનાવ હોય અને ભોગ બનનાર દુષ્કર્મની ફરીયાદ આપતા હોય જેથી અરજદાર બેનની મહીલા પોલીસની હાજરીમાં પુછપરછ કરવી જરૂરી હોય જેથી હર્ષભાઈને તથા અન્યને ત્રણ વખત પી.આઇ.ની ઓફીસમાંથી બહાર જવા જવાનું કહેતા ફરીયાદ કેમ લેતા નથી? તેમ કહીને રાડારાડી કરી હતી હર્ષભાઇને રાડો પાડવાની ના પાડતા અને ઓફીસની બહાર જવાનું કહેતા ગેરવર્તન કર્યું હતું બળપ્રયોગ કરી ચેમ્બરની બહાર કાઢ્યા હતા ત્યારે આ હર્ષભાઈ તમોને બધાયને જઈ લઈશ તમે બધાય કેમ નોકરી કરો છો? તેમ કહી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

રોયલ્ટી વિના રેતી-કપચીનો સંગ્રહ-વહન કરતી ઓમ કોન્ક્રીટમાંથી 34 લાખની મતા જપ્ત
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા કરતા શખ્સો ઉપર તૂટી પડવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે મેટોડાના વાગુદડ રોડ ઉપર દરોડો પાડી રોયલ્ટી વિના ગેરકાયદે રેતી અને કપચીનો સંગ્રહ તેમજ વહન કરતી ઓમ કોન્ક્રીટ નામના એકમ ઉપર દરોડો પાડી પોલીસે 190 ટન કપચી, 100 ટન રેતી અને એક ડમ્પર સહીત 34 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે આ ઉપરાંત પીપળીયા પાળની સીમમાં લીઝ ધારક દ્વારા ગેરકાયદે મોરમનું ખનન અને વહન કરવામાં આવતું હોય ત્યાં પણ દરોડો પાડી જેસીબી, ડમ્પર, મોરમ સહીત 70.50 લાખનો મુદામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી અર્થે ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ એ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે મેટોડામાં વાગુદડ રોડ ઉપર આવેલ ઓમ કોન્ક્રીટ નામની પેઢી દ્વારા રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદે રેતી અને કપચીનો સંગ્રહ તેમજ વહન કરવામાં આવી રહ્યું છે આ બાતમી આધારે એસઓજીની ટીમે દરોડો પાડતા અહીંથી 30 લાખનું એક ડમ્પર તેમજ 190 ટન કપચી અને 100 ટન રેતી મળી આવતા પોલીસે 34 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ દંડનીય કાર્યવાહી કરવા અંગે ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત મળેલી બાતમી આધારે લોધીકાના પીપળીયા પાળની સીમમાં વાવડી રહેતા લીઝ ધારક વિજયપાલસિંહ બવંતસિંહ ચુડાસમા દ્વારા ગેરકાયદે મોરમનું ખનન કરી વહન કરવામાં આવતું હોય ત્યાંથી પણ એક જેસીબી, ડમ્પર અને મોરમ સહીત 70.50 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગોંડલ જેલમાં ત્રણ કેદીઓના ત્રાસથી કંટાળી આરોપીએ ગળે પતરું ફેરવી કર્યો આપઘાતનો પ્રયાસ

ગોંડલ જેલમાં ત્રણ કેદીઓના ત્રાસથી કંટાળી ચોરીના આરોપીએ લોખંડનું પતરું ગળાના ભાગે મારી આપઘાતની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે બેરેકમાં સાથે રહેલા ત્રણ કેદીઓ રાત્રિના સમયે વંદા અને ઉંદર માથે ફેંકી હેરાન કરતા હોય આ અંગે જેલ સિપાઈને રજુઆત કરી હતી જેથી જેલ સિપાઈએ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા ત્રણેય કેદીઓએ ખૂનની ધમકી આપતાં ચોરીના આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતા ઈજાગ્રસ્ત કેદીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ વિરપુરના જલારામનગરના રહેવાસી અને હાલ ગોંડલ જેલમાં રહેતા કેદી અરવિંદભાઈ ધીરુભાઈ રાઠોડ ઉ.30એ જેલમાં તેની બેરેકમાં જ સાથે રહેતા અજય ઉર્ફે ટીડો ચના સાકરીયા, ભાવિક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગન પરમાર અને દિલીપ ભરત રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે ગોમટા ખાતે તેમજ કોટડાસાંગાણી ખાતે ચોરી કરી હોય પોલીસે તેની ધરપકડ કરી હોય છેલ્લા ત્રણ માસથી ગોંડલ સબજેલમાં કેદ છે ગઈ તા.8ના રાત્રિના આશરે સાડા દસ વાગ્યે કેદી અજય, ભાવીક તથા દિલીપ સહીત બધા બેરેક નં. 3 વોર્ડ નં. 2 મા હતાં. તે રાત્રિના સમયે યુવકને સુવા દેતા ન હોય અને તેની તરફ ઉંદર તથા વંદા આવવા દેતા હોય જેનો ડર લાગતો હોય જેથી તે ઉંઘી શકતો ન હોય જેથી ત્રણેય શખ્સોને તેમ નહિ કરવા જણાવ્યું હતું. બાદ તે સુઈ ગયો હતો બીજા દિવસે સવારે બેરેકમાંથી બહાર કાઢતા ત્યાં હાજર ફરજ પરના જેલ સિપાઈને આ બાબતે જાણ કરી હતી. જેથી તેમણે ત્રણેયને ઠપકો આપ્યો હતો થોડીવાર પછી ત્રણેય શખ્સોએ કહેલ કે, તે શું કામ જેલ સિપાઈને જાણ કરી તેમ કહી તું પાછો વોર્ડમાં તો અમારી સાથે જ આવીશ ને કહી અજયે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદ બેરેકમાંથી નીકળી બહાર આવી ત્યાં એક લોખંડનું પતરું પડ્યું હોય જે લઈ પોતાની જાતે ગળાના ભાગે મારી દીધું હતું. જેના લીધે લોહી નીકળવાં લાગ્યું હતું. જેથી કોઈએ જેલના કર્મચારીઓને જાણ કરતા જેલ સિપાઈ મિલનભાઈ સહિતનાએ મને સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કર્યો હતો સમગ્ર બનાવ મામલે ગોંડલ બી. ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ગુમસુમ રહેતા કાળીપાટના યુવકનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટમાં 18 વર્ષીય યુવાન અને રાજકોટમાં તિલક પ્લોટમાં રહેતા 46 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંનેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. કાળીપાટ ગામમાં અવેડાની બાજુમાં રહેતા જયેશ રાયાભાઈ સોસા ઉ.18એ ગઈકાલે સાંજે પોતાના ઘરે પતરાવાળી રૂમમાં લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા 108ના ઇએમટીએ જોઈ તપાસી જયેશને મૃત જાહેર કરતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ધરજીયા રાઇટર સાથે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આ પરિવાર મૂળ જસદણ તાલુકાના દહીસરા જામ ગામનો વતની છે છેલ્લા ચાર પાંચ વર્ષથી અહીં કાળીપાટમાં ખેતીની જમીન વાવવા માટે રાખે છે જયેશ બહેનનો એકનો એક ભાઈ હતો. તે ભાઈ – બહેનમાં મોટો હતો. છેલ્લા બે દિવસથી તે ગુમસૂમ રહેતો હતો પરંતુ તે કંઈ જણાવતો નહોતો. જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. એકના એક પુત્રનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે જયારે તિલક પ્લોટમાં રહેતા મુકેશભાઈ રમણીકલાલ પરમાર ઉ.46એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મુકેશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું અને તે બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરના હતા તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાજ સેવા અર્થે રાજીનામુ આપનાર કોન્સ્ટેબલની પોલીસે કરી અટકાયત

રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ સાત મહિના પૂર્વે નોકરીમાંથી આપેલું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર ન થતાં મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી છે. કોન્સ્ટેબલે આક્ષેપ કર્યો છે કે, સમાજમાં ખેડૂતો અને નાના માણસોને ન્યાય ન મળતો હોવાથી તેઓ નોકરી છોડીને સમાજ સેવા કરવા માંગે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરવાના બદલે તેમને માનસિક ત્રાસ આપી કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે આજે મીડિયા સમક્ષ માહિતી આપતી વેળાએ જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાના જણાવ્યા મુજબ, સાત મહિના પહેલા રાજીનામું આપ્યા બાદ તેમણે જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ તેમના પરિવારના સભ્યો પણ એસપીને મળવા ગયા હતા. આક્ષેપ છે કે, એસપી સાહેબે રાજીનામું મંજૂર કરવાના બદલે ધમકી આપી હતી કે, ‘તમારા દીકરાને કહો ચૂપચાપ નોકરી કરે, નહીંતર તેના પર ખોટા કેસ કરી લોકઅપમાં બેસાડી દેશું અને જિંદગી બરબાદ કરી નાખીશું.પોલીસ તંત્ર તરફથી મળી રહેલી ધમકીઓ અને માનસિક ત્રાસ અંગે કોન્સ્ટેબલે સૌપ્રથમ રેન્જ આઇજીને લેખિત રજૂઆત કરી હતી. ત્યાંથી એક મહિના સુધી કોઈ જવાબ ન મળતા તેમણે ગુજરાતના પોલીસ વડા અને માનવ અધિકાર પંચને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી. કોન્સ્ટેબલે આક્ષેપ કર્યો છે કે, આ રજૂઆતો બાદ બદલાની ભાવનાથી તેમની 100 કિલોમીટર દૂર ખોટી રીતે બદલી કરી દેવામાં આવી છે. ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે, માટે હું રાજીનામુ આપી મારી રીતે જીવન જીવવા માંગુ છું. મારે નોકરી નથી કરવી એટલે મેં રાજીનામુ આપ્યું છે આજે મીડિયા સમક્ષ માહિતી આપતી વેળાએ જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

જામનગરથી વડોદરા જતા સલ્ફરમાં ભેળસેળ કરનાર ડ્રાયવર સામે ફરિયાદ

જામનગર રહેતા અને ક્રિષ્ના લોજિસ્ટિક નામે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાકટ ધરાવતા પ્રદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ ટ્રક ડ્રાયવર પુરખારામ બાલારામ અને તપાસમાં જે ખુલે તેની સામે છેતરપિંડી અંગે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી કંપનીને કવીક સપ્લાય ચેન પ્રા.લી દ્વારા રીલાયન્સમાંથી વડોદરાની જી.એસ.એફ.સી ખાતે ટ્રક મારફતે સલ્ફર પહોંચાડવાનો કોન્ટ્રાકટ મળેલ છે અને અમારી સાથે સલ્ફર લઇ જવાનુ કામ કરતા દિવ્યેશભાઈ હસ્તકનુ એક ટ્રક ડમ્પર છે તે ટ્રક મારફત રેગ્યુલર જામનગર રીલાયન્સથી વડોદરા સલ્ફર લઇ જતા હતા બાદમાં આ દિવ્યેશભાઈએ અમારા ટ્રાન્ફોર્ટેશનમા ચલાવવાનુ બંધ કરી દીધું હતુ બાદ ગઇ તા.16ના રોજ મહેશભાઇ ઓફિસે આવેલ અને દિવ્યેશભાઇનો રેફરન્સ આપી વાત કરેલ કે અમારી પાસે ટ્રક ડમ્પર છે અને અમારે તમારી કંપનીમા ટ્રક ડમ્પર ભાડા ઉપર ચલાવવો છે તેમ વાત કરતા અમે ભાડાથી ટ્રક ચલાવવા માટે હા પાડી હતી બાદ આ મહેશભાઈના હસ્તકનુ ટ્રક બે વખત સલ્ફર લઇને વડોદરા ખાતે મોકલ્યો હતો જેથી અમોને તેમની ઉપર પુરો ભરોસો બેસી ગયો હતો બાદ ગઇ તા.28 જૂનના રોજ આ ટ્રક ડમ્પરમા સલ્ફરનો જથ્થો ભરાવી આપેલ તે લુઝ સલ્ફરનું વજન ૩૬-૩૩૦ મેટ્રિક ટન જેની કીં મત આશરે રૂ. ૩૮,૧૫,૦૦૦/- થતી હતી અને તેમા ડ્રાઇવર તરીકે પુરખારામ બાલારામ હતા બાદ તા.29ના રોજ ટ્રકમાં ભરેલ સલ્ફર વડોદરા જી.એસ.એફ.સી ખાતે પહોંચી ગયો હતો ત્યાં જી.એસ.એફ.સી. કંપનીવાળાને ટ્રક ડમ્પરમાં ભરેલ સલ્ફર બાબતે ભેળસેળની શંકા જતા તેઓએ સલ્ફરનો જથ્થો ખાલી કરેલ નહીં અને તા.30ના રોજ તે સલ્ફરના સેમ્પલ લીધા હતા બાદ તે દિવસે રીલાયન્સ કંપની જામનગરને ઇ-મેઇલ કરી જાણ કરી હતી કે આપના ટ્રાન્સ્પોર્ટેશન તરફથી મોકલેલ ટ્રક ડમ્પરના સલ્ફરમાં ભેળસેળ થયેલ છે બાદ તા. 30ના રોજ લીધેલ સેમ્પલનો રીપોર્ટ તા.3ના રોજ આવ્યો હતો જેમા સલ્ફરની ફાયનલ પ્યોરીટી આશરે ૩૯.૯૩%ની હતી તથા કલોરાઇડ ૩૮.૨૫% અને સોડીયમ ૧૫.૧૮%૧૮%નુ મીશ્રણ હતુ જેથી તુરંત જ ટ્રક ડ્રાઇવર પુરખારામ બાલારામને ફોન કરીને આ બાબતે પુછતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ હતો બાદ ટ્રકના માલીક માલસુરભાઈને ફોન કરીને ટ્રક ડમ્પરનું જી.પી.એસનુ બેકઅપ માગેલ અને તેઓએ અમને જી.પી.એસ બેકઅપ આપેલ હતુ અને જે બેકઅપ મેળવતા ઉપરોકત ટ્રક ડમ્પર તા.2ના રોજ જીયાણા ગામ ખાતે આવેલ જી.આઈ.ડી.સીમા જાય છે અને ત્યા કોઇ કારખાનામા અંદાજે દોઢેક કલાક રોકાયેલ હતો બાદ વાહન અજય વે બ્રીજ કાંટે જઇને પરત જીયાણા જી.આઇ.ડી.સીમા આવેલ કારખાને ગયેલ હતુ બાદ પરત અજય વે બ્રીજ ખાતે જઇને વડોદરા ખાતે ગયેલ હોવાનું જણાય આવેલ હતુ બાદ જીયાણા જી.આઈ.ડી.સી ખાતે આવેલ લોકેશન ઉપર જતા ત્યા એક ગોડાઉન બહાર સલ્ફર ઢોળાયેલ હોવાનું જણાય આવ્યું હતુ અને ગોડાઉનમા તાડુ માર્યું હતુ જેથી ફરિયાદ નોંધાવી હતી.

ગાળો બોલવાની ના પાડતા યુવક પર ત્રિપુટીનો છરીથી હુમલો

મૂળ જામનગરના હાલ ભગવતીપરામાં રહેતા રીક્ષા ડ્રાયવર ઇર્શાદભાઇ ઇમરાનભાઈ શાહમદારએ શકીલ યાસીનભાઈ શાહમદાર, સમીર કાસમભાઈ બ્લોચ અને મોહસીન યાસીનભાઈ શાહમદાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 8 તારીખે રાત્રીનાં હું અને મારો ભાઈ નસરત બંને મારા પિતા ઈમરાનભાઈને હરીહર ચોક ખાતે ટીફીન આપવા ગયા હતા ત્યારે મારા કૌટુંબિક મામા સમીરનો દિકરો રીઝવાન અમને મા-બેન સમી ગાળો બોલતો હોય તેને મેં ગાળો બોલવાની ના પાડતા સમીર તથા સકીલ તથા મોહસીન આવી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને ઝપાઝપી કરી સકીલે એક છરી કાઢી મને પેટના ભાગે એક ઘા મારી દીધો હતો જેથી મને 108 મારફત સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં દારૂના 3 દરોડામાં દારૂના 2704 ચપલા સાથે 4 ઝડપાયા

રાજકોટમાં દારુ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે શહેર પોલીસના ત્રણ દરોડામાં દારૂના 2704 ચપલા સાથે 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે આજી ડેમ પોલીસે ગોંડલ ચોકડી પાસે, બી ડિવિઝન પોલીસે વેલનાથપરામાં અને એરપોર્ટ પોલીસે એરપોર્ટ ત્રણ રસ્તા પાસે દરોડો પાડ્યો હતો. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલી સૂચના અન્વયે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી જી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોપાલભાઈ બોળીયા અને પિયુષભાઇ ચિરોડીયાને મળેલી બાતમી આધારે ગોંડલ ચોકડી પાસે આવેલ ટ્રાવેલ એજન્સીની ઓફિસ બહાર દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં પડેલા 13 પાર્સલો કબ્જે કર્યા હતા જે તમામ પાર્સલ ખોલીને જોતા તેમાંથી 2,65,680 રૂપિયાની કિંમતના 1824 ચપલા મળી આવતા પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી એમપીથી દારૂ મોકલનાર અને જૂનાગઢ મંગાવનાર સહિતના સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત બી ડિવિઝન પીઆઇ ચૌહાણની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જગદીશભાઈ વાંક સહિતનાને મળેલી બાતમી આધારે મોરબી રોડ વેલનાથપરામાં દરોડો પાડી 1,15,200 રૂપિયાના 384 ચપલા ભરેલી રીક્ષા સાથે અશોક પ્રાગજીભાઈ ચૌહાણ અને સુનિલ રણછોડભાઈ બજાણિયાની ધરપકડ કરી દારૂ, રીક્ષા સહીત 2,15,200નો મુદામાલ કબ્જે કર્યો છે તેમજ એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ તરેટિયાની રાહબરી હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જી કે રાઠવા, ભીષ્મરાજસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે એરપોર્ટ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળું એક્સેસ પસાર થતા અટકાવી જડતી લેતા 9600 રૂપિયાના દારૂના 96 ચપલા મળી આવતા રિક્ષામાં બેઠેલા બે શખ્સોના નામઠામ પૂછતાં જામનગર રોડ મોરબી હાઉસ તોપખાનામાં રહેતા હાર્દિક મુકેશભાઈ વાઘેલા અને ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતો જયદીપ સંજયભાઈ મકવાણા હોવાનું જણાવતા પોલીસે દારૂ, વાહન, મોબાઈલ સહીત 64,600નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ
Next Article સનાતન સંસ્કૃતિનો મહિમા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
CRIME

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?