અમેરિકા અને કેનેડાની વચ્ચે એક બ્રિજ પર વાહનમાં વિસ્ફોટ થવાના કારણે 2 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. સાથે જ બંન્ને દેશોની વચ્ચે ટ્રાન્સપોર્ટ સ્થગીત થઇ ગયો છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કના નિયાગ્રા ફોલ્સની પાસે વાહનમાં વિસ્ફોટ પછી રેનબો બ્રિજ બંધ કરવો પડયો છે. જો કે એફબીઆઇ આથંકવાદી હુમલાના એન્ગલથી આ કેસની તપાસ કરી રહ્યા છે. સંઘીય તપાસ બ્યૂરોએ એક નિવેદનમાં કહ્યું કે, સ્થિતિ બહુ અસ્થિર છે. એફબીઆઇ આ ઘટનાની તપાસ સ્થાનિક, રાજ્ય તેમજ સંઘીય એજન્સિઓની સાથે સમન્વય કરીને કરી રહી છે.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, વિસ્ફોટ પછી સુરક્ષા અધિકારીઓએ ક્ષેત્રમાં 4 અમેરિકી-કેનેડા બોર્ડર ક્રોસિંગને બંધ કરી દીધો છે. વિસ્ફોટમાં મરનારા વ્યક્તિની રાષ્ટ્રિયતા નક્કી થઇ શકતી નથી. અમેરિકાના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, કાર અમેરિકાની તરફથી આવી રહી હતી. બોર્ડર ક્રોસિંગ પર સીમા ટેક્સ સ્ટેશનથી ટક્કર માર્યા પછી વાહનમાં વિસ્ફોટ થયો હતો.
🚨 #BREAKING: CAR EXPLODES AT US/CANADA BORDER CHECKPOINT
A car entering the toll booth set off a MASSIVE explosion. Injuries are currently unknown, nor is the cause of the explosion.
- Advertisement -
All border crossings between Canada and Western New York are now closed in BOTH directions pic.twitter.com/bUVV9MchoL
— Nick Sortor (@nicksortor) November 22, 2023
ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટ રેનબો બ્રિજના અમેરિકાના ભાગ પર થયો છે, જે નાયગ્રા નદી પર બન્યો છે અને બંન્ને દેશને જોડી રહ્યો છે. આ ઘટના પછી સુરક્ષાના ભાગરૂપે પશ્ચિમી ન્યૂયોર્ક અને ઓંટારિયોની વચ્ચે ત્રણ બીજા બ્રિજને તરત જ બંધ કરી દીધા છે. સુરક્ષા અધિકારીઓએ બફેલો-નાયગ્રા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર બધી કારોની તાપસ શરૂ કરી દીધી હતી અને મુસાફરોને તપાસમાં સહયોગ આપવા માટે વિનંતી કરી હતી.
વિસ્ફોટના કારણે 30 ફુટ ઉંચો ધડાકો થયો
સ્થાનીક લોકોએ સોશ્યલ મીડિયા પર વિસ્ફોટની ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છએ. જેમાં ફુટપાથ પર આગનો ધુમાડો અને જ્વાળાઓ જોવા મળી રહી છે. કારમાં વિસ્ફોટ થયા પછી 30 કે 40 ફુટ ઉંચો ગોળઓ બન્યો. તેમણે આવું ભયાનક દશ્ય આ પહેલા ક્યારેય નથી જોયું.