By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    15 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    14 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    15 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    15 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    2 days ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    7 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ
Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor
Last updated: 2026/08/08 at 2:46 PM
Khaskhabar Editor 2 months ago
Share
14 Min Read
SHARE

ડૉ. મનીષ આચાર્ય : મેડિકલ માયાજાળ

યુ.એન મેહતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટર અમદાવાદ; રાજ્યની ભાજપ સરકારનો એક શિરમોર પ્રોજેક્ટ

- Advertisement -

હૃદય અને નસોની હૃદય સંબંધિત કોઇ પણ બીમારીના કોઇપણ સ્ટેજે ઉત્કૃષ્ટ સારવાર માટે સજ્જ યુ.એન.મહેતા હોસ્પિટલ

સરકારી હોસ્પિટલના સામાન્ય હાર્ટ વોર્ડથી શરૂ કરીને 1251 બેડની એશિયાની સર્વશ્રેષ્ઠ કાર્ડિયો વાસ્ક્યુલર ઇન્સિટટ્યૂટ તરીકેની 44 વર્ષની સફર

ન તો કેવળ ઉત્કૃષ્ઠ સારવાર બલ્કે અપવાદ રૂપ જેવો ઉમદા માનવીય અભિગમ છેક નીચેથી ઉપર સુધી

- Advertisement -

શહેરોમાં રાજ્યમાં દેશમાં અને દુનિયામાં સર્વત્ર હૃદય અને જીવનશૈલી સંબંધિત બીમારીઓનું પ્રમાણ નોંધપાત્ર કરતા પણ વધુ પ્રમાણમાં વકરી રહ્યું છે. દૂષિત પર્યાવરણ, પ્રોસેસ્ડ ફડનું વધતું ચલણ, તણાવ અને અસ્વસ્થ
આદતોના કારણે આ રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ખાસ કરીને હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધવાની સાથે તેની જટિલતા પણ વધી છે. એક જમાનો હતો જ્યારે હૃદયની બીમારીઓ બાબતે. એક હાર્ટ એટેકનું
નામ જ લોકો જાણતા હતા પરંતુ આજે આ બીમારીઓનું ફલક ખાસ્સું વિસ્તર્યું છે. યુવાનો તો ઠીક બાળકો અને નવજાત શિશુઓમાં પણ હૃદયની જટિલ બીમારીઓ ચિંતાજનક રીતે દેખાઈ રહી છે. અલબત્ત વિજ્ઞાનનું કામ ચિંતા
કરવાનું નથી, વિજ્ઞાન પોતાની સમક્ષ આવેલા પડકારોનો સામનો કરવાના બહેતર માર્ગ શોધે છે, ઉત્કૃષ્ઠ ઉકેલ શોધે છે. આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી યુ. એન મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયાક એન્ડ રિસર્ચ
સેન્ટર આધુનિક ચિકિત્સા પદ્ધતિને વરેલું આવું જ એક મહાઅભિયાન છે. યુ. એન મેહતા ઇન્સ્ટિટ્યૂટ ન તો કેવળ અમદાવાદ, ન તો કેવળ ગુજરાત બલ્કે પુરા દેશનું ગૌરવ છે. તેની ગણના એશિયાની શ્રેષ્ઠ અને વિશ્વની કેટલીક
બહેતરીન કાર્ડિયાક ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ સંસ્થાઓ માંહે એક તરીકે થાય છે. આ ઇન્સ્ટિટ્યૂટનો સંકલ્પ છે, પોતાની પાસે આવેલા હ્રદય સંબંધિત સમસ્યાઓના દર્દીઓને કોઈ પણ જાતના ભેદભાવ વગર અત્યંત કિફાયતી દરે,
સસ્મિત ઉત્કૃષ્ઠ અને અત્યાધુનિક સંશોધન, પધ્ધતિ અને ઔષધો મુજબની સારવાર આપવી. સરળ ભાષામાં કહીએ તો આજે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ પડખે એક વિરાટ હાર્ટ હોસ્પિટલના
રૂપમાં ગૌરવથી આજે જે સંસ્થા અડીખમ ઊભી છે.

તેની સ્થાપના આમ તો ૧૯૯૨માં થઈ હતી પરંતુ આ પહેલા પણ છેક ૧૯૮૨થી આ યુ.એન. મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) કાર્યરત હતું. પણ તે વખતે તે કોઈ સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થા
તરીકે અસ્તિત્વમાં ન હતી. તે સમયે એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક વિશિષ્ટ કાર્ડિયોલોજી વિભાગ તરીકે કાર્યરત હતી. તે યુગમાં આ વિભાગ કેવી રીતે વિકસિત થયો તેના ઐતિહાસિક સંદર્ભ અને સમયરેખામાં
જોઈએ તો આ ઐતિહાસિક ટ્રસ્ટની સ્થાપના ૧૯૮૨માં કરવામાં આવી હતી. ભારતીય ફાર્માસ્યુટિકલ જાયન્ટ ટોરેન્ટ કંપનીના ઉત્તમભાઈ નાથાલાલ મેહતાના નામે આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી.

તેમનું લક્ષ્ય ખાસ કરીને હૃદયની સંભાળની જરૂરિયાતને સમજીને ગુજરાતમાં વિશ્વ સ્તરીય કાર્ડિયાક સુવિધાઓ ઊભી કરવાનું હતું. સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગ સંબંધિત સારવાર આપતું આ ડિપાર્ટમેન્ટ ૧૯૮૦થી કાર્યરત હતું.
૧૯૮૨થી ટોરેન્ટ ગ્રુપના યુ એન મેહતા ટ્રસ્ટ દ્વારા તેને આર્થિક મદદ મળવાની શરૂ થઈ તે છેક ૧૯૮૬ સુધી ચાલુ જ હતી. તે દરમિયાન સ્વયં ઉત્તમચંદ મેહતાને અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં બાયપાસ સર્જરી માટે દાખલ થવાની
જરૂર પડી ત્યારે તેઓને ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ પ્રકારની સુવિધાઓના અભાવનો અહેસાસ થયો. આ રીતે ૧૯૯૨માં આ ખોટ પૂરી કરવા આખરે એક સ્વતંત્ર સ્વાયત, જાહેર-લાભના તબીબી ટ્રસ્ટમાં પરિવર્તિત
થયો. ગુજરાત સરકારે ૧૯૯૨માં તેને એક સ્વાયત્ત ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થા તરીકે સત્તાવાર રીતે પ્રમોટ કર્યું, જેને આપણે આજે જાણીએ છીએ તે યુએનએમઆઇસીઆરસીને જન્મ આપ્યો. આજે, ૧૯૮૨-૧૯૮૬ના યુગમાં
પરોપકારી ટ્રસ્ટ દ્વારા સમર્થિત નાના એવા વિભાગ તરીકે જે શરૂ થયું તે આજે ૧,૨૫૧ પથારીના સંસ્થાન તરીકે વિકસી ચૂક્યું છે અને તેને સૌથી મોટી હૃદયની સારવારની વિશેષ સુવિધાઓ અને એક વિશેષ કાર્ડ હોસ્પિટલ બનાવી
છે.

આમ આજની વિરાટ યુ.એન. મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના ૧૯૯૨માં ગુજરાત સરકાર દ્વારા જાહેર ટ્રસ્ટ અને ગ્રાન્ટ-ઇન-એઇડ સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી. શરૂઆતના તે સમયે
હોસ્પિટલમાં ૩૫-બેડની સાધારણ સુવિધાઓ પ્રાપ્ય હતી પણ આજે તે વિશ્વની સૌથી મોટી સિંગલ સુપર-સ્પેશિયાલિટી કાર્ડિયાક ટીચિંગ હોસ્પિટલોમાંની એક બની ચૂકી છે.

૩૫ પથારી, ૧ કાર્ડિયાક ઑપરેશન થિયેટર અને ૧ કેથ લેબ સહિતના મૂળભૂત માળખા સાથે જેની શરૂઆત થઈ તે સંસ્થા સત્તત વિકાસ અને વિસ્તરણ માનસિકતા સાથે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ સાથે જોડાણ કરે છે.
સંસ્થાના શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમો જોઈએ તો વર્લ્ડ-ક્લાસ સ્કેલિંગ મુજબ અહીં અદ્યતન બાળરોગ અને પુખ્ત કાર્ડિયાક કેર સુવિધાઓમાં અકલ્પ્ય વૃધ્ધિ થઈ છે.

આજે તેમાં હાઇ-ટેક મોડયુલર ઓપરેશન થિયેટરો અને વ્યાપક પુનર્વસન એકમોનો સમાવેશ કરે છે. સંસ્થાનો મુખ્ય ધ્યેય ચેરિટેબલ, કન્સેશનલ, કે બીલકુલ નિશુલ્ક ધોરણે હાઈ એન્ડ કાર્ડિયોવેસ્ક્યુલર જેવી તબીબી સારવાર અને
તબીબી સંભાળ હેઠળ રાજ્યના લોકોને તમામ સ્તરની સારવાર આપવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તો ચાલો આ મહાન સ્વાસ્થ્ય પ્રકલ્પના તવારીખી ઇતિહાસ પર પણ એક દૃષ્ટિ કરી લઈએ.

1982 : જોકે અમદાવાદના આજના અત્યંત સુસજ્જ એવા આપણા યુ એન મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની વિકાસયાત્રા એટલી ટૂંકી પણ નથી. આજથી ૪૪ વર્ષ પહેલા ૧૯૮૨માં તેનું વજૂદ અમદાવાદ
શહેરની સિવિલ હોસ્પિટલના કેવળ એક સામાન્ય ડિપાર્ટમેન્ટ તરીકેનું હતું. તે વખતે તેમાં કેવળ એક મેડિકલ ICCU વોર્ડ હતો. ઓછા ગંભીર દર્દીઓની સારવાર સામાન્ય વોર્ડમાં થતી હતી.

1992 : તે પછીના દસ વર્ષ બાદ ૧૯૯૨માં આ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ પબ્લિક ટ્રસ્ટ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. રાજ્યની ભાજપ સરકારે તેને એક વિરાટ કાર્ડિયોલોજી પ્રકલ્પ તરીકે
વિકસાવવાનું સ્વપન જોયું અને એક સરકાર તરીકે તેના વિકાસમાં ઊંડો અને સક્રિય રસ પણ લીધો. આ તબક્કે “ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર’ તરીકેની તેની ઓળખ પ્રસ્થાપિત કરીને તેને એક સ્વાયત
બોડીનું રૂપ આપવામાં આવ્યું હતું. ત્યારે તેમાં બેડ કેપેસિટી ૩૫ની હતી. એક – કાર્ડિયાક કેથ લેબોરેટરી હતી, એક ઓપરેશન થિયેટર હતું અને હવે સંસ્થા પાસે મેડિકલ અને સજીકલ બન્ને ICCU હતા.

1996 : આ વર્ષમાં સંસ્થાને ગુજરાત સરકાર દ્વારા યુ. એન મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) તરીકેનું નવું નામ આપવામાં આવ્યું હતું. અલબત્ત આ વાત કેવળ નવા નામની ન્હોતી બલ્કે
હૃદયની સારવાર ક્ષેત્રના સરકારના મહાસ્વપનને ટોરેન્ટ ગ્રુપના મોભી ઉત્તમચંદ નાથાલાલ મેહતાના નામના યુ. એન મેહતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી માતબર રકમનું ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બેડ કેપેસિટી દાન
પ્રાપ્ત થયું હતું અને એ તબ્બકે જ ઇન્સ્ટિટ્યુટનું નવી ૩૫થી વધીને ૭૫ની કરી નાખવામાં આવી હતી, કાર્ડિયાક કેથ લેબોરેટરીની સંખ્યા એકની હતી, કાર્ડિયાક ઓપરેશન થિયેટરની સંખ્યા વધીને ૨ થઈ ગઈ હતી અને મેડિકલ
સજીર્કલ બન્ને માટે અદ્યતનની પ્રાપ્તિ થઈ હતી.

2010 : આજના આપણા વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીના સંનિષ્ઠ પ્રયાસો અને દીર્ઘ દૃષ્ટિથી ઇન્સ્ટિટ્યુટનું વિશેષ expansion and upgradation હાથ ધરવામાં આવ્યું હતું. તેનું
ઉદઘાટન શ્રીમોદીજીએ જ કર્યું હતું. તેમના પ્રયાસોથી તેમાં સ્ટેટ ઓફ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝથી સજ્જ કરવામાં આવ્યું હતું. તે રીતે સેવાની ક્ષમતામાં પણ વધારો થયો હતો. બેડ કેપેસિટી ૨૦૦થી વધીને ૪૦૦ એ
પહોચાડવામાં આવી હતી, કાર્ડિયાક કેથેટરાઇઝેશન લેબોરેટરીની સંખ્યા ૪ની કરાઈ હતી અને તેમાં હાઈબ્રિડ OTનો પણ સમાવેશ થતો હતો. કાર્ડિયાક ઓપરેશન થિયેટરની સંખ્યા ૫ પર પહોંચી હતી અને તેમાં એક પીડિયાટ્રિક
OT પણ હતું. તે સાથે જ ૩૩ બેડની કેપેસિટી ધરાવતો મેડિકલ ICCU પણ ઊભો કરવામાં

આવ્યો હતો. નવજાત શિશુ દર્દીઓ માટે ૫ બેડની કેપેસિટીનો એક ICCU તૈયાર કરાયો હતો. ૧૫ બેડની કેપેસિટી ધરાવતું એક પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ૩૨ બેડની ક્ષમતાનો એક એડલ્ટ
કાર્ડિયો થોરાસિક રિકવરી રૂમ ઉભો કરાયો હતો અને ૨૦ બેડનો પીડિયાટ્રિક કાર્ડિયો થોરાસિક રૂમ ઉભો કરાયો હતો.

2020 : ઇન્સ્ટિટ્યુટનું ફેઝ -૨ કાર્ડિયાક હોસ્પિટલ બિલ્ડિંગના રૂપમાં વિસ્તરણ : આ સમયગાળામાં વધુ વિસ્તરણ રૂપે હોસ્ટેલ બ્લોક અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સુવિધા સહિતની પીડિયાટ્રિક હોસ્પિટલ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું
હતું ૨૪-૧૦-૨૦૨૦ ના રોજ વડાપ્રધાન શ્રી મોદીજીએ તેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું.

2025-26 : આજે ૨૦૨૬ સુધીમાં તો વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂકેલી આ સંસ્થાએ કાર્ડિયાક ન્યૂરો કેર સુવિધાઓ સાથેના સેટેલાઇટ સેન્ટર GMERS મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ -ગાંધીનગરનું વર્ચ્યુઅલ ઉદઘાટન
આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં ખાસ કરીને ગાંધીનગર જિલ્લાના અત્યંત ગરીબ લોકોને સ્ટેટ ઓફ આર્ટ કક્ષાની કાર્ડિયાક અને ન્યુરો સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગાંધીનગરની
ત્રઋબઊછજ સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે ભોંયતળિયાથી લઈને ત્રીજા માળ સુધીમાં પૂરા ૯૬ બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી દીધી છે, અહીં ૨ સંપૂર્ણ સજ્જ હાઈ એન્ડ મોડયુલર ઓપરેશન થિયેટર, એક અતિ આધુનિક
કેથ લેબ, ૪૧ અલ્ટ્રા મોડર્ન ICU, આઈસોલેશન સુવિધા સહિત ૨૩ બેડની કેપેસિટીનો જનરલ વોર્ડ, બ્લડ કલેક્શન રૂમ, ફ્લેબોટોમી રૂા, ન્યુમેટિક ટ્યુબ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, અત્યાધુનિક પેથોલોજી લેબ, અત્યાધુનિક રેડિયોલોજી
તેમજ છેલ્લામાં છેલ્લી ટેક્નોલોજી મુજબની કાર્ડિયાક ડાયગ્નોસ્ટિક સિસ્ટમ અને સોનોગ્રાફી સેન્ટર મોજુદ છે. અહીં અત્યંત નાજુક સ્થિતિના દર્દીઓને સારવાર આપવાની સંપૂર્ણ સુવિધાઓ છે. આ સાથે જ પીએમ જય મા અને
આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવારમાં અનેક લાભ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને સારવારમાં બહુ મોટું કન્સેશાન આપવામાં આવે છે. યુ. એન મેહતા કાર્ડિયો વાસ્ક્યુલર રિસર્ચ સેન્ટર
કેવળ વિશાળતા કે ભવ્યતાનો પ્રાણહીન નમૂનો નથી બલ્કે તે એક સ્વાસ્થ્ય સુશ્રુષા સારવાર સંભાળની પૂર્ણ જાગૃત ચેતનાનું જીવંત ઉદાહરણ છે, આજે અહીં સોમથી શનિ સુધી રોજ સવારે ૯થી રાત્રીના ૮ સુધી નિયમિત રીતે
ઓછામાં ઓછા ત્રણ તજજ્ઞ ડોક્ટરની ઓપીડી ચાલુ હોય છે. તે સાથે જ ઈમરજન્સી કેસ પણ લેવાતા રહે છે. સંસ્થા પાસે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની આખી ફોજ છે. વિચક્ષણ કાર્ડિયો તબીબ ડો. ચિરાગ
દોશીના નેતૃત્વ હેઠળ આજે સેંકડો ક્રિટિકલ દર્દીઓને મેડિકલ અને સજીર્કલ સારવાર અપાઈ રહી છે. ઇન્સ્ટિટ્યુટ પાસે અનેક અનેક વિભાગોના તજજ્ઞ છે. અનેક કાર્ડિયો ફિશિયન અને સર્જનો છે, અનેક ડાયેતીશ્યન અને
ફિઝીયોથેરાપિસ્ટ છે. કુશળ તાલીમબદ્ધ પરિચારિકાઓની ફોજ છે. નર્સિંગ સેવાઓ અહીં ત્રણ સ્તરે કાર્ય કરે છે. તેમની સંખ્યા અહીં લગભસ દોઢ હજાર જેટલી હશે.

હોસ્પિટલમાં દર્દીઓને અનુકૂળ આવે તેવો આહાર છેક બેડ સુધી હોસ્પિટલ સુવિધા દ્વારા જ પહોંચાડવામાં આવે છે તે ઉપરાંત દર્દીઓના સ્વજનો માટે અહીં એક બહુ મોટી કેન્ટીન છે તેમાં ખૂબ જ વ્યાજબી ભાવે અનેક સ્વાદિષ્ટ
અને સાત્વિક ડિશ સવારે ૯ થી રાત્રિના ૯ સુધી મળતી રહે છે. હોસ્પિટલ સંકુલમાં સ્વચ્છતા અને હાઈજીનનો પૂરો ખ્યાલ રાખવામાં આવે છે. છેક વોર્ડબોયથી લઈને તજજ્ઞ તબીબો સુધીના લોકોના અભિગમમાં કુમાશ અને મૃદુતા
જોવા મળે છે.

સંસ્થાના કાર્ડિયો વેસ્ક્યુલર અને થોરાસિક સર્જરી વિભાગ દ્વારા શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૩૭૦૦ પુખ્ત કાર્ડિયાક સર્જરી સહિત કુલ ૬૭.૮૫૦થી વધુ હાર્ટ સર્જરીઓ પૂર્ણ કરીને પોતાની કુશળતા અને સજ્જતા પુરવાર કરી છે.
કોરોનરી ધમની બાયપાસ, વાલ્વ રિપ્લેસમેન્ટ અને સમારકામ, કટોકટી અને વૈકલ્પિક પેરિફેરલ વેસ્ક્યુલર પ્રક્રિયાઓ, એઓર્ટિક સર્જરી અને તમામ થોરાસિક ઓપરેશન્સ જેમાં ફેફસાં અને મિડિયાસ્ટિનમનો સમાવેશ થાય છે. આ
સેવા જટિલ અને ઇમરજન્સી કોરોનરી બાયપાસ, રીડો સર્જરી અને ECMO માં શ્રેષ્ઠતા પ્રદાન કરે છે.

૮ મોડ્યુલર ઓપરેશન થિયેટરો સાથે ૬૦ પથારીવાળો પુખ્ત કાર્ડિયાક થોરાસિક રિકવરી રૂમ. હાલમાં યુનિટ તૈયારી કરી રહ્યું છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સ્થાપિત કરવા માટે તૈયાર છે. ટ્રાન્સપ્લાન્ટ યુનિટમાં સમર્પિત ટીમ,
સમર્પિત ઓપરેશન થિયેટર અને સમર્પિત ICCU છે. વિભાગમાં કાર્ડિયો થોરાસિક સર્જનો, કાર્ડિયાક એનેસ્થેસિયોલોજિસ્ટ્સ, ઇન્ટેન્સિવિસ્ટ અને કાર્ડિયો વેસ્ક્યુલર થોરાસિક સર્જરી રેસિડેન્ટ (પ્રશિક્ષણાર્થીઓ) અને કાર્ડિયાક
એનેસ્થેસિયોલોજિસ્ટ રેસિડેન્ટ્સ (પ્રશિક્ષણાર્થીઓ) સાથે સંપૂર્ણ સમય, સમર્પિત ટીમ સાથે સ્ટાફ છે.

સંસ્થાને કાર્ડિયોલોજિસ્ટ્સ, પેડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ અને સમર્પિત બાળ ચિકિત્સકોની ખૂબ જ અનુભવી ટીમ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. આખી ટીમ સારા પરિણામો સાથે ગુણવત્તાયુક્ત સર્જરી અને સંભાળ પૂરી પાડવાનો
ધ્યેય ધરાવે છે અને વધુ ઊંચાઈ હાંસલ કરવા પ્રયત્નશીલ છે.

પ્રોફેસર ડો.ચિરાગ દોશી
યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC)ના વર્તમાન ડિરેક્ટર તરીકે વિચક્ષણ તબીબ ડો. ચિરાગ દોશી સેવા આપી રહ્યા છે. તેઓ કાર્ડિયોવેસ્ક્યુલર એન્ડ થોરાસિક સર્જરી (CTVS) વિભાગના
વડા અને પ્રોફેસર તરીકે પણ સેવા આપે છે. તેઓ ડિરેક્ટર અને ક્લિનિકલ ડિરેક્ટર અને એડિશનલ કાર્ડિયોવેસ્ક્યુલર ડિપાર્ટમેન્ટ, થોરાસિક ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર પણ છે .તેઓ સેક્રેટરી ઓફ ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ
છે. તેઓએ હૃદય સંબંધિત બીમારીઓ અને તેની સારવાર તેમજ તેને અગાઉથી જ અટકાવવા માટેના અનેક જનજાગૃતિ કાર્યક્રમો અને આયોજનોમાં ચાવીરૂપ ફાળો આપ્યો છે.

નવી સુવિધાઓ
– નવું GRIHA ૪ સ્ટાર ગ્રીન હોસ્પિટલ બિલ્ડિંગ, બેડ કેપેસિટી ૪૫૦ થી વધીને ૧૨૫૧,
– કાર્ડિયોલોજી એન્ડ CVTS (એડલ્ટ પીડિયાટ્રિક) માટે નવા ઓપીડી બ્લોક્સ.
– એડલ્ટ હાઈ એન્ડ કાર્ડિયાક મોડયુલર ઘઝ સંખ્યા ૫
– પીડિયાટ્રિક હાઈ એન્ડ કાર્ડિયાક મોડયુલર સંખ્યા ૫
– હાર્ટ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટેશન OT સંખ્યા ૧.
– ન્યૂનતમ કાપકૂપ સાથે અતિ એડવાન્સડ કાર્ડિયાક મોડ્યુલર OT સંખ્યા ૧.
– પીડિયાટ્રિક કાર્ડિયાક કેથ લેબ સંખ્યા ૧.
– ઇલેક્ટ્રોફિઝીલોજી કાર્ડિયાક કેથ લેબ સંખ્યા ૧.
– સ્ટેટ ઓફ આર્ટ ક્રિટિકલ જનરલ બેડ (એડલ્ટ પીડિયાટ્રિક)
– રિસેપ્શન, વિશાળ કેન્ટિન અને જીમની સુવિધાઓ સાથે હોસ્ટેલ બ્લોક.
– ૪૦૦ બેઠકની કેપેસિટી સાથેનું ઓડિટોરિયમ

You Might Also Like

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવુક કાવ્યાંજલી
Next Article વૃક્ષો નહિ નિંદામણ વાવો !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?