By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    1 day ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    1 day ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    1 day ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    1 day ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    1 day ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    1 day ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૃક્ષો નહિ નિંદામણ વાવો !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વૃક્ષો નહિ નિંદામણ વાવો !
Author

વૃક્ષો નહિ નિંદામણ વાવો !

Khaskhabar Editor
Last updated: 2026/08/08 at 2:48 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા : કાર્તિકોલોજી

એક પૈરાણિક કથા છે. ગણેજીને એકવાર અનલાસુર નામનાં દૈત્ય સાથે યુધ્ધ થયુ અને ગણેશજી એને ગળી ગયા. આને કારણે એમને ખૂબ દાહ ઉત્પન્ન થયો.. કેમકે આ દાનવ ખૂબ અગ્નિ તત્વ પ્રભાવી હતો.

- Advertisement -

આ દાહ શમન કરવા ગણેશજીને ઠંડા પાણીનો અભિષેક કરવામાં આવ્યો ચંદનનો લેપ કરવામાં આવ્યો, મસ્તકે ચંદ્રમા મૂકવામાં આવ્યા. પણ ગણેશજીને થતો દાહ શાંત થયો નહિ. છેવટે એમને એકવીસ દૂર્વાના કૂણાં અંકુર
આપવામાં આવ્યા.. અને ચમત્કાર થયો. એમનો દાહ શાંત થયો. આથી, શ્રીગણેશજીની પૂજામાં દૂર્વા નામનાં ઘાસનું મહત્વ ગણાય છે.

પૌરાણિક વાર્તાઓ ચમત્કારિક હોય છે એટલે ઘણા મૂર્ખ એને મિથક કહે છે પરંતુ મિથક પાછળની સમજણને પામવાથી વંચિત રહે છે.

દુર્વા એક સામાન્ય, જાતે ઉગી નીકળતુ ઘાસ છે પણ એમ છતાં આપણે ત્યાં એને બહુ ઊંચું સ્થાન અને મહત્વ અપાયું છે.

- Advertisement -

કુશ નામનાં એક અણિયાળા પાતળા ઘાસને પણ અત્યંત પવિત્ર ગણાય છે. કુશમ લાતિ ઇતિ કુશલ.. અર્થા કુશળ એ છે કે જે કુશ (નામનાં ઘાસને) તોડી લાવે છે. કુશલ એટલે સ્કિલ્ડ. કુશ નામનાં ઘાસને તોડીને સાચવી શકે એને
ચપળ, કૌશલ્ય વાળો માણસ એટલે કે કુશળ કહેવાય.

ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનું મૂળ નામ કુશસ્થળી હતું. એટલે કે જયા કુશ નામનું ઘાસ ખૂબ ઉગે છે તે સ્થળ.

આવી કુશ અને દૂર્વા જેવી, જાતે જાતે, કોઈ પ્રયાસ વિના ઉગી નીકળતી અને વળી જીવી જાણતી વનસ્પતિને ગુજરાતીમાં બહુ ખરાબ નામ અપાયું છે : નિંદામણ !!

એટલે કે એવી વનસ્પતિ કે જે નિંદાને/નિંદવાને પાત્ર છે !!

બોલો કેવો અન્યાય !! વરસાદ આવે અને આખી ધરતી લીલી ચાદર ઓઢી લે છે તે લીલી ચાદર આવા “નીંદણ” ની તો બનેલી હોય છે…ધરતીને આટલી સુંદર લીલી ચૂંદડી ઓઢાડવા વાળી વનસ્પતિઓને તમે નીંદણ કહેશો??

હિન્દીમાં આવી વનસ્પતિઓ માટે બહુ જ સુંદર મજાનો અને અર્થસભર શબ્દ છે : ખરપતવાર.. કેટલું અર્થસભર નામ છે ! ખર એટલે ક્ષાર, પત્ત એટલે પાંદડા અને વાર એટલે વાળી.. અર્થાત્, ક્ષાર વાળા પાંદડા વાળી વનસ્પતિ.

પાલક, તાંદળજો, લુણી, પોઈ, ડોડી/ખરખોડી, મેથી બધી ભાજીઓ ખરેખર ખરપતવાર એટલે કે નીંદણ મુંબ છે.. આ ભાજીઓ કે એના છોડ, વેલાં ને ઉગાડવા નથી પડતાં.. એ જાતે ઉગી જતા.. એની ખેતી તો હવે થાય છે.

અશ્વગંધા હોય કે પુનર્નવા હોય, બેયના નામ અને -કામ બેય ભારેખમ છે . આ બેય ખરેખર અડબાઉ વનસ્પતિ છે. આયુર્વેદમાં મોટાભાગની ઔષધીય વનસ્પતિ આવી જ છે. ડોડી નામની વેલ થાય એના ફળ ને દરેક આયુર્વેદિક
ગ્રંથમાં શ્રેષ્ઠ શાક ગણવામાં આવ્યું છે.આ ડોડી ખરેખર તો ખેતર વાડીને શેઢે જાતે ઉગી નીકળતી વેલ છે.. ડોડી ખાય એને કદી આંખના રોગ કે ચશ્મા આવે નહિ તે પાકું છે. નવજાત બાળકની માતાને દૂધ ના આવતું હોય તો
ડોડી એકમાત્ર એવી વેલ છે જેનું શાક ખાવાથી દૂધ બને છે. દૂધ વધારવાની એકેય દવા નથી. ડોડી રામબાણ “સપ્લીમેન્ટ” છે. મુંબઈની એક ફાર્મસી સો વર્ષથી માત્ર ડોડી ની ટેબ્લેટ બનાવે છે. જે માતાઓમાં ધાવણ વધારે છે..
આ તો એક ડોડીનો મહિમા થયો! અશ્વગંધા, પુનર્નવા, દૂર્વા, ભાંગરો, અધેડો, હરવિ ગોખરુ, બલા, અતિ બલા, પાણ કંદ જેવી તમામ, હાજી તમામ, વનસ્પતિઓ અડબાઉ છે…છતાં એના ગુણ સર્વોચ્ચ છે.

આયુર્વેદમાં ભાગ્યે જ એવી વનસ્પતિઓ ઔષધ તરીકે છે જે ખેતી કરવામાં આવતી હોય. સ્વાર્થી માણસજાતે જંગલી વનસ્પતિ ની ખેતી કરવાનું શરૂ કર્યું પછી એનામાં સ્વાદ અને ઉત્પાદન વધારવા સતત બ્રિડિંગ કર્યું. પણ એને
કારણે આ ચીજોના ઔષધીય ગુણ નાશ થયા. જ્યારે જાતે ઉગી નીકળતી વનસ્પતિઓમાં એ ઔષધીય ગુણ અકબંધ રહ્યા. નોર્થ ઈસ્ટ ના લોકો પચાસ સાઈઠ વર્ષની ઉંમરે એકદમ યુવાન દેખાય, વાળ કાળા, પેટ અંદર અને
એકદમ સ્વસ્થ હોય એનું કારણ એમને પૂછશો તો કહેશે 17 કે ત્યાં ઉગતી અનેક અનેક ભાજીઓ ખાઈને તેઓ એવા ।। તાજામાજા રહે છે.. (નોર્થ ઈસ્ટ માં પણ અનેક શાકાહારી -ર જાતિઓ છે તે જાણ ખાતર) . આપણા પંચમહાલ
કે 21 અરવલ્લી ના આદિવાસી ભાઈ બહેનોને ક્યારેય ચશ્મા નથી આવતા. એનું કારણ છે એમના ખોરાકમાં આ વિધ વિધ નો ભાજીઓનો સમાવેશ જેને આપણે નીંદણ કે ખરપત્વાર કે વિડ ગણીને નાશ કરી નાખીએ. સૌરાષ્ટ્રમાં
બાબરિયાધાર, બરડા અને નાઘેર (મૂળ શબ્દ નાગર) પંથકમાં આજે ય અનેક પ્રકારની ભાજીઓ ખાવાનું ચલણ છે અને એ એમના દેહ સૌષ્ટવમાં દેખાય છે.હજી ત્યાં અમદાવાદ મુંબઈની જેમ ગોળીઓ ગળવાના ચલણ શરૂ થયા
નથી..

વિકસિત દેશોમાં તો આજે ફરી લોકો વીડ એટલે કે આ અડબાઉ ગણાતી વનસ્પતિઓ ને ઉગાડતા થયા છે. આ વીડ ઉપર કેટલા બધા કીટક નભતા હોય એ મૂર્ખ માણસજાતને હજી ખબર નથી. આ અડબાઉ કે નીંદણ કે
ખરપતવાર ઉપર નભતા જીવ અનેક ઉપદ્રવી કીટકો અને મચ્છર ને દુર રાખે છે.

ઘરમાં મની વેલ કે પરદેશી કેક્ટસ ઉગાડીને ઉતેજીત થતા લોકોને આ અડબાઉ કહેવાતા છોડ વેલા ની સુંદરતા બતાવવા લેખ સાથે અમુક ફોટા જોડેલા છે… સોરઠ અને નાઘેર પ્રાંતના ગામોમાં આજે ય કુશળ ખેડૂત ભાઈઓ
આવી વનસ્પતિઓની જીવંત વાડ બનાવે છે!! શૂરવીર કોમ કારડીયા રાજપુતો ના ખેતરમાં આજે પણ તમને આવી વાડ મળી જાય. બાકી આખા ગુજરાતમાં હવે ઝટકા (વિધુત શોક) લાગે એવા ફેંસિંગ કરવાનો ચીલો પડયો છે !!

ખેત ઉત્પાદન વધારવાના પ્રયાસ રૂપે આપણે ત્યાં હવે હરબિસાઈડ નામનાં ભયાનક ઝેરના ઉપયોગ શરૂ થયા છે.

વિયેતનામ યુદ્ધ વખતે અમેરિકાએ એજન્ટ ઓરેન્જ નામનાં એક રસાયણનો ઉપયોગ કરેલો એ યાદ છે? આ એજન્ટ ઑરેંજ બીજું કશું નહિ પણ હરબિસાઇડ હતું!! કેટલું ખતરનાક રસાયણ હશે કે એની અસરથી આજે પણ
વિયેતનામમાં વિકૃત શરીર ધરાવતા બાળકો જનમે છે જેને એક હાથ ના હોય, કમરથી પગ નીકળતો હોય અને એવી તો અનેક વિકૃતિઓ!! વિયેતનામ ના ગાઢ જંગલ ને બાળી ને એમાં છુપાયેલા વીયેટકોંગ નામનાં ગેરિલા
યૌદ્ધાઓને હેલિકોપ્ટર અને વિમાની હુમલાથી મારી નાખવા અમેરિકાએ એજન્ટ ઓરેંજ વાપરેલું!

આવા અનેક હરબી સાઈડ બહુ ડેન્જર છે છતાં બેરોકટોક વપરાય છે.. ધરતીને વાંઝણી કરવામાં આ ઝેરી રસાયણોનો મોટો ફાળો છે. .

વૃક્ષ વાવો કે ના વાવો, કદી આવા જાતે ઉગી નીકળતા છોડ વેલ ને તોડશો કે નિંદશો નહિ.. આ નાના નાના છોડવા તો ધરતી માતાની લીલી ચાદરના તાણાવાણા છે !!

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ
Next Article आखेटस्य कथा रम्या

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?