ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સ્વ. ઇન્દિરા ગાંધીજી તેમજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના, નારીશક્તિ અને શૌર્યનાં પ્રતીક રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે બંને મહાન નારીશક્તિઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ બંને મહાન વ્યક્તિત્વોના જીવન, સંઘર્ષ, સાહસ અને દેશ પ્રત્યેના યોગદાનને યાદ કર્યા હતા. રાણી લક્ષ્મીબાઈજીએ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજ શાસન સામે અદમ્ય સાહસ અને વીરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દેશની આઝાદી અને સ્વાભિમાન માટેનો તેમનો સંઘર્ષ આજે પણ યુવા પેઢી અને ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. જ્યારે સ્વ. ઇન્દિરા ગાંધીજીએ દેશના વડાપ્રધાન તરીકે પોતાના નેતૃત્વ, મક્કમ નિર્ણયશક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાથી ભારતીય રાજકીય ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું હતું. દેશની એકતા અને અખંડિતતા માટે તેમણે આપેલું બલિદાન હંમેશાં યાદ રાખવામાં આવશે. આ કાર્યક્રમ માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત ડી.પી મકવાણા,દિપ્તીબેન સોલંકી, હાજીભાઇ ઓડિયા, નયના બા જાડેજા શાંતાબેન મકવાણા ચંદ્રિકાબેન વરાણીયા ભરતભાઈ કોયાણી સિકંદરભાઈ ડાકોરા, જગદીશ સિંહ જાડેજા ગિરીશભાઈ પટેલ સલીમભાઈ કારીયાણી જલ્પેશ વાઘેલા જીતુભાઈ ઠાકર, અમિત ઠાકર, જગદીશભાઈ ડોડીયા,તેમજ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

You Might Also Like
Follow US
Find US on Social Medias


