નવા વર્ષે બોણી : માથાભારે પેડલર સુધા ધામેલીયા સહીત 14ની ધરપકડ, એકનો જેલમાંથી કબ્જો લેતી પોલીસ
આ ગુનામાં બે પરિવાર ઝપટે ચડ્યા : ચાર સગા ભાઈ અને માતા-બે પુત્રો સામેલ : મિલ્કતો ટાંચમાં લેવાશે
- Advertisement -
રાજકોટમાં વારંવાર ગુનાઓ આચરી આતંક મચાવી લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરનાર હાંડા ગેંગ સામે ક્રાઈમ બ્રાંચે ગુજસીટોકનો ગુનો નોધી સુત્રાધાર સહિત 15 આરોપીઓની ધરપકડ કરી છે આ ટોળકીએ એક દશકામાં હત્યા, હત્યાની કોશીષ, લૂંટ, અપહરણ સહિત 87 ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે આ ગેંગમાં હાંડો મુખ્ય સૂત્રધાર છે તેમજ સેકન્ડ નંબર ઉપર કુખ્યાત પેડલર સુધા ધામેલીયાનો સમાવેશ થાય છે નવા વર્ષે પોલીસે જે ગુજસીટોકની બોણી કરી છે તેમાં બે પરિવાર ઝપટે ચડી ગયા છે આ ગુનામાં ચાર સગા ભાઈ અને માતા તથા બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે આજે વધુ પુછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજકોટ પોલીસે નવા વર્ષે કુખ્યાત હાંડા ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે કડક કાર્યવાહી કરવા પોલીસ કમીશનર બજેશકુમાર ઝાની સૂચના અન્વયે ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીઆઇ સી એચ જાદવ, પીએસઆઈ સી બી જાડેજા સહિતની ટીમે રૈયાધાર વિસ્તારમાં રહેતા ભવદીપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો પરેશ ડાભી સહિત ૧૫ સામે ગુજસીટોક સહિતનો ગુનો નોધી નામચીન મહિલા પેડલર સુધા ધામેલીયા સહિત ૧૫ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે આ ગેંગ દ્વારા 2016થી 2026 દરમિયાન એટલે કે એક દશકામાં રાજકોટ શહેરમાં ખૂન, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી, વાહનોમાં આગચંપી, એટ્રોસિટીના ગુનાઓ, હથીયાર તેમજ દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરી સમાજમાં દૂષણ ફેલાવવાના કુલ 87 ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનુ બહાર આવતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.પોલીસે ગુજસીટોકના આ ગુનામાં બે પરિવારને ઝપટે લીધા છે જેમાં સૂત્રધાર હાંડો અને તેના ત્રણ ભાઈઓ રોહિત, ધર્મેશ અને ઋત્વિક જયારે કુખ્યાત મહિલા પેડલર સુધા ધામેલીયા અને તેના બે પુત્રો મયુર અને હિતેશનો સમાવેશ થાય છે.
હાંડા ગેંગના સુત્રધાર સહિતના નામ-ગુનાહિત ઇતિહાસ
ભવદીપ ઉર્ફે હાંડો પરેશ ડાભી : રૈયાધાર મફતીયાપરા : 8 ગુના
રોહીત ઉર્ફે પિયુષ પરેશભાઈ ડાભી : ધરમનગર કવાર્ટર : 9 ગુના
ધર્મેશ ઉર્ફે ધમો પરેશ ડાભી : રાણીમા રૂડીમા ચોક : 5 ગુના
ઋષિક ઉર્ફે રૂત્વીક પરેશ ડાભી : ચાર માળીયા કવાર્ટર : 4 ગુના
સુધા સુનીલ ધામેલીયા : રૈયાધાર : 5 ગુના
મયુર સુનીલ ધામેલીયા : રૈયાધાર : 5 ગુના
વિશાલ રાજુ ગોહેલ : માધાપર ચોકડી : 3 ગુના
શકિત ડાયા રાઠોડ : ઈન્દીરાનગર : 4 ગુના
વિપુલ પ્રવીણ બગથરીયા : ઈન્દીરાનગર : 12 ગુના
રાજ નિલેશ કાપડી : રૈયાધાર : 4 ગુના
વિનય રાજુ ઉકેડીયા : મનહરપુર : 6 ગુના
સચીન પ્રવિણ વોરા : રૈયાધાર : 3 ગુના
આકાશ જીવણ વારગીયા : રૈયાધાર : 3 ગુના
મીત રમેશ ખગ્રાસ : મવડી : 5 ગુના
હિતેશ સુનિલ ધામેલીયા : રૈયાધાર : 7 ગુના
- Advertisement -
રાજકોટમાં 13 ગેંગના 145 શખ્સો સામે ગુજસીટોક
લાલો રાઉમાં ગેંગ : 11 શખ્સો
ભીસ્તીવાડની ગેંગ : 13 શખ્સો
ચડ્ડી બનીયાનધારી ગેંગ : 11 શખ્સો
પેડા ગેંગ : 21 શખ્સો,
મુરઘા ગેંગ : 17 શખ્સો
ઓડીયા ગેંગ : 10 શખ્સો
બાટલી ગેંગ : 14 શખ્સો
રમેશ રાણા ગેંગ : 3 શખ્સો
ઇભલા ગેંગ : 7 શખ્સો
શામજી મકા ગેંગ : 12 શખ્સો
અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગ : 6 શખ્સો
રામદેવ ડાંગરની ગેંગ : 5 શખ્સો
હાંડા ગેંગ : 15 શખ્સો



