દાદાનો પ્રસાદ બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં વિતરણ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
વડતાલ ધામ સંચિલિત વિશ્ર્વ વિખ્યાત સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ સ્થાપનાને 175 થતાં ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત આજે પહેલીવાર 57 હજાર કિલો ફ્રુટનો અન્નકુટ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ સમક્ષ અર્પણ કરાયો હતો. મહત્ત્વનું છે કે, આ અન્નકુટમાં દાદા સમક્ષ મૂકવામાં આવેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, અન્નકુટ આરતી સવારે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી તથા વડીલ સંતો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાની આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો. તે વખતે મોટી આખા સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની ભીડ થઈ હતી. આ અન્નકુટ વિશે વિવેકસ્વામી (હૈદરાબાદ)એ જણાવ્યું કે, આજે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ પહેલીવાર 57, 000 કિલો અન્નકુટ ધરાવાયો હતો. આ માટે કેન્યાની કેરી અને ઇમ્પોર્ટે ફુડ સહિતના તમામ ફ્રુટનો અન્નકુટ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતાં. આ અન્નકુટ ધરાવવા અને શણગારવા માટે 6 સંતો અને 200 સ્વયંસેવકોએ 24 કલાક મહેનત કરી હતી. અન્નકુટમાં દાદાને ધરાવાયેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્ટ હોસ્પિટલમાં મોકલાશે. આ અન્નકુટ માટે હૈદરાબાદ ગુરુકુળના વિવેક સ્વામી સહિતના સંતો અને સ્વયંસેવકોએ 15 દિવસ પહેલાં આખી તૈયારી શરૂ કરી હતી.