રાજકોટમાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ સહિતના પ્રદેશના લોકો રાજકોટમાં વસવાટ કરે છે. તે તમામે રાજકોટમાં છઠ્ઠ પૂજા કરી હતી. છઠ્ઠ પૂજા નિમિત્તે બહેનોએ ઉપવાસ કર્યો હતો અને સૂર્યની પૂજા કરી હતી. રવિવારે આથમતા સૂર્યને અર્ધ્ય આપ્યું હતું. આજે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપશે અને આ સાથે જ વ્રતની પૂર્ણાહુતિ થશે. છઠ્ઠ પૂજામાં સૌ કોઇ પરિવારજનો જોડાયા હતા. છઠ્ઠ પૂજા નિમિત્તે આજી ડેમે જવા માટેના રસ્તે સાંજે 6.00 કલાક પછી ટ્રાફિક જોવા મળ્યો હતો. રાજકોટમાં રહેતા પરપ્રાંતિય મોટી સંખ્યામાં આજીડેમે ઉમટી પડ્યા હતા. રાજકોટમાં વિવિધ ઉદ્યોગોને કારણે અન્ય રાજ્યમાંથી આવીને શહેરમાં વસવાટ કરનારની સંખ્યા મોટી છે. જેમાં મજૂરથી માંડીને અનેક કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આજી ડેમે છઠ્ઠ પૂજા: બહેનોએ ઉપવાસ કરી સૂર્યદેવને અર્ધ્ય આપ્યું, વ્રતની પૂર્ણાહુતિ
Follow US
Find US on Social Medias