By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    22 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    22 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    23 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટજેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટજેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
રાષ્ટ્રીય

ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટજેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

Khaskhabar Editor
Last updated: 2021/06/04 at 2:43 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટજેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે:-મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં વિવિધ તાલુકા મથકોના ૮ નવા બસ મથકો ૧ એસ.ટી. વર્કશોપના ઇ-લોકાર્પણ પાંચ એસ.ટી વર્કશોપના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા

- Advertisement -

એક જ દિવસમાં રૂ. ૨૮.૨૦ કરોડના લોકાર્પણ- રૂ. ૧૫.૫૨ કરોડના ખાતમૂર્હત સાથે કુલ રૂ. ૪૩.૭ર કરોડના વિકાસ કામોની રાજ્યની મુસાફર જનતાને ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દહેગામ બસ મથક લોકાર્પણમાં અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અન્ય લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમ સ્થળોએ સહભાગી થયા

મુખ્યમંત્રી
 એસ.ટી. નિગમની સેવાઓ કોમર્શિયલ ગતિવિધિ નહિ જનસેવાનું માધ્યમ છે
 નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને રોજની ઓછામાં ઓછી એક ટ્રીપની સુવિધા મળે તેવી નેમ સાથે એસ.ટી. સેવાઓ કાર્યરત
 રાજ્યમાં ૧૬ એસ.ટી. ડિવીઝન-૧રપ બસ ડેપો-૧૩પ બસમથકો અને ૧પપ૪ પીક અપ સ્ટેન્ડ દવારા ૮પ૦૦ બસીસના માધ્યમથી ૭પ૦૦ શેડયુલ દ્વારા રોજના રપ લાખ લોકોને એસ.ટી સેવાઓ પૂરી પાડીએ છીયે
 એસ.ટી. નિગમે સમયાનુકુલ પરિવર્તન સાથે વોલ્વો-સ્લીપર કોચ, GPS સુવિધા સજ્જ બસ સેવાઓ યાતાયાતમાં મૂકી છે

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસીસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૮ નવા બસ સ્ટેશન, ૧ એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. ર૮.ર૦ કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા.
આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. ૧પ.પર કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમૂર્હત કર્યા હતા.
મુખ્યમંત્રીએ માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાઓ કોમર્શિયલ-વાણિજ્યીક ગતિવિધિ નહિ પરંતુ લોકસેવાનું સાધન છે તેવો સ્પષ્ટ મત આ તકે વ્યકત કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ૮૦ ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે.
એટલું જ નહિ, ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાવારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૯૯ ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. ૧૬ ડિવીઝન, ૧રપ બસ ડેપો, ૧૩પ બસમથકો અને ૧પપ૪ પીક અપ સ્ટેન્ડ તેમજ ૮પ૦૦ બસીસ દ્વારા ૭પ૦૦ શેડયુલ ટ્રીપથી રોજના ૩પ લાખ કિ.મી. બસ સંચાલનથી રપ લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ, વાવાઝોડુ, પૂર કે અન્ય કોઇ પણ કુદરતી આફતોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા કે પહોચાડવામાં એસ.ટી. નિગમ અને તેના કર્મયોગીઓની સેવા પરાયણતાને અભિનંદન આપી બિરદાવ્યા હતા.
આ કર્મયોગીઓએ કોરોના કાળમાં પણ એસ.ટી. સેવાઓ કે પ્રવૃત્તિઓ અટકવા દીધી નથી અને ઇનહાઉસ બસ બોડી નિર્માણ કરવાના તેમજ કરકસરયુકત ઇંધણ સંચાલન જેવા એવોર્ડઝ પણ મેળવ્યા છે તેની તેમણે સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જે બસ મથકોના લોકાર્પણ કર્યા તેમાં સંબંધિત કાર્યક્રમ સ્થળે નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પણ જોડાયા હતા.
તદઅનુસાર, દહેગામ બસમથક લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સાણંદ ખાતે મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, લીમડીમાં શ્રી બચુભાઇ ખાબડ, સંતરામપૂરમાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, પાલનપૂરમાં મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, પીપળાવમાં મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ વાઘોડીયામાં રાજ્યમંત્રી શ્રી યોગેશભાઇ પટેલ અને અરવલ્લીના ડેમાઇમાં રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર તથા ભાવનગર ડેપો વર્કશોપ લોકાર્પણમાં મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા જોડાયા હતા.
સમગ્રતયા મુખ્યમંત્રીશ્રીએ રૂ. ર૮.ર૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસ મથકોના ઇ-લોકાર્પણ કર્યા હતા.
આ ઉપરાંત રૂ. ૧પ.પર કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારા પાંચ એસ.ટી. ડેપો વર્કશોપના જે વર્ચ્યુઅલ ખાતમૂર્હત મુખ્યમંત્રીશ્રીએ કર્યા તેમાં કાર્યક્રમ સ્થળોએ દ્વારકામાં રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબીમાં મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, વાંકાનેરમાં મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા, વિરપૂરમાં મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને સરધારમાં મંત્રી શ્રી આર. સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા.
વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુએ સરધારથી સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં કહ્યું કે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં એસ.ટી. સુવિધાઓનો વ્યાપ સતત વધતો રહ્યો છે.
એસ.ટી. નિગમે ૧ર૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પપ૦૦ બસીસ પ્રજાજીવનમાં યાતાયાત માટે મૂકેલી છે તથા ૮ હજાર બસો ગ્રામીણ ક્ષેત્રને આવરી લે છે.
તેમણે જણાવ્યું કે, એસ.ટી. નિગમના ૪૪ હજાર કર્મયોગીઓએ કોરોનાના કપરા કાળમાં પણ એસ.ટી. સેવાઓ કોરોના નિયંત્રણ ગાઇડ લાઇન્સના પાલન સાથે ચાલુ રાખીને પ્રજાવર્ગોની સેવાનું દાયિત્વ નિભાવ્યું છે.
શ્રી આર. સી. ફળદુએ કહ્યું કે રાજ્યમાં જે સ્થળોએ, તાલુકાઓમાં, જૂના અને જર્જરિત બસમથકો હતા ત્યાં સુવિધાસભર બસ મથકો બનાવવાની વ્યાપક કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી નિગમે ઉપાડી છે.
આ લોકાર્પણ-ખાતમૂર્હત અવસરે ગાંધીનગરથી વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાની, એસ.ટી. નિગમના એમ.ડી. શ્રી હૈદર, જનરલ મેનેજર શ્રી જેઠવા સહિતના અધિકારીઓ તેમજ કાર્યક્રમ સ્થળોએ સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પ્રમુખો, પદાધિકારીઓ જોડાયા હતા.

You Might Also Like

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ

આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ

 1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો

રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા

5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે
Next Article જેસીઆઈ રાજકોટ સીટીના અનિશાબેન મચ્છર અને પ્રીતીબેન પટેલ ઘ્વારા શહેર ભાજપ મહિલા મોરચાના નવનિયુકત પ્રમુખ કિરણબેન માકડીયાનું સન્માન કરાયું.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

 1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?