યુવાનો તમારું જીવન અનમોલ છે
યુવા વસ્તી ભારતની કુલ વસ્તીમાં અગત્યનું સ્થાન ધરાવે છે યુવાવસ્થા એ વય કક્ષા છે અને એ વય કક્ષામાં સમાવિષ્ટ થતી વ્યક્તિઓને યુવાન કહેવામાં આવે છે.યુવાનો ભારત અને વિશાળ સમગ્ર સમાજ વ્યવસ્થા નું અંગ છે. સમગ્ર સમાજવ્યવસ્થાની અસર યુવકો ઉપર પડે છે અને યુવકોની અસર સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપર પડે છે. સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેના સંક્રમણથી બચવા માટે ડો. પંકજકુમાર મુછડીયા દેશના યુવાનોને નમ્ર અપીલ કરે છે કે વેક્સિન અવશ્ય મુકાવવી જોઇએ. યુવાનો વેક્સિન મુકાવી તે દિવસે એક વૃક્ષ જરૂર વાવે અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ પણ લે. જેથી “કોરોના મુક્ત ભારત અને હરીયાળુ ભારત” અભિયાનને વેગવંતુ બનાવીએ. વેક્સિન અને માસ્ક એ જ આપણું અને આપણા કુટુંબના સભ્યોનું રક્ષણ કરશે. માસ્ક જરૂર પહેરો અને સેનીટાઇઝરનો ઉપયોગ કરો સાબુથી હાથ ધોવાની ટેવ પાડીએ. પોતાને અને પોતાના કુટુંબને સુરક્ષિત રાખીએ. માસ્ક પહેરીએ તેમજ સામાજિક અંતર જાળવીએ અને અન્ય સાવચેતીઓનું પાલન કરીએ. ભારતના યુવાનો એ કોરોના સંક્રમણથી બચવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો અભિગમ સ્વીકારવો જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિમાં વિવિધ પ્રક્રિયાનો સમાવેશ થાય છે આવી પ્રક્રિયાઓ નિરીક્ષણ વર્ગીકરણ અર્થઘટન સામાન્યીકરણ વગેરે દ્વારા વિજ્ઞાન નું ઘડતર થાય છે. વિશાળ અર્થમાં તટસ્થ મુલક અને પદ્ધતિસર જ્ઞાન મેળવવાની પદ્ધતિને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય. દેશના યુવાનો પોતે વેક્સિન મુકાવે અને અન્યને પ્રેરણા આપે. પ્રેરણા વ્યક્તિની એક સ્થિતિ હોય છે જે એને ક્રિયા કરવા માટે પ્રેરિત કરે છે. ભારતીય યુવાનો વેક્સિન મેળવી એકબીજાના પ્રેરક બની શકે છે. પ્રેરક પ્રવૃત્તિનો પ્રારંભ કરનાર તથા પ્રવૃત્તિને જાળવી રાખવાનું કાર્ય કરતુ ઘટક છે. વોરિયર્સ ગણાતા લોકો વિકટ પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે.


