ધોરણ ૧ર નાં વિદ્યાર્થીઓ માટે સેોરાષ્ટ્રની ખ્યાતનામ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દવારા વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ બ્રાંચની માહિતી મળે તે હેતુથી ત્રિદિવસીય વિવિધ ઓનલાઈન વર્કશોપનું આયોજન
વિવિધ એન્જીનીયરીંગ બ્રાંચનાં પાસાઓ અલગ અલગ ઓનલાઈન વર્કશોપ દવારા પ થી ૭ જુન સુધી રજૂ કરાશે.
- Advertisement -
ઘોરણ ૧ર નાં એ ગ્રુપનાં વિદ્યાર્થીઓ કે જેઓ એન્જીનીયરીંગમાં પ્રવેશ લેવા માંગે છે તેમનાં માટે સેોરાષ્ટ્રની ખ્યાતનામ વીવીપી એન્જીનીયરીંગ કોલેજ દવારા ત્રિદીવસીય વિવિધ ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તા. પ/૬/ર૦ર૧ થી ૭/૬/ર૦ર૧ (શનિ,રવી,સોમ) સમય સવારે ૧૦:૦૦ થી ૧ર:૦૦ આ ત્રિદીવસીય આયોજનમાં રોબોટીકસ, ફન વીથ ઈલેકટ્રોનીકસ, હાઉ ટુ રાઈટ અ બ્લોગ, ઓપોરચ્યુનીટીઝ ઈન સિવિલ એન્જીનીયરીંગ, ટ્રેન્ડીંગ ટેકનોલોજીસ ઈન વેબ ટેકનોલોજી એન્ડ આઈઓટી, રીસેન્ટ ટ્રેન્ડસ ઈન મેન્યુફકેચરીંગ પ્રોસેસ ઈન મીકેનીકલ એન્જીનીયરીંગ, ડેવલ્પમેન્ટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ અરાઉડ ધ ગ્લોબ વગેરે જેવા વિષયો પર આ ઓનલાઈન વર્કશોપ યોજવાના છે. આ ઓનલાઈન વર્કશોપનો આયોજનનો હેતુ ઘોરણ ૧ર ના વિધાર્થીઓને પોતાની બ્રાન્ચ પસંદગી કરવા ખૂબ ઉપયોગી થશે. જેમાં આ ઓનલાઈન વર્કશોપની સાથે સાથે એન્જીનીયરીંગ બ્રાંચ જેવી કે મીકેનીકલ, ઈલેકટ્રીકલ, કેમીકલ, આઈ.ટી., ઈ.સી., કોમ્પ્યુટર, સિવિલ વગેરેની વિશેષ માહિતી પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સેોરાષ્ટ્ર ગુજરાત અને ભારતભરમાં ખ્યાતનામ એવી વીવીપી એન્જીનીયરીંગ કોલેજ દવારા એકસાથે ૮-૮ ત્રિદીવસીય ઓનલાઈન વર્કશોપ યોજાઈ રહયા હોય વિદ્યાર્થીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહયો છે. રાજકોટમાં આવી સારામાં સારી કોલેજ ઉપલ્બધ હોય સેોરાષ્ટ્રનાં વિધાર્થીઓએ કયાંય બહાર જવાની જરૂર જ નથી.
આ તમામ ઓનલાઈન વર્કશોપ માટે સંસ્થાનાં પ્રિન્સીપાલ ડો. જયેશ દેશકરનાં માર્ગદર્શન હેઠળ ડો. જયસુખ મારકણા, પ્રો. નિર્મલ ભાલાણી (૯૭ર૩૩૬૩૬૯૭), પ્રો. સંકેત પંડયા (૯૪ર૩૭૬૭૦૦૮), પ્રો. વિજય વ્યાસ (૮૩ર૦૦પ૯ર૧૪) જહેમત ઉઠાવી રહયા છે.
- Advertisement -
સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી આ. શ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ આ. શ્રી કેોશિકભાઈ શુકલ, આ. ડો. સંજીવભાઈ ઓઝા, આ. શ્રી હર્ષલભાઈ મણીઆર, આ. ડો. નરેન્દ્રભાઈ દવે એ સરસ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી છે.


