By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    12 minutes ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    1 day ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    47 minutes ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ પાણી પુરવઠા બોર્ડની કચેરી જલભવન એક વર્ષમાં થઇ હરિયાળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ પાણી પુરવઠા બોર્ડની કચેરી જલભવન એક વર્ષમાં થઇ હરિયાળી
રાજકોટ

રાજકોટ પાણી પુરવઠા બોર્ડની કચેરી જલભવન એક વર્ષમાં થઇ હરિયાળી

Khaskhabar Editor
Last updated: 2021/06/03 at 5:59 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં બે વિઘાની પડતર જમીનમાં વર્ગ-૪ના કર્મચારીઓએ  ૩૫૦૦ વૃક્ષો વાવી જીવની જેમ કર્યું જતન

એક વર્ષમાં ફળઝાડ ૧૦થી ૧૫ ફૂટના થઈ જતા અનેક પક્ષીઓને મળ્યો આશરો :ડ્રીપ ઈરીગેશનથી થાય છે વૃક્ષોનું સિંચન

- Advertisement -

રાજકોટ તા.૩ જૂનઃ-  સરકારી કર્મચારી જો કર્મના સિદ્ધાંતને અનુસરે તો નાના કર્મચારી હોય તો પણ મોટું કાર્ય સિદ્ધ થતું હોય છે. કોરોના કાળમાં રાજકોટના વર્ગ-૪ના ચાર કર્મચારીઓએ વૃક્ષો દ્વારા અપાતા પ્રાણવાયુનું મહત્વ સમજી બે વિઘાની પડતર જમીનમાં ૩૫૦૦ દેશી વૃક્ષોને જીવની જેમ ઉછેરી જતન  કરતાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર પાસે આવેલી  પાણી પુરવઠા બોર્ડની જલભવનની કચેરી હરિયાળી થઈ ગઇ છે.

    નાના કર્મચારીઓની મોટી સિદ્ધિની વાત કરતા રાજકોટ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી એચ.બી.જોધાણીએ કહયુ હતું કે ગયા વર્ષમાં કોરોના કાળના પ્રારંભે અમને વિચાર આવ્યો કે અમારી જલ ભવન હસ્તકની પડતર જમીનનો પર્યાવરણના ઉમદા હેતુ માટે ઉપયોગ કરીએ અને એમાં અમને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટના નિવૃત્ત અધિકારી શ્રી વરસાણીભાઈનો સહયોગ મળ્યો. વૃક્ષોનું વાવેતર તો થઈ ગયું પરંતુ અમારી સામે તેના રોજના જતન- ઉછેરનો, પાણી પાવાનો, માલ ઢોરથી રક્ષણ આપવાનો અને ઝાડના મૂળ આસપાસમાંથી નીંદણ કાઢીને નિયમિત કામગીરી કરવાનો પડકાર આવ્યો. આ પડકાર અમારા ચોથા વર્ગના ત્રણ ચાર કર્મચારીઓએ ઝીલી લીધો અને ખંતથી કચેરીના કામકાજની સાથે સાથે વિશેષ સમય ફાળવીને આ તમામ ઝાડ ઉછેરવાનું બીડું ઝડપી લીધું.

વિશેષમાં કાર્યપાલક ઇજનેર કહે છે કે આજે અમને અમારા કર્મયોગીઓ પર ગર્વ છે કે એક વર્ષમાં આ તમામ ઝાડ ૧૦થી ૧૫ ફૂટના થઈ ગયા છે અને જલભવનની  પડતર જમીન હરિયાળી બની ગઈ છે.તા.૫મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના કર્મયોગીઓએ પર્યાવરણના જતન માટેનું સામાજીક ઉત્તરદાયિત્વ સાચા  અર્થમાં ચરિતાર્થ કર્યુ છે.

- Advertisement -

         ઝાડનો ઉછેર કરતા કર્મચારીઓને  અધિકારીએ ઝાડની ઉછેરની બાબતમાં સામેથી કોઈ પણ કાર્ય કરવાનું કહેવું પડ્યું નથી. કર્મચારીઓને આ કામ કર્યાનો આનંદ છે ,ગૌરવ છે.

આ બાબતે પ્રતિભાવ પુછતા  કચેરીએ આવીને પહેલું કામ ઝાડ માટે પાણીની મોટર ચાલુ કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઝાડનો ઉછેર કરતા રમેશભાઈ ધરમશીભાઈ સનુરાએ કહ્યું કે આ ઝાડને ઉછેરવામાં મને અનેરો આનંદ મળે છે. પહેલા આ ઉજ્જડ જમીન હતી. આજે બધું લીલુંછમ જોવા મળે છે . મારા સાથી કર્મચારીઓ સાથે મળીને અમે ઝાડનો ઉછેર કરીએ છીએ.

એક કર્મયોગી અશોકભાઈ સાગઠીયા કહે છે કે આજે આપણને ઓક્સિજનની જરૂર છે. એ ઓક્સિજન ઝાડ આપે છે. અમારી પાસે પડતર જમીન હતી એમાં વૃક્ષોનું વાવેતર થતાં અમે આ ઝાડ ઉછેરનો સંકલ્પ લીધો હતો. વૃક્ષોને વાવી દીધા પછી ઉછેર કરવો મહત્વનો હોય છે અને એ કામ ન થાય તો પરિણામ મળે નહીં. રાજ્ય સરકાર પણ વૃક્ષોના વાવેતર ઉછેર અને જતન માટે ઝુંબેશ ચલાવે છે. આ કામને અમે એક સત્કર્મ તરીકે ગણીને કર્યું છે. આજે એક વર્ષ પછી ઝાડ ૧૦થી ૧૫ ફૂટના થઈ ગયા છે . પહેલા અહીં જોવા મળતા ન હતા તે પોપટ ,મોર ,ચકલી તેમજ કોયલ સહિતના પક્ષીઓ બપોર પછી જલ ભવનમાં ઝાડ પર આવતા થયા છે. લીલુછમ જલભવન અને પક્ષીઓના કલરવથી અમને કંઈક કર્યાનો આનંદ મળે છે.

            અન્ય કર્મચારી નારણભાઈ અને રાજેશભાઈ એ જણાવ્યું કે અમે ઉમરો, જાંબુ, દાડમ અને લીમડો સહિતના દેશી વૃક્ષો વાવ્યા છે . ઉમરાના વૃક્ષમાં તો ટેટા પણ વધારે આવ્યા હોવાથી બપોર પછી પક્ષીઓ અહીં આશરો લેતા થયા છે.

પાણી પુરવઠા બોર્ડની કચેરી દ્વારા આ ૩૫૦૦ વૃક્ષોના જતન માટે અને તેમને નિયમિત પાણી મળે તેમજ પાણીની બચત થાય તેવા ઉમદા હેતુએ ડ્રીપ ઈરીગેશન અપનાવી છે.આમ રાજકોટના પાણી પુરવઠા બોર્ડની કચેરીના ચોથા વર્ગના કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણનું ઉમદા કાર્ય કરીને રાજકોટની અન્ય સરકારી કચેરીઓના કર્મયોગીઓને પણ પ્રેરણા મળે તેવું મોટું કાર્ય કર્યું છે.

You Might Also Like

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

રાજકોટમાં ત્રિપાંખ સાધુ સમાજ સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવશે

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જિલ્લામાં જૂન માસને ‘‘મેલેરીયા માસ’’ તરીકે ઉજવાશે
Next Article રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામે “મનરેગા” અંતર્ગત હાથ ધરાયું તળાવ ઉંડુ કરવાનું કાર્ય.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી
85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
રાજકોટમાં ત્રિપાંખ સાધુ સમાજ સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવશે
રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
રાજકોટમાં ચોરી ચપાટી કરતા પિતાને સુધરવાની સલાહ આપતા પુત્રને બાપે હથોડા ફટકારી પતાવી દીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

રાજકોટમાં ત્રિપાંખ સાધુ સમાજ સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?